સ્વામી વિવેકાનંદ

2009 ભારતયાત્રા 2

2009 ભારતયાત્રા 2 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 15, 2009
જાન્યુઆરી 12, 2009 સોમવાર
આ દીવસ સ્વામી વિવેકાનન્દનો જન્મદીવસ છે અને ભારતમાં “યુવાદીન” તરીકે એની ઉજવણી થતી હોય છે (સરકારી ચોપડે). વડોદરામાં રામકૃષ્ણ મીશન તરફથી એક મેમોરીયલ નામે “રામકૃષ્ણ મીશન વિવેકાનન્દ મેમોરીયલ” શરુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર જ્યાં શરુ કરવામાં આવ્યું છે એ બંગલો અલકાપુરી વીસ્તારમાં આવેલો [...]

ઈશ્વર - 2

ઈશ્વર - 2 - સ્વામી વિવેકાનન્દ નવેમ્બર 27, 2008
11. જીવન અને મૃત્યુમાં, સુખ અને દુઃખમાં ઈશ્વર સમાન રીતે વીદ્યમાન છે. સમગ્ર વીશ્વ ઈશ્વરથી જ ભરેલું છે. તમારાં નેત્રો ઉઘાડો અને દર્શન કરો.
12. ઈશ્વરની પુજા કરીને આપણે હંમેશાં ખરેખર તો આપણી અન્દર નીગુઢ રીતે રહેલા ‘આત્મતત્વ’ની જ પુજા કરીએ છીએ.
13. ધર્મની અનુભુતી [...]

ઈશ્વર - 1 - સ્વામી વિવેકાનન્દ

ઈશ્વર - 1 - સ્વામી વિવેકાનન્દ સ્પ્ટેમ્બર 20, 2008
1. દરેક વ્યક્તીમાં દીવ્યતા સુપ્તપણે રહેલ છે. અન્દરની આ દીવ્યતાને બાહ્ય તેમજ આંતર પ્રકૃતીનાં નીયમન દ્વારા અભીવ્યક્ત કરવી એ જીવનનું ધ્યેય છે. કર્મ, ઉપાસના, મનનો સંયમ અથવા તત્ત્વજ્ઞાન - એમ એક અથવા અનેક દ્વારા આ જીવનધ્યેયને સીધ્ધ કરો અને મુક્ત બનો. ધર્મનું આ [...]

ભારત - 3

ભારત - 3 - સ્વામી વિવેકાનન્દ ઑગસ્ટ 08, 2008
21. હું માનું છું કે સામાન્ય જનોની ઉપેક્ષા એ આપણું ઘોર રાષ્ટ્રીય પાપ છે અને આપણાં પતનનાં કારણોમાંનું એ એક છે. જ્યાં સુધી ભારતનાં લોકોને એક વાર ફરીથી સારી કેળવણી, પુરતું અન્ન અને યોગ્ય સારસંભાળ ન મળે ત્યાં સુધી આપણું બધું રાજકારણ વ્યર્થ છે.
22. તમારી દ્રષ્ટી સામે [...]

ભારત - 2

ભારત - 2 - સ્વામી વિવેકાનન્દ
11. શું તમને લોકો માટે લાગણી છે? દેવો અને ઋષીમુનીઓના કરોડો વંશજો આજે લગભગ પશુઓની કોટીએ પહોંચી ગયા છે. તેનું તમને લાગી આવે છે ખરું? આજે લાખો લોકો ભુખે મરે છે અને લાખો લોકો અનેક યુગોથી ભુખમરો વેઠી રહ્યા છે તેનું કંઈ સંવેદન તમને થાય છે ખરું? કોઈ કાળાં વાદળની [...]

ભારત - 1 - સ્વામી વિવેકાનન્દ

ભારત - 1 - સ્વામી વિવેકાનન્દ
1. આપણી માતૃભુમી પ્રત્યે જગતનું રુણ અત્યંત મોટું છે. અને પ્રત્યેક દેશ સાથે સરખાવતાં ખ્યાલ આવશે કે જગત જેટલું આ સહનશીલ હીન્દુનું - નરમ હીન્દુનું રુણી છે તેટલું આ પૃથ્વી પરની બીજી કોઈપણ પ્રજાનું નથી.
2. ભારતીય વીચાર, ભારતીય રીતરીવાજો, ભારતીય ફીલસુફી અને ભારતીય સાહીત્ય ઘણા લોકોને પહેલી નજરે ઘૃણાસ્પદ લાગે; [...]

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 3 - સ્વામી વિવેકાનન્દ
21. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે, જેથી જેની એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રધ્ધા છે એવા સર્વ જીવોની સમશ્ટીરુપ ઈશ્વરની હું પુજા કરી શકું; અને સૌથી વીશેશ તો સર્વ જાતીઓ અને સર્વ જીવોના દુશ્ટોમાં, દુઃખીઓમાં અને દરીદ્રોમાં [...]

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 2 - સ્વામી વિવેકાનન્દ
11. આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે; પણ જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતાં વીશેશ મરેલા છે.
12. જે ધર્મ કે જે ઈશ્વર વીધવાનાં આંસુઓ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મ [...]

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1

પ્રેમ અને નીઃસ્વાર્થતા - 1 સ્વામી વિવેકાનન્દ
1. નીઃસ્વાર્થતા વધુ લાભદાયક છે, પરંતુ તેનું આચરણ કરવા જેટલું ધૈર્ય લોકોમાં હોતું નથી.
2. ઉચ્ચ સ્થાન ઉપર ઉભા રહીને અને હાથમાં થોડાક પૈસા રાખીને ગરીબ માણસને એમ નહીં કહો, “આવ, આ લે ભાઈ,” પરંતુ ઉપકાર માનો કે ગરીબ માણસ સામે ખડો છે એટલે તમે તેને દાન આપીને તમારી જાતને [...]

શક્તીદાયી વીચાર 3

શક્તીદાયી વીચાર 3 - સ્વામી વીવેકાનન્દ
21. તમારા સ્નાયુઓને મજબુત બનાવો. આપણને જરુર છે લોખંડી માંસપેશીઓની અને પોલાદી સ્નાયુઓની, આપણે બહુ કાળ સુધી રોતા રહ્યા છીએ, હવે વધુ રડવાની જરુર નથી. તમારા પોતાના પગ પર ઉભા રહો; મર્દ બનો.
22. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણા યુવાનોએ બળવાન બનવું પડશે. ધર્મ તો પોતાની મેળે પાછળથી આવશે. [...]