કોણ પહેલું? – – ચિરાગ પટેલ Dec 10, 2019

કોણ પહેલું? – – ચિરાગ પટેલ Dec 10, 2019

મનુષ્ય પહેલાં વાનર હતો.

વાનર પહેલાં મહાકાય પ્રાણીઓ જેવા કે ડાયનૉસૉર હતાં.

પ્રાણીઓ પહેલાં વનસ્પતિ હતી.

વનસ્પતિ પહેલાં ફૂગ અને લીલ હતી.

ફૂગ અને લીલ પહેલાં બૅક્ટેરિયા હતાં.

બૅક્ટેરિયા પહેલાં વાયરસ હતાં.

વાયરસ પહેલાં સમુદ્ર હતો.

સમુદ્ર પહેલાં લાવા હતો.

લાવા પહેલાં સૂર્ય હતો.

સૂર્ય પહેલાં હાઇડ્રોજનનું વાદળ હતું.

હાઇડ્રોજનના વાદળ પહેલાં પ્રકાશ હતો.

પ્રકાશ પહેલાં નાદ હતો.

નાદ પહેલાં વાયુ હતો.

વાયુ પહેલા ક્વાર્કનું ફીણ હતું.

ક્વાર્કના ફીણ પહેલા ક્વાર્કનું પ્રવાહી હતું.

ક્વાર્કના પ્રવાહી પહેલા અંધકાર હતો.

અંધકાર પહેલા સમય હતો.

સમય પહેલા અક્ષર બીજ હતું.

અક્ષર બીજ પહેલા જૂનું કોઈ બ્રહ્માંડ હતું.

એ બ્રહ્માંડ એની પહેલાના અક્ષર બીજથી બન્યું હતું.

આ ચક્રની શરૂઆત કોણે કરી?

ૐ અને રુદ્ર કે શિવમાંથી પહેલું અક્ષર બીજ બન્યું.

(અથર્વશિર ઉપનિષદ પર આધારિત)

(originally published at http://evidyalay.net/archives/107650)

Print Friendly, PDF & Email

One thought on “કોણ પહેલું? – – ચિરાગ પટેલ Dec 10, 2019

  1. સુરેશ જાની says:

    ઘણા વખત પછી આ થાનકે આવ્યો. આમ તો મારું જ હતું. પણ હવે પહોંચી વળાતું નથી!

    સમય મળે તેમ તેમ આ શ્રેણી ચાલુ રાખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.