હું – ચીરાગ પટેલ જાન્યુઆરી 06, 2009
હું.
અદનો માનવી.
“મા”ના ચરણોની રજ.
પ્રીયા! તારા અસ્તીત્વનું કારણ.
સખી! તારા હ્રદયની ધડકનો વચ્ચેનો ખાલીપો ભરતો અવકાશ.
તારા શ્વાસ અને ઉચ્છવાસથી નીપજતી પ્રાણશક્તી.
તારા રક્તબુંદોની ગતી વધારતો સંચાર.
તારા ચહેરાની લાલીમાને પ્રજ્વાળતો પ્રેમ.
તારી દેહલતાને કમનીયતા આપતો નીખાર.
ચાન્દરૂપી તને સતત નીહાળતો ધ્રુવનો તારો.
ગુલાબ જેવી તારી કુમાશનું રસપાન કરતો કીટ.
પારીજાત સમ તારી પવીત્ર સુવાસને માણતો પવન.
તારા વીરહની અગ્નીમાં ઝંપલાવતો વરસાદ.
તારા નયનતારાંને ચમકારો આપતો સુરજ.
તારા સતત ધોધમાર પ્રેમ-વ્હેણને વધાવતો દરીયો.
તારા પ્રાણનું મારા પ્રાણ સાથે અનુસંધાન કરતો.
હું.