હોલોગ્રાફીક યુનીવર્સ

હોલોગ્રાફીક યુનીવર્સ - ચીરાગ પટેલ નવેમ્બર 08, 2008

ઘણાં વખતથી વીશ્વની “હોલોગ્રાફીક” પ્રકૃતી વીશે લખવાની ઈચ્છા હતી. આજે લખવા બેઠો છું.

સહુપ્રથમ, હોલોગ્રાફીક થીયરી શું છે એ સમજીએ. આ માટે http://en.wikipedia.org/wiki/Holography એ એક સારો સ્ત્રોત છે. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પદાર્થ પર કોઈ ઉદગમમાંથી આવતાં પ્રકાશના તરંગો અથડાઈને પરાવર્તન પામ્યા બાદ કોઈ પડદા પર પડે, અને સાથે એ જ ઉદગમમાંથી આવતાં અને પડદા પર સીધાં અથડાતાં તરંગો એકબીજા પર સમ્પાત થતાં પડદાં પર જે આકૃતી રચાય એને હોલોગ્રાફીક ઈમેજ (holographic image) કહે છે. આ આકૃતી વ્યતીકરણ (interference) કે વીવર્તન (diffraction)ની પ્રકાશીય ઘટનાને કારણે રચાય છે.

હવે જાદુ જુઓ, હોલોગ્રાફીક ઈમેજને જુઓ તો એવું લાગે કે જાણે કોઈએ જુદા-જુદા કદના અને શેડના વર્તુળો દોર્યાં છે! આ ઈમેજ પર હવે જે ઉદગમમાંથી પ્રકાશ આવ્યો હતો એવો જ પ્રકાશ પાડતાં મુળ પદાર્થ દેખાય. વળી, એક બીજી ખાસીયત એ કે, હોલોગ્રાફીક ઈમેજ ધરાવતાં પડદાના ગમે તેટલા નાના ટુકડાં કરીએ, એ દરેક ટુકડો મુળ પદાર્થને સમ્પુર્ણપણે બતાવી શકે છે!!! એટલે કે દરેક વર્તુળ મુળ પદાર્થની છાપ ધરાવતું હોય છે, એમ કહી શકાય. હા, વર્તુળના કદ અને શેડ પ્રમાણે મુળ પદાર્થની પ્રતીકૃતી નાની-મોટી અને ધુન્ધળી કે સ્પષ્ટ દેખાઈ શકે છે.

આ થીયરીને આધાર લઈને ડેવીડ બોહ્મ (David Bohm) નામના ભૌતીકશાસ્ત્રી અને કાર્લ પ્રીબ્રમ (Karl Pribram) નામનાં મનોવૈજ્ઞાનીકે બ્રહ્માંડ અને જીવન વીશે એક અલગ થીયરી આપી, જેને હોલોગ્રાફીક પેરેડાઈમ (holographic paradigm) કહે છે. એના વીશે વધુ માહીતી: http://en.wikipedia.org/wiki/Holographic_paradigm. દરેક ક્વોંટમ થીયરીની જેમ આ થીયરી પણ ચર્ચાસ્પદ છે.

આપણાં મગજમાં જ્ઞાનતંતુઓ સળંગ નલીકા બનેલા નથી હોતા. આ જ્ઞાનતંતુઓ જ્યાં મગજના કોષોને મળે છે ત્યાં વચ્ચે અવકાશ હોય છે અને જાણે વાયરલેસ રેડીયોની જેમ સન્દેશો (વીદ્યુતપ્રવાહ સ્વરુપે) કોષોને મળે છે. યાદશક્તીને લગતી નવી માન્યતા એ છે કે, મગજનાં ગમે તેટલા ટુકડા કરીએ તો પણ દરેક યાદગીરી એ દરેક ટુકડાઓમાં સમાયેલી હોય છે! એમ હોવાના કારણ તરીકે હોલોગ્રાફીક થીયરી રજુ કરાઈ છે. જ્યારે બે જ્ઞાનતંતુઓ એક જ માહીતીનું વહન કરતાં હોય તો એ હોલોગ્રાફીક ઈમેજ ઉત્પન્ન કરતાં હોય છે, જે મગજના દરેક કોષોમાં સંગ્રહાય છે!

