ગુજ્જુ – ચિરાગ પટેલ

ગુજ્જુ – ચિરાગ પટેલ 8596 મહા કૃષ્ણ પ્રતિપદા 2020 જાન્યુઆરી 25

#ગુજ્જુ #gujju #gujarati #ગુજરાતી

ગુજ્જુ શબ્દ સાંભળતા મનમાં અનેક તરંગો આંદોલિત થવા લાગે!
શું આ વ્યંગમાં બોલાયેલો શબ્દ છે?
શું આ માનવાચક શબ્દ છે?
શું આ પ્રેમભીનું વિશેષણ છે?
કે, માત્ર નિષ્કાળજીથી ઉચ્ચારાયેલો શબ્દ જે આજે પ્રચલિત બની ગયો એ છે?

હે ગુજ્જુ! તું જીવે છે? તું જાગે છે? કે માત્ર ધન-ધાન્ય-અન્ન માટે જ ચૈતન્યશીલ છે?
તારી પાસે પોતીકું કહેવાય એવું છે કંઈક ?
કે માત્ર “શકટનો ભાર જેમ શ્વાન તાણે” એ ન્યાયે ઠાલો આનંદ માણે છે?

ભાષા – આટલી મીઠી માધુરી ભાષા ગુજરાતી છે જે રાષ્ટ્રભાષા હિન્દી કરતાંય “મા” સંસ્કૃતની છાયામાં ઉછરી છે!
પોષાક – 50 સદીઓથી પહેરાતો વેશ હજુ રબારી ભાઈઓ-બહેનો પહેરે છે!
ઘરેણાં – વિશ્વ-વિખ્યાત સરસ્વતી સંસ્કૃતિનું શિલ્પ “નર્તકી”ના બલોયાં અને કેશસજ્જા આજે પણ પ્રસ્તુત છે.
અન્ન – મુઠીયા , ઢેબરાં, થેપલા, ઢોકળા, ખમણ, હાંડવો , દાળ -ભાત , ખીચડી-કઢી, ખાંડવી, પાતરાની રમઝટને વૈશ્વિક બનાવતા હવે કોઈ રોકી શકે એમ નથી.
ગૃહ-નગર રચના – એ પણ 50 સદીથી વિશ્વને નવી દિશા બનાવતી સંરચનાઓ ગુજરાતની સાંસ્કૃતિક દેણ છે.
નૃત્ય – ગરબો તો હવે પુરા બ્રહ્માંડમાં ગૂંજતો થઈ ગયો છે.
કળા – સાહિત્ય – કેટલાં નામ લખીએ અને કેટલાં ભૂલીએ! શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી કનૈયાલાલ મુન્શી, શ્રી રવિશંકર રાવળ જ પર્યાપ્ત છે!
ધર્મ – કૃષ્ણ, અને અગણિત સંતોની આ પાવન ભૂમિ છે.
રાજકારણ – ગાંધીબાપુ, શ્રી મહમ્મદઅલી ઝીણા, શ્રી નરેન્દ્ર મોદી સિવાય કોઈ બીજા નામ જોઈએ ખરા?
વિજ્ઞાન – વાત્સાયન ઋષિ, ડૉ. વિક્રમ સારાભાઈ, ઈસરો, પીઆરએલની આ ભૂમિ છે.
વ્યાપાર – આ તો ગુજરાતીની નસ-નસમાં વહે છે. જયારે મેગેસ્થનીઝ કે મેગેલન પણ નહોતા ત્યારે ગુજરાતી ખમીર પુરા વિશ્વમાં ખૂંદી વળતું હતું, લોથલ-ધોળાવીરા -દ્વારિકાના સમયથી .
મારી અલ્પસ્મૃતિમાં કેટલું સમાય અને કેટલું બહાર આવે? જેટલું યાદ આવ્યું એટલું લખ્યું.

કોઈ “ગુજ્જુ” કહે તો બોલ હવે તું ગગનભેદી નાદે!

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.