નાતાલનો તારો
નાતાલનો તારો - ચિરાગ પટેલ ડિસેમ્બર 23, 2009
ઈશુખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલિ અનેક વાયકાઓમાંનિ એક એવિ છે કે તેમના જન્મ સમયે પુર્વમાંથી ત્રણ જ્ઞાનિ પુરુષો (મેજાઇ) આવ્યાં હતાં. તેઓ પુર્વાકાશે પરોઢમાં દેખાતા એક તેજસ્વિ તારાને જોઇને આવ્યાં હતાં. એ તારો કોઇ સંત, રાજા, કે મસિહા (મેસાયા) ના જન્મનો સુચક હતો! (http://en.wikipedia.org/wiki/Star_of_Bethlehem)
ઘણાં ખગોળવિદોએ વર્ષોથિ આવા કોઇ તારાના અણસાર મેળવવા પ્રયત્ન કર્યાં છે. ઘણાં એમ કહે છે કે એ કોઇ ધુમકેતુ હશે. પરંતુ, પુરાણકાળમાં ધુમકેતુઓને ખરાબ નિશાનિ તરિકે જોવામાં આવતા હતાં. કોઇ એમ કહે છે કે એ કોઇ તારાનો વિસ્ફોટ હશે. જો કે, ચિનમાં 3000 વર્ષોથિ આવિ કોઇ પણ પ્રકાશિત ખગોળિય ઘટનાઓનિ નોન્ધ લેવાતિ આવિ છે અને લગભગ 2000 વર્ષ પુર્વે આવિ કોઇ ઘટના થઇ હોવાનો ઉલ્લેખ નથિ. તો પછિ આકાશમાં સહુથિ વધુ તેજસ્વિ પદાર્થો ચન્દ્ર, શુક્ર, ગુરુ સાથે સંકળાયેલિ આ કોઇ ઘટના હશે?
બેબિલોનમાં 2000 વર્ષો પુર્વેનો ઇતિહાસ જોઇએ તો ખ્યાલ આવશે કે મેજાઇ લોકો એવા જ્ઞાનિ પુરુષો હતા કે જેઓ ખગોળિય ઘટનાનો અભ્યાસ કરતા હતાં. બેબિલોનમાં ભારતના જ્યોતિષશાસ્ત્ર પ્રમાણેનિ ખગોળવિદ્યાનિ અસર હતિ. તે લોકો માનતા હતા કે જ્યારે ચન્દ્ર અને ગુરુ ભેગા થાય ત્યારે મહાપુરુષનો જન્મ થતો હોય છે. ભારતિય જ્યોતિષશાસ્ત્ર મુજબ ચન્દ્ર અને ગુરુનિ યુતિ જો કોઇનિ કુંડળિમાં થાય તો તે વ્યક્તિ નેતા બને અથવા એવો પ્રભાવ ધરાવે. આ યુતિને “ગજકેસરિ યોગ” કહેવામાં આવે છે.
વળિ, અમુક જગ્યેથિ 2000 વર્ષ પુર્વેના એવા સિક્કા મળિ આવ્યાં છે જેમાં એક બાજુ પાછુ ફરિને જોતા ઘેટાનું ચિત્ર છે અને બિજિ બાજુ ઝ્યુસ એટલે કે પ્રાચિન ગ્રિક દેવ ગુરુનું ચિત્ર છે. ઘેટું એ મેષ રાશિ (એરિઝ)નું ચિહ્ન છે. એટલે, અમુક ખગોળવિદોને ખાંખાખોળાં કરતાં મળિ આવ્યું કે અપ્રિલ 17 ઇ.પુ. 6માં મેષ રાશિમાં ચન્દ્ર અને ગુરુનિ યુતિ વહેલિ સવારે પુર્વ દિશામાં થઇ હતિ! આ યુતિ પાછિ એવિ ભવ્ય હતિ કે એમાં ચન્દ્ર વડે ગુરુનુ ગ્રહણ પણ થયુ હતુ!
આમ, પ્રચલિત માન્યતા મુજબના 25 ડિસેમ્બરે નહિ પણ એપ્રિલ 17 ઈસ્વિસન પુર્વ 6 એ ઇશુનિ જન્મતારિખ ગણાય. વળિ, નાતાલનો તારો (ક્રિસમસ સ્ટાર) એ કોઇ તારો નહિ પણ ચન્દ્ર અને ગુરુનિ યુતિ છે. આ તારણનો વિરોધ કરવાનિ પુરિ છુટ છે, કારણ કે આ તારિખ કે યુતિ પણ સર્વસ્વિકૃત નથિ.
