ઉંઝાની રમુજી વાતો
ઉંઝાની રમુજી વાતો - ચીરાગ પટેલ જુન 29, 2009
મીત્રો, ખોટું ના લગાડતાં. આ તો નેટ જગતમાં ઉંઝા પરના ટુચકા વાંચીને મને પણ ચાનક ચઢીને લખી માર્યું. કેવું લાગ્યું એ જણાવશો? હું બીજા બ્લૉગરની જેમ તમારી ટીપ્પણીઓ અને પ્રત્યુત્તરોને બ્લૉક નહીં કરું (જો અશ્લીલ કે અશીષ્ટ ભાષા નહીં હોય તો).
એક પ્રખ્યાત રૉક ગાયક/સન્ગીતકારના શબ્દો છે: It can’t happen here - is the number 1 on the list of famous last words! થોડીક રમુજી ઘટનાઓ:
— x - x - x —
1)
એક ભાઈ ઘરમાં બારી-બારણાં બન્ધ કરીને બેઠાં હતાં. મેં બારણું ખખડાવ્યું અને ખોલાયા બાદ જોયું કે, જે ભાઈને હું મળવા ગયો હતો તેઓ કોઈ અઘરો હઠયોગનો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.
મેં પુછ્યું, “આ શું?”
તેમણે કહ્યું કે, “હઠયોગનું આ આસન કરતી વખતે તડકો કે પવન શરીરને લાગે તો ભન્ગ પડે, એટલે બધું બન્ધ કરીને બેઠો છું.”
મેં પુછ્યું, “ભલા માણસ. બહાર સરસ મજાનો કુમળો તડકો અને મન્દ-મન્દ વાતો પવન માણવાને બદલે આ શું કરવા બેઠા?”
તો કહે, “આ આસન સીધ્ધ થશે તો મારા શરીરમાં પુરતો પ્રાણવાયુ જશે અને મને વીટામીન ડીની ઉણપ નહીં રહે.”
2)
એકવાર એક ભણતો છોકરો પરીક્ષા પહેલાં માંદો પડ્યો. તેના દાદીમાએ સારો “ખુલાસો” થાય એટલા માટે ઉંઝાનું ઈસબગુલ ખાવા આપ્યું. છોકરો તો જાણે અભડાઈ ગયો હોય એમ દુર ભાગ્યો.
દાદીમાએ પુછ્યું તો તેણે જણાવ્યું કે, “હું તો જોડણીકોષના નીયમો ગોખતો હતો.”
દાદીમા પુછે, “શા માટે”.
છોકરો કહે, “કાલે પરીક્ષામાં 4 માર્કની જોડણીના પ્રશ્નો છે, એટલે.”
દાદીમા કહે, “અલ્યા, એ 4 માર્ક માટે આટલી મથામણ કરે છે અને માન્દો પડી ગયો! એના કરતાં બીજું બધું સુધારવા બેઠો હોત તો.”
છોકરો કહે, “દાદી, તને ના ખબર પડે. એ તો ગાન્ધીબાપુ ચીન્ધ્યો મારગ છે.”
દાદીમા કહે, “બેસ ચીબાવલા. ગાન્ધીબાપુનું બીજું બધું ભુલી બેઠો અને આ એક વાત પકડી રાખી. મુર્ખા, બાપુ જીવતા હોત તો તને આમ આંખે ડાબલા બાન્ધેલો ઘોડો ના થવા દીધો હોત.”
3)
એકવાર ઉંઝાવાદી અને સાર્થવાદી કૅમ્પીન્ગમાં ગયા (સાથે ગયા એ જ મોટી વાત છે). રાત્રે તમ્બુ તાણીને બધાં સુતા હતાં. મોડી રાત્રે વાવાઝોડાને લીધે બધાં જાગી ગયાં.
જાગ્યા બાદ સાર્થવાદી કહે, “અરે વાહ, શું નજારો છે? સરસ મજાના પહાડો, ચાન્દની રાત, ટમટમતાં તારલાં અને જોશભેર વાતો પવન. વાહ, વાહ, મજા પડી ગઈ.”
ઉંઝાવાદી કહે, “શું ખાક મજા પડી? અલ્યા, આપણો તમ્બુ ઉડી ગયો છે. એને શોધ પહેલાં.”
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

વાહ, અહીં મુકતતાથી પ્રતીભાવ તો અપાશે!!
આ ચડસાચડસીમાં ઉભય પક્ષે સર્જકતા ખીલી રહી છે, એ જોઈ આનંદ થયો.પણ જાણીતા સર્જકોય આ રવાડે ચઢે એ જાણી દુખ થાય છે. તારા જેવા માટે તો આ મહાન તક ઉભી થઈ છે.