સ્વાનુભવ

સર્જકો સાથે સાંજ 2010

સર્જકો સાથે સાંજ 2010 - ચિરાગ પટેલ    જુન 09, 2010
ટી.વી. એશીયાના ન્યુજર્સી ખાતેના ઑડિટોરીયમમાં ગુજરાતી લીટરરી એકેડમી ઑફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાથે સાંજ”નો કાર્યક્રમ આદરણીય શ્રીચિનુ મોદી “ઈર્શાદ”ના અતિથિવિશેષપણા હેઠળ છઠ્ઠી જુને યોજાઈ ગયો. આ વખતના કાર્યક્રમની વિશેષતા એ હતી કે દરેક સર્જક કૃતિ રજુ કરે પછી શ્રીચિનુ મોદીએ એ કૃતિનું વિવેચન કર્યું હતું. [...]

ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ

ડૅલાઈટ સેવીન્ગ ટાઈમ - ચીરાગ પટેલ    માર્ચ 16, 2010
આ વર્ષે 14મી માર્ચને રવીવારે અમેરીકામાં “ડૅ લાઈટ સેવીન્ગ ટાઈમ”(Day Light Saving Time - DST) શરુ થયો. અને એ સાથે જ મારી રોજીન્દી દેહધાર્મીક ક્રીયાઓએ એકસાથે બળવો પોકારીને મને અધમુવો કરી દીધો. ઉન્ઘના કલાકો ઘટી ગયા. ભુખ લાગવામાં ફેરફાર થઈ ગયો. શરીરને સ્લોથ પ્રાણી સાથે મીત્રતા બન્ધાઈ [...]

સફળ માણસના લક્ષણો

સફળ માણસના લક્ષણો - ચિરાગ પટેલ ઓગસ્ટ ૦૨, ૨૦૦૮
મેં ઘણા સમય પહેલા એક પુસ્તકમાં વાંચેલા અને નોંધ કરેલા સફળ માણસના લક્ષણો આજે તમારી સાથે વહેચું છું.
૧) આગવું, જુદું તરી આવે એવું એક નિશ્ચિત વ્યક્તિત્વ
૨) આનંદિત અને હસતા રહેવાની ક્ષમતા
૩) બહાનાબાજી અને ક્ષોભથી મુક્ત
૪) બેચેની, તાણ અને ચિંતાથી મુક્ત
૫) હંમેશા વર્તમાનમાં જીવનાર [...]

સર્જકો સાથે સંધ્યા

સર્જકો સાથે સંધ્યા - ચિરાગ પટેલ જુલાઈ 15, 2009
જુલાઈ ૧૧ ૨૦૦૯ને શનિવારે એડીસન, ન્યૂજર્સી ખાતે ટીવી એશિયા ચેનલના ઓડીટોરીયમમાં સર્જકો સાથે સંધ્યાનો એક કાર્યક્રમ યોજાયો. ડો. મણીલાલ હ. પટેલ એમાં અતિથિવિશેષ હતા. કાર્યક્રમનું સંચાલન હરનીશભાઈ જાનીએ સંભાળ્યું હતું. કુલ ૨૦ જેટલા સર્જકોએ પોતાની કૃતિ (ગદ્ય કે પદ્ય) રજુ કરી હતી. એમાં મારા જેવા નવોદિતો પણ હતા. [...]

એક રસપ્રદ યજ્ઞ

એક રસપ્રદ યજ્ઞ - ચીરાગ પટેલ જુન 18, 2009
સહુપ્રથમ આ ફોટોગ્રાફ જુઓ.
આ યજ્ઞ 1994માં વડોદરામાં કરવામાં આવ્યો હતો. કરનાર હતાં મારા મીત્ર દીગન્તના પપ્પા બન્કીમકાકા અને તેમના મીત્રો. આ યજ્ઞ ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થવા લાગ્યાં હતાં. આ ફોટો કોઈ ઈલેક્ટ્રોનીક ફેરફાર વગરનો છે. મુળ ફોટો (જે નેગેટીવ ડેવલપ કરાવીને [...]

