સફળ માણસના લક્ષણો

સફળ માણસના લક્ષણો - ચિરાગ પટેલ ઓગસ્ટ ૦૨, ૨૦૦૮

મેં ઘણા સમય પહેલા એક પુસ્તકમાં વાંચેલા અને નોંધ કરેલા સફળ માણસના લક્ષણો આજે તમારી સાથે વહેચું છું.

૧) આગવું, જુદું તરી આવે એવું એક નિશ્ચિત વ્યક્તિત્વ
૨) આનંદિત અને હસતા રહેવાની ક્ષમતા
૩) બહાનાબાજી અને ક્ષોભથી મુક્ત
૪) બેચેની, તાણ અને ચિંતાથી મુક્ત
૫) હંમેશા વર્તમાનમાં જીવનાર - અહી અને હમણા
૬) સ્વનિર્ભર અને સન્નિષ્ઠ સબંધો ધરાવનાર
૭) બીજાની સંમતિ શોધવાથી મુક્ત
૮) સામાજિક જવાબદારીઓ વિષે સભાન
૯) હસમુખું અને આનંદમય વ્યક્તિત્વ
૧૦) વાસ્તવિકતાનો શાંતિથી સ્વીકાર કરનાર
૧૧) બીજાને સમજવાની કુદરતી શક્તિ
૧૨) વ્યર્થ વિખવાદોથી દુર રહેનાર
૧૩) “બીમારી”ની બીમારીથી દુર રહેનાર
૧૪) પરંપરાગત કરતા જુદો માર્ગ લેનાર
૧૫) ઉત્સાહથી ભરપુર
૧૬) સતત કુતુહલવૃત્તિ અને સંશોધનાત્મક વલણ
૧૭) નિષ્ફળતાથી નિર્ભય
૧૮) રક્ષણાત્મક્ વલણથી મુક્ત
૧૯) વાડાબંધીથી મુક્ત
૨૦) ગુણોની અગ્રીમતા વિષે સ્પષ્ટ
૨૧) ધારદાર પ્રમાણિક
૨૨) લાંબા ગાળાના ધ્યેય વિષે સ્પષ્ટ
૨૩) ઈર્ષ્યા મુક્ત
૨૪) જાત માટે પ્રેમ અને આદર

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

સરસ. ખબર હોવા છતાં અમલમા સહેલાઈથી ન મૂકી શકાતા ગુણો વારંવાર આંખ સામે આવે તો ક્યારેક એકાદ બે વાત ક્લિક પણ થઈ જાય.

પ્રવાહ સથે ન તરનાર આવા માણસો અસફળ થવાની શક્યતા વધારે છે !!!

દાદા, મને લાગે છ કે પ્રવાહ સાથે તરનાર “એક્સેલન્ટલી એવરેજ” બની રહે છે જ્યારે પ્રવાહ વીરુધ્ધ તરનાર “એવરેજલી એક્સેલન્ટ” બને છે. આવા ઉદાહરણ વધુમતીમાં છે.

આજે પહેલી વાર જ ‘ પરીમીતી’ ની નીચેનું વાક્ય વાંચ્યું અને ગમી ગયું.

આ નવો થીમ પણ સરસ છે. સાદો પણ સ્પષ્ટ વંચાય તેવો.

સફળતાની માપણી બે પધ્ધતિથી કરી શકાય.

૧. બીજા લોકો આપણને સફળ ગણે
૨. આપણે આપણને સફળ ગણીએ.

જો પહેલી પધ્ધતિથી માપણી કરવામાં આવે તો દાદાની વાત સાચી લાગે છે અને જો બીજી પધ્ધતિ થી માપણી કરવામાં આવે તો ચિરાગભાઈની વાત સાચી લાગે છે.

મને પહેલી માપણી કરતા બીજી માપણી વધારે પસંદ છે.

સમજ્વા જેવા લક્ષણ આભાર બીજા તમે વાચેલા હકારાત્મક લેખ મુકવા વિન્ન્તિ

હુ ૧,૨,૭,૧૪,૧૬,૧૭,૧૯ અને ૨૦ નંબરના ગુણો વધારવા માગુ છુ…..મને અસફળ કરવામાં મદદ કરશો….

જય ગુરુદેવ,
ચિરાગભાઈ, સફળ માણસના ૨૪ - લક્ષણોને ચિંતન, મનન અને જીવનમાં આચરણમાં ઉતારવામાં આવે તો ખરેખર અસફળ માણસ પણ સફળતાની નજીક પહોંચી જાય, આપણી “જાત માટે પ્રેમ અને આદર”(આત્મવિશ્વાસ) હોય એ જ સફળતાની જનની કહેવાય, ખુબ જ સરસ સંકલન બદલ આભાર..

કાંતિભાઈ કરસાળા,
http://gaytrignanmandir.wordpress.com/

Leave a comment

(required)

(required)