નવરાત્રિ મંત્રો

નવરાત્રિ મંત્રો – ચિરાગ પટેલ સપ્તર્ષિ સંવંત 8695 ભાદ્રપદ અમાવસ્યા 2019 સપ્ટેમ્બર 28 શનિવાર

#નવરાત્ર #નવરાત્રિ #દેવીભાગવત #મહાપુરાણ #navratri #devibhagavat #mahapurana

(શ્રીદેવીભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ વિષે અધ્યાય 26 શ્લોક 53-62)

 1. कुमारस्य च तत्त्वानि या सॄजत्यपि लीलया। कादीनपि च देवांस्तान् कुमारीं पूजयाम्यहम्॥
  જે દેવી કુમારનાં તત્ત્વોને લીલાથી સર્જે છે અને બ્રહ્માદિ દેવોને પણ સર્જે છે તે કુમારિકાને હું પૂજું છું.
 2. सत्त्वादिभिस्त्रिमूर्तिर्या तैहिं नानास्वरुपिणी। त्रिकालव्यापिनी शक्तिस्त्रिमूर्ति पूजयाम्यहम्॥
  જે શક્તિ સત્ત્વાદી ત્રણ ગુણો વડે ત્રણ મૂર્તિવાળાં, તેજ ગુણો વડે અનેક સ્વરૂપવાળા અને ત્રણ કાળમાં વ્યાપ્ત છે, તે ત્રિમૂર્તિને હું પૂજું છું.
 3. कल्याणकारिणी नित्यं भक्तानां पूजताऽनिशम्। पूजयामि च तां भक्त्या कल्याणीं सर्वकामदाम्॥
  સદૈવ પૂજેલાં જે દેવી ભક્તોનું કલ્યાણ કરે છે, તે સર્વ કામનાઓ આપનારાં કલ્યાણીને હું ભક્તિથી પૂજું છું.
 4. रोहयन्ती च बीजानि प्राग्जन्मसंचितानि वै। या देवी सर्वभूतानां रोहिणीं पूजयाम्यहम्॥
  જે દેવી સર્વ પ્રાણીઓનાં પૂર્વ જન્મમાં એકઠાં કરેલાં (કર્મરૂપ) બીજોને ઉગાડનાર છે, તે રોહિણીને હું પૂજું છું.
 5. काली कालयते सर्वं ब्रह्माण्डं सचराचरम्। कल्पान्तसमये या तां कालिकां पूजयाम्यहम्॥
  જે કાલીદેવી સૃષ્ટિના અંત સમયે સ્થાવર-જંગમ સહિત સર્વ બ્રહ્માણ્ડનો નાશ કરે છે, તે કાલિકાને હું પૂજું છું.
 6. चण्डिकां चण्डिरुपां च चण्डमुण्डविनाशिनीम्। तां चण्डपापहरिणीं चण्डिकां पूजयाम्यहम्॥
  જે ચંડિકા દેવી ઉગ્રસ્વરૂપવાળા, ચંડ -મુંડનો નાશ કરનારાં તથા ઉગ્ર પાપોને હરનારાં છે, તે ચંડિકાને હું પૂજું છું.
 7. अकारणात् समुत्पत्तिर्यन्मयैः परिकीर्तिता। यस्यास्तां सुखदां देवीं शांभवीं पूजयाम्यहम्॥
  જે દેવીસ્વરૂપ વેદોએ જેમની ઉત્પત્તિ અકારણથી જ કહી છે – જેમની ઉત્પત્તિ પોતાથી જ છે – બીજા કોઈ કારણથી નથી, તે સુખ આપનારા શામ્ભવી દેવીને હું પૂજું છું.
 8. दुर्गा त्रायति भक्तं या सदा दुर्गार्तिनाशिनी। दुर्ज्ञेया सर्वदेवानां तां दुर्गां पूजयाम्यहम्॥
  જે મુશ્કેલ પીડાઓનો નાશ કરનારાં જે દુર્ગાદેવી ભક્તનું સદા રક્ષણ કરે છે, અને સર્વ દેવોને જે જાણવાં મુશ્કેલ છે, તે દુર્ગાને હું પૂજું છું.
 9. सुभद्राणि च भक्तानां कुरुते पूजिता सदा। अभद्रनाशिनीं देवीं सुभद्रां पूजयाम्यहम्॥
  પુજેલા જે દેવી ભક્તોનાં સદા શ્રેષ્ઠ કલ્યાણો કરે છે, તે અમંગલોનો નાશ કરનારાં સુભદ્રાદેવીને હું પૂજું છું.

एभिर्मंत्रैः पूजनीयाः कन्यकाः सर्वदा बुधैः। वस्त्रालंकरणैर्माल्यैर्गन्धैरुञ्चावचैरपि॥
આ મંત્રો વડે સમજુ મનુષ્યોએ વસ્ત્રો, અલંકારો, પુષ્પો તથા જાતજાતનાં સુગંધી દ્રવ્યોથી પણ કન્યાઓનું સદા પૂજન કરવું.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.