નાતાલનિ વધામણિ!
(ઇંગ્લિશ અનુવાદ @ http://rutmandal.info/blossoms/2009/12/23/christmas-star/)
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.
Comments
આપના અભ્યાસુ માનસ અને જીજ્ઞાશાથી નવા રાહે વિચારવાનું મળે છે.પણ
આજે અસ્તિત્તવમાં આવેલી પ્રથાના પણ કોઈ સંજોગોતો હશે.ઈશુ ભગવાનના
વિચારોથી ઘણા ના જીવનને રાહ મળેછે અને તારા કે ખગોળિય ઘટના ઘટી કે
નહીં પણ કલ્યાણ દીવડાતો પ્રગટ્યા જ છે.અનુયાઈઓ દ્વારા ખોટા રસ્તાપણ
બનતા રહે છે.
નવા વર્ષના અભિનંદન..ચીરાગભાઈ
રમેશ પટેલ(આકાશદીપ)
પરદેશમાં
http://nabhakashdeep.wordpress.com Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
શુ ભાઈ ચિરાગ, મે ખોધ્યો પહાડ અને તમે આવુ છછુંદર દેખાડ્યુ, અન મારુ સાહેબનો શુ દેખાડુ તમે તો હાઈલી ક્વોલીફાઈડ પ્રોગ્રામર, અમેરીકા સેટલ થ્ઈને હજુ બાઈબલ નથી વાંચ્યુ, એ વાંચી લો પછી વિવાદ કરો, બીજા કોઈનો સહારો ના લો, પોતાના આત્માનો સહારો લો તો પ્રભુ તમને હજુપણ ઉંચે લઈ જશે નહિ તો આવા ક્ષુલ્લ્ક સવાલોમાં નામ કમાતા રહેજો સાહેબ્……અને હા અમેરીકનો,યુરોપિયનો હવે ખ્રિસ્તી નથી રહ્યા અને સ્વછ્દી બની ગયા છે એટલે તો પરમેશ્વરે તેઓથી મોં ફેરવી લીધુ છે અને બોંબ બ્લાસ્ટ વદી રહ્યા છે,અને હા બાઈબલંમાં જ અમેરીકાની પડતીની ભવિષ્યવાણી લખાયેલી પડી છે, ગમે ત્યારે બધા ભારતિયોને ત્યાંથી પલાયન કરવુ પડશે, ભાગી આવજો નહિ તો ભારે પડશે…
અરે ના ભાઈ ના, હુ તમને ખરેખર જ પ્રેમ કરુ છે, માન આપુ છુ, આ તો મને એમ કે હુ કોઈ પહાડ જેવો સવાલનુ ચિત્ર લઈ ને બેઠો હતો, પણ તમે તો સાવ જ ક્ષુલ્લક પણ મહત્વનો સવાલ કર્યો જે મે તરત જ વાચ્યો, બાઈબલમાં ઘણા સવાલો છે જેને પ્રભુઈસુ ખુદ કહે છે કે એ સવાલોના જવાબો પરમેશ્વરે પોતાની પાસે રીઝર્વ રાખ્યા છે, એટલે એના જવાબ બુધ્ધિથી નહિ ક્યારેક જેમ તમે સપનાઓ જોવો છો એમ મને પ્રભુ બતાવશે ત્યારે કહિશ ત્યાં સુધી હુ એનો જવાબ મારી બુધ્ધી અને આત્માથી આપવા કોશિશ જરુર કરીશ અને હા તમારુ ઉંડાણભર્યુ નોલેજ જોઈને ઈર્ષાળુ માન ઉપજે (પાપ નહિ હો)છે એકંદરે આખા જગત પર ખ્રિસ્તિઓનુ રાજ છે જે પ્રભુ ઈશુનુ રાજ દેખાડે જે બાઈબલનેી ભવિષ્યવાણી સત્ય થઈ છે છેલ્લા એક હજાર વરસોમાં, જોકે હવે એ થોડુ મોળુ પડેલુ લાગે છે પણ છેવટની સત્તા તો બાઈબલની જ રહે છે, રહે સદા કે લીયે… પુછો કેમ્?
