ધર્મ

દૈનિક વન્દના – ચિરાગ પટેલ ઑક્ટોબર 10, 2016 (શારદીય નવરાત્રી નોમ)

દૈનિક વન્દના – ચિરાગ પટેલ ઑક્ટોબર 10, 2016 (શારદીય નવરાત્રી નોમ)

હે મા, ભુવનેશ્વરી, ભવતારિણી, નારાયણી!
તને સ્નાન માટે આસન આપું.
શંખમાં સર્વપ્રથમ ગાયનું દૂધ લઇ, એમાં ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું.
શંખમાં ગાયનું દૂધ, દહીં, ઘી, ગૉળ, મધનું પંચગવ્ય લઇ, એમાં ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું.
અંતે, શંખમાં ગન્ગા અને નર્મદાનું જળ લઇ, ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું.
લાલ સુતરાઉ વસ્ત્ર વડે તને કોરી કરું.
તને લાલ રેશમી વસ્ત્રો જેને સોનેરી કોર છે અને સુવર્ણ તાર જડેલાં છે એ પહેરવું.
તારા વાળ સમારી આપું.
તારા ભાલપ્રદેશ પર તિલક કરું.
તારી આંખોમાં કાજળ આંજુ.
તારી આઠ હથેળીઓ પર કંકુથી શુભ ચિહ્નો દોરું.
તારા બંને પગની પાનીઓ પર કંકુથી શુભ ચિહ્નો દોરું.
તારા સેંથામાં રત્નજડિત સુવર્ણ સેર સજાવું.
તારા કાનમાં હીરા-મોતી જડિત કુંડળ પહેરાવું.
તારા ગળામાં હીરા-મોતી જડિત સુવર્ણમાળાઓ, પુષ્પમાળાઓ પહેરાવું.
તારા મસ્તક પર હીરા-મોતી જડિત સુવર્ણ મુગટ પહેરાવું.
તને દરેક હાથ પર સુવર્ણ બાજુબંધ પહેરાવું.
તને દરેક હાથમાં મોતીજડિત સુવર્ણ કંકણ પહેરાવું.
તારા દરેક હાથ અને પગની આંગળીઓમાં હીરાજડિત મુદ્રા પહેરાવું.
તને જમણા હાથોમાં ચક્ર, કટાર, તલવાર અને ધનુષ-બાણ આપું.
તને ડાબા હાથોમાં શંખ, ગદા, ઢાલ અને ત્રિશૂળ આપું.
તારા કટિપ્રદેશ પર હીરા-મોતી જડિત સુવર્ણ કટિબંધ પહેરાવું.
તારા પગમાં રૂપાની ઝાંઝરી પહેરાવું.
તને મખમલની ચાખડીઓ પહેરાવું.
તારું રત્નોજડિત સુવર્ણ સિંહાસન પર સ્થાપન કરું.
તારા વાહન સિંહ, વાઘ અને ગાયને તિલક કરી સ્થાન આપું.

તારા પર સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરું.
તારા મસ્તક પર કમળ, ગુલાબ, ચમેલી, ચંપો, મોગરો, જાસુદ, કરેણ વગેરે પુષ્પો અર્પણ કરું.
તારા મસ્તક પર તુલસી, આંબો, અશોક, પીપળો વગેરે પત્રો અર્પણ કરું.
તને કેળાં, કેરી, દ્રાક્ષ, ચીકુ, બોર, સફરજન, શેરડી વગેરે ફળ ગુલાબની પાંખડીઓ અને તુલસીપત્ર સહીત અર્પણ કરું.
તને વિવિધ શાક, પુરી, કચુંબર, દાળ, ભાત , ખીરનું નૈવેદ્યં ગુલાબની પાંખડીઓ અને તુલસીપત્ર સહીત સુવર્ણપાત્રમાં ધરાવું.
તને રૂપાની ઝારીમાં ગંગા અને નર્મદાનું જળ ગુલાબની પાંખડીઓ અને તુલસીપત્ર સહીત ધરાવું.
તને પાનનું લવિંગસહીત બીડું ધરાવું.

તારા માટે ગાયના ઘીનો દીવો, ગુલાબ વગેરેના સુગંધિત મસાલાવાળી ધૂપસળીઓ, કપૂર-ગૂગળનો ધૂપ કરું
તારી આરતી ઉતારું.

અમારું સર્વસ્વ તને અર્પણ કરું.
અમે સર્વે, અમારું સમગ્ર અસ્તિત્વ તારા ચરણોમાં અર્પણ કરું.
હે મા, ભુવનેશ્વરી, ભવતારિણી, નારાયણી!

