ખાલીપો – ચિરાગ પટેલ

ખાલીપો – ચિરાગ પટેલ 8596 પોષ શુક્લ ચતુર્દશી 2020 જાન્યુઆરી 09 ગુરુવાર

“દીપ”ની જ્યોતિના સૂનકારમાં,
લાગણીની રંગોળી પૂરતી “રોશની”!

હૃદયની ધડકનોના નિઃશબ્દ વિરામને,
પ્રેમગાને રણકાવી દેતી તું!

શ્વાસ-ઉચ્છવાસના મૃત અવકાશને,
પ્રાણશક્તિથી સંચારિત કરતી તું!

વિચારોના વમળમાં થંભેલી ક્ષણોને,
ચૈતન્યથી પ્રેરિત કરતી તું!

જીવનના કોલાહલમાં સ્તબ્ધ આયખાને,
માતૃત્વની હૂંફ આપતી તું!

સર્જન-વિનાશના ચક્રની સુષુપ્તિને,
ચાલક શક્તિ આપતી તું!

અણુ-પરમાણુનાં અતિરિક્ત સ્થાનને,
ધારક શક્તિથી સાંકળતી તું!

મારા સર્જેલા સર્વે મિથ્યા ખાલીપામાં,
પ્રગટાવતી નવું સત્ય સદૈવ તું!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.