પગરણ – ચીરાગ પટેલ

પગરણ – ચીરાગ પટેલ Apr 08, 2008

આશ્ચર્ય એક મને, લાગી કેમ વાર આટલી,
સમજીને પણ અણસમજ રહ્યો, હવે નહીં.

મળવું છે તને ચાહથી તારા એકાંતમાં.
સામ્ભળવા છે પગરણ નવા તારા હૈયામાં.

હમ્મેશા રાખ્યો છે જે સંયમ મેં,
તોડવો છે મારે ચાહથી નવા એકાંતમાં.

કહે તું ‘ના’ તો પણ હવે મારો હક છે જે,
છીનવે ભલે તું, હું છીનવી નહીં શકું હવે.

હરેક આવરણ હટાવીને બેસું તારા એકાંતમાં,
ટેકવું મસ્તક તારું હવે મારા ખભે હામથી.

ઓગળવા ભલે મથે તારું અસ્તીત્વ મારામાં,
હું પણ ઓગળી જાઉં મારા અસ્તીત્વમાં.

આતમઘેલો થઈ બેસું સમી સાંજે દરીયાકાંઠે,
તું મારાથી અળગી બેસી કેમ શકે ત્યારે?

સુરજનું સીંદુર પુરું તારા મસ્તક પર જોજે,
ચાન્દલીયો ચાન્દલો સોહાવું તારા ભાલ પર.

તારલીયાંને ટમટમતા સજાવું તારા દેહ પર,
નીતરી જાઉં પુરો રજની હુંફાળી સંતાડે હેતે.

ભલે થાય સશસ્ત્ર અથડામણ, સજાવી તે ઢાલ,
મેં લીધી તલવાર, એક ભગવે બેસીએ પછી.

આમ બેસી રહું સંગાથે તું પણ બેસે એમ જ,
શબ્દોની શી જરુર, હૈયું તો બોલકું છે કાયમ.

દરીયો, આકાશ, ચાન્દો, તારલાં, તું અને હું,
પુરતાં છે આખું વીશ્વ ભીંજવવા સંગાથે.

સ્વીકારશે આ ઉર્વશીને હવે આ અર્જુન,
નહીં દોહરાવે ઐતીહાસીક ભુલ ફરી હવે.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.