ઘણાં હોલોગ્રાફીક થીયરીના સમર્થકો એવું માને છે કે, આપણું બ્રહ્માંડ પણ હોલોગ્રાફીક ઈમેજ છે. તેમના કહેવા મુજબ આખું બ્રહ્માંડ જેવું છે એવું એક કણમાં પણ છપાયેલું છે, જે બ્રહ્માંડે તે પીંડે વાળી વાત મુજબ જ. માત્ર એક કણનો સમ્પુર્ણ અભ્યાસ કરવાથી સમગ્ર બ્રહ્માંડનો પરીચય થઈ જાય છે. થીયરી ઓફ એવરીથીંગ (Theory of Everything - TOE) પર કામ કરનાર વૈજ્ઞાનીકો ક્વોંટમ મીકેનીક્સ (quantum mechanics) અને ગ્રેવીટી (gravity) ના સીધ્ધાંતોનો સમંવય કરતી ક્વોંટમ ગ્રેવીટી (quantum gravity) ની થયરી વીશે વીચારે છે. તેઓ હોલોગ્રાફીક પ્રકૃતીને વધુ માન્યતા આપતાં થયાં છે.

આપણાં પ્રાચીન સાહીત્યમાં કહ્યું છે કે, જે બ્રહ્માંડે વસતો એ જ કણ કણમાં પણ વસતો.

Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.

Comments

સરસ લેખ.

બહુ જ મજાની વાત લખી. આ વાતની ખબર જ નહોતી. અણુ અણુમાં વ્યાપ્ત બ્રહ્મની વાત અહીં કેવી સચોટ સાબીત થાય છે !

સાભાર, –જુ

હવે ભૌતિક વિજ્ઞાનની મદદથી આ આધ્યાત્મિક સત્યો વધારે સારી રીતે સમજાવી શકાશે.

જીવ અને બ્રહ્મની એકતા સાબીત કરવા માંગતુ વેદાંત કહે છે કે આપણું અંતઃકરણ આ બ્રહ્મને જીલવાનો અરીસો છે. અને જ્યાં જ્યાં આ અંતઃકરણ હોય છે ત્યાં એક અખંડ બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે જેને ચિદાભાસ કહેવામાં આવે છે. અને અંતકરણ આ અખંડ બ્રહ્મ સાથે જ્યાં સંકળાય છે તેટલા બ્રહ્મના ચૈતન્યને કૂટસ્થ કહેવામાં આવે છે. સામાન્ય ચૈતન્ય તો દરેક સ્થળે અને સર્વત્ર છે પણ જ્યાં આ અંતઃકરણ હોય છે ત્યાં તે બ્રહ્મની સત્તા ગ્રહણ કરીને હું એવો એક ભાવ ઉભો કરે છે. આપણે બધા જીવો અંતઃકરણ ધરાવતા હોવાથી આ એક જ બ્રહ્મ નું ચૈતન્ય ગ્રહણ કરીને હું હું એમ કરીએ છીએ. હવે જો આપણે આ અંતઃકરણનું તાદાત્મ્ય છોડીને આ બ્રહ્મના ચૈતન્ય સાથે એટલે કે કૂટસ્થ અથવા તો આપણા આત્મા સાથે અનુસંધાન કરીએ તો આ મિથ્યા હું નો બાધ થાય છે અને યથાર્થ હું અનુભવાય છે. પણ આ અનુભૂતી કાં તો નિદિધ્યાસનના પરીપાક રૂપે થાય છે અથવા તો નિર્બીજ સમાધી વખતે થાય છે. અને તેને માટે નીરંતર પુરુષાર્થની આવશ્યકતા રહે છે.

મને જેટલું સમજાયું તેટલું કહ્યું છે. આપણા અધ્યાત્મ શાસ્ત્રનો ગહન અભ્યાસ કરવા જેવો છે અને તેના નીચોડને જીવનમાં અમલમાં મુકવા જેવા છે. ઋષિઓએ કરેલ આટલી મહેનત આપણે વેડફી ન નાખવી જોઈએ. આપનો પુરુષાર્થ પ્રશંસનિય છે.

લગે રહો…

Leave a comment

(required)

(required)