ક્રીડા – ચીરાગ પટેલ Oct 26, 2007

ધન અને ઋણની જો, કેવી થઈ આવી ક્રીડા;
જન્માવે અગનજ્વાળા, કેવી ભારે મીઠી પીડા.

મધઝરતી આંખોના કામણ, પરાગઝરતા અધરો;
ગ્રસી લીધાં બધાં રજ, પ્રગાઢ ચુંબને આ અધરો.

સુરાહી-શી ગરદન પર, મચાવ્યું કમઠાણ ચુંબને;
નીપજી કેવી દંતાવલી, રક્ત-બીબું જે સુરાકંઠને.

ઉત્તંગ હીમાલય શા ભાસતાં, બે કુચ કેવાં મસૃણ;
ઓષ્ઠોથી શીલ્પ કંડારું ગીરીરાજે, આકારે અણજાણ.

નાભી કસ્તુરીને માણું, તરબતર કરું મન-ઉપવન;
કાળી ગહેરાઈમાં છે લતાઓ, આખેટ મારું એ વન.

પુષ્ટ નીતંબોની અફાટ ખીણે, ખળખળ હું વહેતો;
ઉગતી સહુ મારા હ્રદયાકાશે, વનરાઈઓ હું માણતો.

આગ્નીધ્ર એવી વેદી મહીં, ઘૃત છાંટણાં જો કરું;
અર્ધ્ય આપ્યો એ યજ્ઞે, સમતુષ્ટી પામ્યાં જે ખરું.

આવી જન્મી છે સૃષ્ટી પ્રીયા, ભવોભવ આ જ ખેલ;
શરું થયો છે ત્યાંથી, સત પામવા ખરાખરીનો ખેલ.

Print Friendly, PDF & Email

2 thoughts on “ક્રીડા – ચીરાગ પટેલ Oct 26, 2007

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.