મમતા – ચિરાગ પટેલ

મમતા – ચિરાગ પટેલ 2020 મે 08 શુક્રવાર 8696 વૈશાખ કૃષ્ણ પ્રતિપદા

મમતામયી લાગણીએ ધર્યું સ્વરૂપ સાકાર;
‘મા’નો પડછાયો ઉગ્યો લઇ આ આકાર!
જગતધાત્રીની ભાવનાઓ વહી અનરાધાર;
છે એના અગણિત કૃપાનિતર્યા ઉપકાર!

જન્મ આપી ઉછેર્યો આ બાળ અબુધ,
સીંચી પોષક જગ અમૃત કર્યો સમૃદ્ધ.
શીખવ્યાં, આપ્યાં, ભાષા જ્ઞાન, ગણિત;
કરી પાયો પાકો સમજાવી સંસાર રીત.

ભાવ નીતર્યું હાસ્ય, હૂંફભરી પલકો;
શાતાદાયક સ્પર્શ, પ્રેમઘોળ્યાં શબ્દો.
ઉમટેલાં સ્વપ્નનાં હૈયે સમંદરો,
સર્વે મૂર્ત થઈ આશિષ મેઘ વરસ્યો!

“દીપ”ની રોશની પ્રસરાવે સુગંધી,
જયારે “મા” સંસારે “મા” થઈ પ્રગટે.

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.