પોપ ની વાતો એ મારા રુઢિવાદી પંથને કાંઈ લેવા દેવા નથી, કેમ કે પોપ તો રોમન કેથોલીક જે ઉદારમતવાદી ભારતીયોના જેવા જ છે જેમા ભજન ગાવા, પ્રચાર કરવાની મનાઈ છે. તેઓ બધુ જ કરે છે, જે પરમેશ્વરની મનાઈ છે. તેઓનો આત્મા નષ્ટ થઈ ચુકેલો છે, જે ભારતમાં પણ ઘણા રો.કે. કરે છે પણ દયાળુ, પ્રેમાળ અને સ્વચ્છ તો એટલા જ છે જે રુઢીવાદી ઓ હોય શકે. જે અમેરીકામા થાય છે એ પણ કદાચ રો.કે. જ કરતા હોય છે, પ્રો.ક્રિ. નહિ, એવુ મારુ ભારતમાં બેઠા બેઠા માનવુ છે.
હજુ તો ચાર જ વરસ થયા છે, હુ રુઢિવાદી, પ્રોટેસ્ટંટ પંથને માનુ છુ, દારુ-સિગારેટ એક જ ઝાટકે છુટી ગયેલા, જે દુષ્ટત્માઓ, આપણા શરીરમાં ઘર કરીને આપણને ગંદા ગંદા કામો કરાવે છે, તમે જુઠુ બોલવુ, ગુસ્સો, ઈર્ષ્યા, કપટ, જલન અને એવા ઘણા કામો છે જે દુષ્ટાત્માઓ આપણા મન પર કાભુ કરીને આપણા શરીરને બરબાદ કરાવે છે. તમે જે સંભોગના આનંદની વાત કહી છે, એ કંઈક વધારે પડ્તુ લાગે છે, સોરી હો, મે નિર્મળાદેવીનો કુંડળી જાગ્રુતિનો કોર્સ મુંબઈના શિવાજી પાર્ક માં કરેલો છે. મને કહો કે ભારતમાં કેટલા લોકોની કુંડળી જાગ્રુત છે? અને એનાથી આત્મિક લાભ કેવો થાય એ મને જણાવશો? તમે બેન્ની હિનનો કાર્યક્ર્મ જોઈ લો, યુટ્યુબમાં બેન્ની હિન ટાઈપ કરો અને જોઈ લો. એના પહેલા આ વિડિયો જોઈ લો એક્લા ના જોતા અને બેન અને ભાણીયાઓને દુર કરી જે પછી જો જો http://rajeshpadaya.wordpress.com/2010/03/19/%E0%AA%B5%E0%AA%B3%E0%AA%97%E0%AA%BE%E0%AA%A1/


અરે ભાઈ… ધર્મ અને તર્ક એ બંને અલગ અલગ વિષય છે… દુનીયા ના કોઈ પણ ધર્મ ગ્રંથ ને તમે તર્ક થી તાળો મેળવવા બેસો તો એ શક્ય નથી…..
આપણા હીંદુ ધર્મ અને ખ્રિસ્તિ ધર્મ ની સૌથી મોટી અને આવકારવા દાયક વાત એ છે કે…આ બંને ધર્મ દરેક વ્યક્તી ને પોત પોતાની સમજ પ્રમાણે એને મુલવવા ની છુટ આપેછે..થોડા વરસ થાય એટલે કોઈક ક્યાંક તો એક લેખ લખે કે પછી આખી ફીલ્મ બનાવી નાખે અને આ વીશાળ ધર્મો ના વીશાળ રુદય વાળા લોકો ને એક સ્વતંત્ર અભીપ્રાય માની ને પોતાની શ્રધ્ધા ને આડગ રાખી ને ધર્મ ના માર્ગે આગળ વધે છે…..
બાકી આટલા સંશોધનો કરવાની અમુક ધર્મ માં ખ ખાલી વાત પણ કરી હોય તો ફતવાઓ બહાર પડી જાય……માથૂં લાવી આપનાર સામે ઈનામ બહાર પડી જાય્…..
પણ anyway…. માહિતી સભર લેખ બદલ આભાર….. અને આપને તથા આપના કુટુંબીજનો ને ભગવાન ઈશુ ખ્રિસ્ત ની જન્મ ઉજવણી પ્રસંગે.. નાતાલ ની ઘણી શુભેચ્છાઓ….