વિજ્ઞાન

મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013

મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013

હું નિયમિતપણે-અનિયમિતપણે રોજ ધ્યાન કરતો હોઉં છું . પરન્તુ, મને હમ્મેશાં સાત ચક્રો વિષે શન્કા રહ્યા કરતી હતી . હું એટલું તો જાણું છું કે, શરીર જે દેખાય છે એ જુદું છે અને શરીરમાં ઉત્પન્ન થતી અલગ તરન્ગ આવૃત્તિની ઉર્જા પર જુદું છે . એનો અનુભવ કરવાની ચાવી યોગમાં બતાવી છે . પણ એ માટે જે નિષ્ઠાથી પ્રયત્ન કરવો પડે એનો આપણે અભાવ ધરાવીએ છીએ . યોગમાં જ એક જુદો રસ્તો પણ બતાવ્યો છે . કોઈ વ્યક્તિ જો એ રસ્તે આગળ વધી હોય તો તેના દ્વારા આ રસ્તે પ્રયોગો કરવા સહેલાં થઇ પડે . મને એકાએક આનન્દી મા વિષે આકર્ષણ થયું હતું અને મેં તેમની પાસેથી શક્તીપાતની દીક્ષા લીધી હતી . ઘણાં -ઘણાં અનુભવો થયા છે ત્યારબાદ જે અનુકુળતાએ પ્રગટ કરીશ . લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં મને સહુપ્રથમ ચક્ર મુલાધારના ભેદન વિષે પ્રયોગ કરવાનું મન થયું અને મેં આનન્દી માની એ માટેની ડીવીડી મન્ગાવી .

ડીવીડી આવી અને એના ત્રીજા દિવસે કોઈ પૂર્વનિર્ધાર વગર જ એ ડીવીડી જોઇને મૂલાધાર પર કામ કરવાનું મન થયું . પલાઠી વાળી હું જમીન પર બેસી ગયો અને ડીવીડી શરુ કરી દીધી . ડીવીડીમાં આનન્દી મા અને તેમના પતિ દીલીપ્જી મૂલાધાર અને સ્વાધિષ્ઠાન વિષે સમજુતી આપે છે અને પ્રયોગની પધ્ધતિ વર્ણવે છે . લગભગ 5 કલાક ચાલે એટલી ત્રણ ડીવીડીમાં સામગ્રી છે . મૂલાધાર ચક્ર વિષે ક્યારેક લખીશ . હાલ, તો મૂલાધાર ભેદન વિષે મારો અનુભવ જણાવું .

મને કરોડરજ્જુમાં એકાએક ઠંડુ પ્રવાહુ વહેતું હોય એવો અનુભવ થયો અને કરોડરજ્જુના મૂળથી લઈને માથાની વચ્ચે સુધી એક નળી હોય એવો અનુભવ થયો . થોડીવાર આખા શરીરમાં ધીમી ધ્રુજારી થવા લાગી અને પછી એકાએક ગુદાદ્વારની ઉપરના ભાગે એકદમ ઠંડક થવા લાગી . મારું સમગ્ર ધ્યાન હવે એ ભાગ તરફ કેન્દ્રિત થવા લાગ્યું . એકાએક મને લાલાશ પડતાં પીળા રન્ગની ચોરસ આકૃતિ દેખાઈ અને એની ચાર બાજુ પર ચાર પાંખડી હોય એવું લાગ્યું . થોડીવાર બાદ ઉગ્ર મુખાકૃતિ અને પાતળા સરખાં ગણેશ દેખાયા . મેં તેમને પ્રણામ કર્યા . એકાએક તેમની જગ્યે અન્ધકાર વચ્ચે દુર પ્રકાશમાં ઉભેલી એક સ્ત્રી આકૃતિ દેખાઈ . તેમને ઘુંટણથી નીચે હોય એવા લામ્બા વાંકડિયા વાળ હતા . તેમણે જમણા હાથમાં ત્રિશુલ પકડ્યું હતું . તેમનો ચહેરો અને શરીર કાળાં અને ખુબ ભયાનક હતા . પરન્તુ મને સહેજે ડર લાગ્યો નહિ, ઉલટાનું મને તેમના પ્રત્યે લાગણી અને માં જન્મ્યાં . એ હતા દક્ષિણી કે ડાકિની સ્વરૂપા અમ્બા . મેં તેમને પ્રણામ કર્યા . હવે, સોહમના ધ્વની સાથે માથાના મધ્યબિંદુ પર થી મૂલાધાર ચક્ર પર કોઈક પ્રવાહીના ટીપાં પડતા હોય એવી લાગણી જન્મી . થોડીવારમાં હું ધ્યાનમાંથી જાગ્રત થયો .

બે દિવસ બાદ વહેલી સવારે તન્દ્રામાં મને મૂલાધાર ચક્રની આકૃતિ ફરી દેખાઈ . આ વખતે એકદમ ગાઢ કાળા પ્રવાહીમાં સોનેરી રન્ગમાં આ આકૃતિ દેખાઈ!

અસ્તુ!

