મનમોહન – બંસીધર પટેલ

મનમોહન – બંસીધર પટેલ

સમુદ્રમંથન થકી મળ્યું વિષ અને અમૃત ભેગું;
દેવો દૈત્ય લડ્યાં માંહે , શંકર નિલકંઠ વિષહરે પીધું ઝેર;
એટલે જ સ્તો કહેવાયા મહાદેવ, ભોલે બમબમ સદાશીવ.
====================================
બંસરીમાં મન મારુ મોહ્યું, કાના તારા લાખેણા રૂપ લાગે અરૂપ;
સીદને છેડે તું મુજને મનમોહન, તારી વાત સહુથી કરવાની જરૂર.

ધરમ મારે એક જ વ્હાલા, સદાય રહું મસ્ત તારા નાદ સૂરમાં;
રહે જીવન કે જાય ભલે, પામું અમૃત વરસતું તારા અધરનું.

પહેલાં મને પહેરાવી ઓઢણી, ભાગી ચાલ્યો કુંજગલી ઓ જાર!
ટેલ નાખી મેં વૃંદાવન ધામ, ન મળી કોઈ તારી મને ભાળ;
લગની લાગી વ્હાલા તારા પ્રેમની, રહે તું ઉરમાં હરદમ.

વન વગડામાં વાગે તારી વાંસળી, દોડી જાય, ગોપી, ગૌમાતા અનેક;
ડોલતાં હૈયાં વલોવાઈ જાય, માખણચોર મળશે મને કેણા ઘાટ?

દલડું દોહીને મેં કર્યું છે એકઠું, વ્હાલા પધાર અત્રે તત્ક્ષણ;
રાસ રમવા ઘેલુડી સહુ ગોપીઓ, મુરલીધર વેલુડા પધારો અમ સંગ.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.