પડઘાતી તું – ચિરાગ પટેલ
તારું ઉઘડતું અસ્તિત્વ પામવા
વાંચો મારી આંખોનાં દીવડાં
તારા રેશમી વાળ પસવારવા
જુઓ મારા રોમેરોમ ખીલેલાં
તારા હોઠની કુમાશ અનુભવવા
માણો મારા ગાલોની રતાશ
તારા આશ્લેષની હૂંફ મેળવવા
સાંભળો મારા હૈયાની ધડકન
તારા ચુંબનની ભીનાશ લેવા
પકડો મારૂ દોડતું રક્ત
તારા સ્મિતની ઝલક પામવા
અનુભવો મારી ઘેલી કવિતા
તારા એકેક અણુને સમેટવા
સમેટો “દીપ”ની અચલ “રોશની”