શક્તીપાત દીક્ષા

શક્તીપાત દીક્ષા - ચીરાગ પટેલ એપ્રીલ 19, 2009
મેં અને પારુલે શક્તીપાત દીક્ષા લેવાનું ફેબ્રુઆરીમાં નક્કી કર્યું. એટલે મેં ધ્યાનયોગ કેન્દ્રનો સમ્પર્ક કર્યો અને ત્યાંથી તુલસી ગૉટફ્રેડ્સન સાથે સમ્પર્ક થયો. તેમણે મને દીક્ષા લેવા માટેની વીધી જણાવી અને આવેદનપત્રો મોકલ્યા. મારે અને પારુલે એ ભરીને મોકલવાના હતાં અને સાથે અમારો એક ફૉટો પણ મોકલવાનો હતો. સાથે જ [...]

2009 ભારતયાત્રા 4

2009 ભારતયાત્રા 4 - ચીરાગ પટેલ ઍપ્રીલ 10, 2009
જાન્યુઆરી 13, 2009 મંગળવાર - 2
નારેશ્વર ગામથી ભરુચ તરફની દીશામાં નર્મદાના કીનારે લગભગ 3 કીલોમીટર દુર દીવાબેટ કે દીયાબેટ નામની જગ્યા છે.
અમે બે-ત્રણ વખત અલગ ઉમ્મરની વ્યક્તીઓને પુછતાં દીવાબેટ જવાના રસ્તે પહોંચ્યા. ત્યાં જવાનો રસ્તો કાચો હતો. થોડે દુર ગયા બાદ રસ્તા વચ્ચે પાણીનો વહેળો આવી જવાથી [...]

2009 ભારતયાત્રા 3

2009 ભારતયાત્રા 3
જાન્યુઆરી 13, 2009 મંગળવાર - 1
આજનો દીવસ મેં પહેલેથી નક્કી રાખ્યો હતો. મારે આ દીવસ માત્ર મારી જાત સાથે ગાળવો હતો! કદાચ અત્યાર સુધીના જીવનમાં મેં માત્ર અને માત્ર એકલતામાં મારી જાત સાથે સમય કાઢ્યો જ નહતો. આવો મહામુલો અવસર આજે મને પ્રાપ્ત થવાનો હતો (જો જો પાછા મારા આ વીચારની પારુલ આગળ [...]

2009 ભારતયાત્રા 2

2009 ભારતયાત્રા 2 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 15, 2009
જાન્યુઆરી 12, 2009 સોમવાર
આ દીવસ સ્વામી વિવેકાનન્દનો જન્મદીવસ છે અને ભારતમાં “યુવાદીન” તરીકે એની ઉજવણી થતી હોય છે (સરકારી ચોપડે). વડોદરામાં રામકૃષ્ણ મીશન તરફથી એક મેમોરીયલ નામે “રામકૃષ્ણ મીશન વિવેકાનન્દ મેમોરીયલ” શરુ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર જ્યાં શરુ કરવામાં આવ્યું છે એ બંગલો અલકાપુરી વીસ્તારમાં આવેલો [...]

2009 ભારતયાત્રા 1

૨૦૦૯ ભારતયાત્રા 1 - ચીરાગ પટેલ ફેબ્રુઆરી 07, 2009
જાન્યુઆરી 11, 2009 રવીવાર
બરાબર ત્રણ વર્ષ પછીં મેં ભારતની મુલાકાત લેવા માટેની તારીખ નક્કી કરી. મુખ્ય કારણ એ હતું કે, જાન્યુઆરી 11, 2006ને બુધવારે મારા પીતાજીનું મૃત્યુ થયું હતું. એટલે, એ જ દીવસે મેં ભારત ઉતરવાનું નક્કી કર્યું! મુખ્યત્વે જે આધ્યાત્મીક સ્થાનોની મેં મુલાકાત લીધી હતી એનો [...]