More from ધર્મ

બુદ્ધનું મન – ચિરાગ પટેલ મે 04, 2015

બુદ્ધનું મન – ચિરાગ પટેલ મે 04, 2015 આજે ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ એટલે કે બુદ્ધ પૂર્ણિમા છે. મિત્ર ધરમ સાથે બુદ્ધના વિચારો બાબતે ચર્ચા થઇ અને તેની પ્રેરણાથી આજનો લેખ લખી રહ્યો છું. બુદ્ધના જીવન કરતા તેમની શિક્ષા પર … read more

મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013

મૂલાધાર ભેદન – ચિરાગ પટેલ ઓગસ્ટ 11, 2013 હું નિયમિતપણે-અનિયમિતપણે રોજ ધ્યાન કરતો હોઉં છું . પરન્તુ, મને હમ્મેશાં સાત ચક્રો વિષે શન્કા રહ્યા કરતી હતી . હું એટલું તો જાણું છું કે, શરીર જે દેખાય છે એ જુદું છે … read more

સાન્ખ્યયોગ – ચિરાગ પટેલ ઓગસ્ટ 03, 2013

સાન્ખ્યયોગ – ચિરાગ પટેલ ઓગસ્ટ 03, 2013 સાન્ખ્યયોગ નામક દ્વિતીય અધ્યાયમાં કુલ 72 શ્લોક છે અને એનું પઠન કરતા લગભગ 9 મિનીટ જેવો સમય થાય છે. આ અધ્યાય સહુથી વધુ વન્ચાતો અને સહુથી વધુ રસપ્રદ છે. આ અધ્યાયમાં સમગ્ર ગીતાનો … read more

અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ

અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ જુલાઈ 21, 2013 ગીતાના પ્રથમ અધ્યાય અર્જુનવિષાદયોગમાં કુલ 47 શ્લોક છે. નામ પરથી જ આપણે કહી શકીએ કે આ અધ્યાયમાં “મહાભારત”ના નાયક અર્જુનને થતાં વિષાદ કે પીડાની વાત હશે. આ અધ્યાયનું પઠન કરતા 5 મિનીટ જેવો … read more

माई – बंसीधर पटेल

माई – बंसीधर पटेल    सप्टेम्बर ०५, १९९१ उमडके आया है माई तेरे नयनोमे प्यार बेसुमार | भरभर आई है माई तेरे भक्तोकी अखियाँ बेसुमार | बहुत तडपाया तुमने, हमने करी न कोई फ़रियाद | आना पडेगा आज, नहीं चलेगी कोई … read more

તરંગ સમીકરણ (wave function ) – ચિરાગ પટેલ

તરંગ સમીકરણ (wave function ) – ચિરાગ પટેલ જાન્યુઆરી ૦૮, ૨૦૧૧ તરંગ સમીકરણ ક્વોન્ટમ ફીઝીક્સમાં એક બહુ જ અગત્યનું સમીકરણ છે. એ કોઈ પણ એક સમયે અને અવકાશમાં કોઈ એક કે વધુ પાર્ટીકલની ક્વોન્ટમ સ્થિતિ ગાણિતિક રીતે સમજાવે છે. ક્વોન્ટમ … read more

દિવાળી અને આધ્યાત્મિકતા

દિવાળી અને આધ્યાત્મિકતા – ચિરાગ પટેલ  નવેમ્બર ૦૫, ૨૦૧૦ આજના દિવાળીના શુભ દિને તમને સહુને ‘મા’ સત, ચિત અને આનંદના આશીર્વાદ આપે એવી પ્રાર્થના. દિવાળીની ઉજવણી આમ તો રમા એકાદશીથી જ શરુ થઇ જતી હોય છે અને છેક લાભ પાંચમ … read more

જન્મ

જન્મ – ચિરાગ પટેલ  સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૦ અંધારું ઘુટાતું જતું સદીઓનું ઘટ મહી, સપના ઉગે ઘનઘોર અડાબીડ મહી. મનોતરંગ ઘુંટાય ‘ને વ્હાલમ સાકાર, વેણુ નાદે તલ્લીન મહામાયા રાધાકાર. રાધેશ્યામ રાગે રચે સચ્ચિદાનંદ રાસ, પ્રેમાતુર ભાવે ઉઠે નવ જગતની આશ. અંડ … read more

રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ

રાજયોગ અંગ ૪ – પ્રાણાયામ – ચિરાગ પટેલ  ઓગસ્ટ ૨૧, ૨૦૧૦ રાજયોગનું ચોથું અંગ પ્રાણાયામ એક બહુ જ અગત્યનું પદ છે. આજકાલ જાણે યોગાસન અને પ્રાણાયામનો વા-વંટોળ ફૂકાયો લાગે છે. બહુ મોટો માનવ સમુદાય શ્વાસોચ્છવાસનાં આપણા શરીર અને મન પર … read more