ઉર્જા – ચિરાગ પટેલ Apr 12, 2005

ઉર્જા – ચિરાગ પટેલ Apr 12, 2005

પ્રેમની અખૂટ ઉર્જા પ્રિયે, યાદ આવી મુજને ફરી;
પ્રેમની લહેરખી એ જન્માવેલી આત્મિય ક્ષણો એ;
યાદ આવી મુજને ફરી.

વર્ષો વીત્યાં ક્ષણાર્ધમાં, અંગત ક્ષણો મળી મુજને ફરી;
લાગણીભીનાં પત્રોએ જગાડ્યાં બંધ દ્વાર આજે મારા;
અંગત ક્ષણો મળી મુજને ફરી.

સ્નેહથી ભરપૂર લથબથ, સુવાસ મળી મુજને ફરી;
પ્રેમના પરીપાક રૂપે ખીલેલું ગુલાબ પ્યારું આપણું;
સુવાસ મળી મુજને ફરી.

જીવતી ક્ષણોનું બળ સાંભર્યું, બળ મળ્યું મુજને ફરી;
વિશ્વને જીતવાનું સામર્થ્ય ઉત્મન્ન થયું એક પ્રયત્ને;
બળ મળ્યું મુજને ફરી.

પ્રભુને કરેલી અભ્યર્થના એવી, સાંભરી મુજને ફરી;
એકરાર વચનોનો, સંગાથ હરહંમેશ માટેની પ્રાર્થના;
સાંભરી મુજને ફરી.

હ્રદયાંકુર પ્રજ્વળી ઉઠ્યાં જાણે, પ્રેમ નીતર્યો ફરીથી;
નવચેતન પ્રગટ્યું જાણે, ધબકાર મળ્યો જાણે;
પ્રેમ નીતર્યો ફરીથી.

  • ચિરાગના પ્રેમની અભિવ્યક્તિ ફરીથી.
Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.