વ્યાસ ઈતીહાસ
વ્યાસ ઈતીહાસ - ચીરાગ પટેલ ડીસેમ્બર 25, 2008
આપણે બધાં જ “વ્યાસ”થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની પછી “વેદ વ્યાસ” નામે જાણીતાં થયાં. આવા આ વ્યાસની પરમ્પરાને આપણે “શ્રીમદ ભગવતી ભાગવત”ના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાયમાં જણાવ્યાં પ્રમાણે ઓળખીએ.
સૌપ્રથમ પુરાણો પ્રમાણે સમયનાં એકમ સમજીએ.
1 મહાકલ્પ = 309,173,760,000,000 મનુષ્ય વર્ષ = 100 બ્રહ્મા વર્ષ
1 બ્રહ્મા વર્ષ = 360 બ્રહ્મા દીવસ
1 બ્રહ્મા દીવસ = 2 કલ્પ
1 કલ્પ = 4,294,080,000 મનુષ્ય વર્ષ = 14 મંવંતર
1 મંવંતર = 306,720,000 મનુષ્ય વર્ષ = 71 મહાયુગ
1 મહાયુગ = 4,320,000 મનુષ્ય વર્ષ = 4 યુગ (સત, ત્રેતા, દ્વાપર, કલી)
1 કૃતયુગ (સતયુગ) = 1,728,000 મનુષ્ય વર્ષ
1 ત્રેતાયુગ = 1,296,000 મનુષ્ય વર્ષ
1 દ્વાપરયુગ = 864,000 મનુષ્ય વર્ષ
1 કલીયુગ = 432,000 મનુષ્ય વર્ષ
આપણો અત્યારે જે મંવંતર ચાલે છે એને “વૈવસ્વત” નામનો સાતમો મંવંતર કહે છે. આ મંવંતરમાં અત્યારે 28મો મહાયુગ ચાલી રહ્યો છે. આવા 28મા દ્વાપરયુગમાં આપણાં “વેદવ્યાસ” કૃષ્ણ દ્વૈપાયન થઈ ગયાં. દરેક મહાયુગના દ્વાપરયુગમાં જે તે યુગના “વેદવ્યાસ” થાય છે. શ્રીમદ ભગવતી ભાગવત કે દેવીભાગવતમાં જણાવ્યાં મુજબ નીચે મુજબનાં યુગ પ્રમાણે વ્યાસ થયાં.
[દ્વાપરયુગ - વેદ વ્યાસ]
1 - બ્રહ્મા
2 - પ્રજાપતિ
3 - શુક્રાચાર્ય
4 - બૃહસ્પતિ
5 - સૂર્ય
6 - મૃત્યુ
7 - ઇન્દ્ર
8 - વસિષ્ઠ
9 - સારસ્વત
10 - ત્રિધામા
11 - ત્રિવૃષ
12 - ભરદ્વાજ
13 - અંતરિક્ષ
14 - ધર્મ
15 - ત્રય્યારુણિ
16 - ધનંજય
17 - મેધાતિથિ
18 - વ્રતિ
19 - અત્રિ
20 - ગૌતમ
21- ઉત્તમ હર્યાત્મા
22 - વાજશ્રવા વેન
23 - અમુષ્યાયણ સોમ
24 - તૃણબિન્દુ
25 - ભાર્ગવ
26 - શક્તિ
27 - જાતુકર્ણ્ય
28 - કૃષ્ણ દ્વૈપાયન (હાલ)
29 - દ્રોણપુત્ર અશ્વત્થામા (હવે પછી)
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

સુંદર માહિતી
એક મન્વન્તરમાં ૧૪ ઈન્દ્રો બદલાઈ જાય છે. દેવતાઓના રાજાને ઈન્દ્ર કહેવામાં આવે છે. જેમ આપણે રાષ્ટ્રપ્રમુખ કે વડાપ્રધાન નામનું પદ હોય છે તેમ દેવતાઓના રાજાનું જે આસન છે તે આસન ઉપર બેસનાર ઈન્દ્ર કહેવાય છે. પહેલાના કર્મકાંડો અને સત્કાર્યો આ ઈન્દ્રાસન મેળવવાની લાલચથી કરવામાં આવતા.
આ બધી ગણનાઓના અંતે શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે આ બધુ જાણીને યોગી કશાથી મોહિત થતો નથી કારણકે આ બધાની સત્તા કાળને આધિન છે જ્યારે યોગી કાળાતિત બ્રહ્મ સાથે ઐક્ય સાધીને સર્વોચ્ચ આનંદ પામે છે કે જે સાપેક્ષ નહી પણ નિરપેક્ષ અને નિરાલંબ હોય છે.