More from વિજ્ઞાન

કાલી – ચિરાગ પટેલ

કાલી – ચિરાગ પટેલ એપ્રિલ 14, 2013 તાજેતરના સમાચાર છે કે, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મૂકવામાં આવેલા સ્પેકટ્રો મીટર વડે પ્રતિ પદાર્થના 400,000 પોઝીટ્રોન મળ્યાં. આ સમાચાર ખગોળવિજ્ઞાનીઓ માટે બહુ મહત્વના છે. આપણે દરેક કેન્દ્રત્યાગી બળ વિષે જાણતાં જ હોઈશું. … read more

તરંગ સમીકરણ (wave function ) – ચિરાગ પટેલ

તરંગ સમીકરણ (wave function ) – ચિરાગ પટેલ જાન્યુઆરી ૦૮, ૨૦૧૧ તરંગ સમીકરણ ક્વોન્ટમ ફીઝીક્સમાં એક બહુ જ અગત્યનું સમીકરણ છે. એ કોઈ પણ એક સમયે અને અવકાશમાં કોઈ એક કે વધુ પાર્ટીકલની ક્વોન્ટમ સ્થિતિ ગાણિતિક રીતે સમજાવે છે. ક્વોન્ટમ … read more

રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ

રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ – ચિરાગ પટેલ  ઓગસ્ટ ૨૧, ૨૦૧૦ રાજયોગનું ચોથું અંગ પ્રાણાયામ એક બહુ જ અગત્યનું પદ છે. આજકાલ જાણે યોગાસન અને પ્રાણાયામનો વા-વંટોળ ફૂકાયો લાગે છે. બહુ મોટો માનવ સમુદાય શ્વાસોચ્છવાસનાં આપણા શરીર અને મન પર … read more

રાજયોગ અંગ ૩ – આસન

રાજયોગ અંગ ૩ – આસન – ચિરાગ પટેલ  જુલાઈ ૨૩, ૨૦૧૦ રાજયોગના ત્રીજા અંગ આસનનો અર્થ સામાન્ય રીતે બેસવું કે કોઈ એક સ્થિતિમાં શરીરને રાખવું એવો થાય છે. આસન એટલે શરીરની કસરત એવો પણ અર્થ કરી શકાય. મૂળભૂત ચોર્યાસી આસનો … read more

આધુનિક ભારતનું વૈજ્ઞાનિક પ્રદાન

આધુનિક ભારતનું વૈજ્ઞાનિક પ્રદાન – ચિરાગ પટેલ        જુલાઈ ૧૭, ૨૦૧૦ મને ઘણી બધી વાર પ્રશ્ન ઉઠ્યો છે કે આધુનિક સમયમાં ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન, ગણિત અને ખગોળ ક્ષેત્રે પાછળ કેમ પડી ગઈ છે? જે પ્રાચીન સંસ્કૃતિ દરેક ક્ષેત્રે વિશ્વને નવી … read more

રાજયોગ અંગ ૨ – નિયમ

રાજયોગ અંગ ૨ – નિયમ – ચિરાગ પટેલ  જુલાઈ ૧૦, ૨૦૧૦ રાજયોગના બીજા પદ નિયમને આજે સમજીએ. કોઈ પણ પ્રતિજ્ઞા, ટેક કે આચરણના અનુસરણને નિયમ કહે છે. પાતંજલ યોગસૂત્રમાં પાંચ નિયમ કહ્યા છેઃ શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. આ … read more

ઑટોબાન

ઑટોબાન – ચિરાગ પટેલ        મે ૩૧, ૨૦૧૦ દુનિયાનો સહુપ્રથમ ઝડપી ગતિવાળો માર્ગ અને એની માયાજાળ જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન વિકસી. એડોલ્ફ હિટલરે ૧૯૩૨મા બેકારી દુર કરવા અને સશસ્ત્ર દળોની ઝડપી હેરફેર માટે નવી માર્ગ વ્યવસ્થા શરુ કરી. હિટલરે પોતાની … read more

વ્હૉટ્સ યોર રાશિ?

વ્હૉટ્સ યોર રાશિ? – ચિરાગ પટેલ  મે ૨૯, ૨૦૧૦ આદરણીય શ્રીમધુ રાયની નવલકથા “કિમ્બલ રેવંસવુડ” પર આધારિત આશુતોષ ગોવારીકરના મુવી “વ્હૉટ્સ યોર રાશિ?”નું ટાઈટલ ચોરી લેવા બદલ માફી માગીને આ લેખની શરૂઆત કરું છું. હું અહી જે વિગત જણાવવા જઈ … read more

માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત

માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત – ચિરાગ પટેલ      મે ૨૫, ૨૦૧૦ માર્કંડેય ઋષિ પૃથ્વી પરના સહુથી દીર્ઘાયુષી પ્રાણી છે. હજુ પણ તેઓ જીવિત છે અને ઘણા લોકોએ તેમને જોયા છે એવી કિંવદન્તીઓ પ્રચલિત છે. તેમના જેવા બીજા ચિરંજીવીઓ આ … read more