પદ્ય

ધૂન – ચિરાગ પટેલ એપ્રિલ 12, 2017

ધૂન – ચિરાગ પટેલ એપ્રિલ 12, 2017

શ્વાસ ધૂને પ્રેમ સંગીત પ્રસરાવે,
અક્ષ સંગ્રહે પ્રેમ મૈત્રક પરોવે,
ઓષ્ઠ તરંગે પ્રેમ સંદેશો વિખેરે,
મુખ અરીસે પ્રેમ છાયા લજાવે,
કેશબીડે પ્રેમ આખેટ ખેલે,
કાયાવરણે પ્રેમ જીવન રક્ષે,
હૈયા સરવરે પ્રેમ નૌકા હંકારે,
મનોવિશ્વે પ્રેમ સ્વર્ગ સજાવે.

આવી રાધા સરીખી સખી,
કૃષ્ણ વિરહે મીઠી યાદે સુખી,
પિયુ મિલને વિયોગથી દુઃખી.

પાંચેય તત્વોની માયા જાણી,
ત્રણેય ગુણોની આભા માણી,
“રોશની” ‘મા’ની અમૂલ પામી!

More from પદ્ય

એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017

એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017 જે જગમાં એ જ ભીતરે પ્રગટે; કાયાવરણ એને નોખું ચીતરે. સમસ્ત જગ વ્યાપ્ત, વળી અલિપ્ત; દૂર તે, ન ચાલતો, વળી સમિપ તત. એક શ્લોકમાં આખું ઉપનિષદ; સમજાયું, અનુભવ્યું, ઈશ વ્યાપક. અનેકમાં રહેતો એ … read more

માધુર્ય – ચિરાગ પટેલ જુલાઈ 26, 2016

માધુર્ય – ચિરાગ પટેલ જુલાઈ 26, 2016 આંખોના આયને પડઘાય ચહેરો; દિલના દ્વારે મનનો પીડતો પહેરો. ઉર્મિની સંતાકૂકડીમાં પ્રેમ તડપતો; સમયના આવરણે જીવ વલવલતો. અમીનજરોનાં મધુર બાણ છૂટતાં; ઘાયલની સહાયમાં શબ્દો ઉમડતાં. તારાં હસતાં હોઠો ખીલવે ફૂલડાં; ભાવ ભર્યાં પ્રેમનાં … read more

સ્વપ્નિલ નીતરે લાગણી – ચિરાગ પટેલ મે 16, 2016

સ્વપ્નિલ નીતરે લાગણી – ચિરાગ પટેલ મે 16, 2016 અકળ અકથ્ય સમ્વેદનો, વર્ષોથી ધોધમાર વરસવા આતુર, આજે સાકાર થયું એક શમણું, જયારે સ્વપ્નિલ નીતરે લાગણી. ભીતરે ઉર્મિઓના અનહદ સ્ફોટ, આંગણે પ્યારાં બે પુષ્પ મ્હોરે, પ્રેમના વૃન્દ અર્પે સ્વરોથી અંજલિ. સાથી … read more

આગમન – ચિરાગ પટેલ એપ્રિલ 11, 2016

આગમન – ચિરાગ પટેલ એપ્રિલ 11, 2016 અલ્લડ બુંદો હવા પર અસવાર બની ઉંચી નીચી ડગર પર ખેલતાં હોય લાલ પીળાં સફેદ ઝૂમતાં ફૂલો સસ્મિત ઝીલે પોતાની કુમાશમાં ભેળવી ફોરમનો વંટોળ ઉઠે લાંબી હારમાળા રચી ટહેલતાં પહોંચી તું અચાનક ‘ને … read more

અક્ષના સમુદ્રે – ચિરાગ પટેલ March 09, 2016

અક્ષના સમુદ્રે – ચિરાગ પટેલ March 09, 2016 અક્ષના સમુદ્રે યાદોના ઝંઝાવાત ફુંકાયા તમારી વણકહી વાતોના વાદળ ઉમટ્યાં પ્રેમના હલેસે માંડ તરતી જીવન નૈયા સમયના પાલવે બંધન જોડતી માયા હૈયાની હલચલમાં પ્રાણનો તરફડાટ શ્વાસોના દાવપેચમાં આપણો તલસાટ મનમાન્યું કરવા ધારે … read more

પ્રેમની રમત – ચિરાગ પટેલ ફેબ્રુઆરી 14, 2016

પ્રેમની રમત – ચિરાગ પટેલ ફેબ્રુઆરી 14, 2016 પ્રેમની રમત કેવી મજાની અનોખી હું જીતું તો તું હારે હરખડે આંસુડે જીંદગીમાં કશું જોયું ના એમ જોખી તું જીતે તો હું હારી હરખું સજોડે રાજા રાણી ઊંટ હાથી ‘ને ખુબ પ્યાદાં … read more

સ્વપ્ન – ચિરાગ પટેલ જાન્યુઆરી ૩૦, ૨૦૧૬

સ્વપ્ન – ચિરાગ પટેલ જાન્યુઆરી ૩૦, ૨૦૧૬ નમણી સવારનું નાનેરું સપનું… આમ તેમ અથડાતાં વિચારોના ઘોડાં; વિસામો પામે તારા શ્વાસના સરનામે. ઝરમર વરસે મનરથો તારી આંખોમાં, એ રથોને જોતરું મારા ઘોડાં. થઈને સવાર આપણે ઉડી જઈએ; દૂર-સુદૂર અપરિચિત ભોમકામાં. હૂંફના … read more

રોશની – ચિરાગ પટેલ ડીસેમ્બર, 2015

રોશની – ચિરાગ પટેલ ડીસેમ્બર, 2015 એકલતાના અન્ધારે પ્રેમનાં સ્વપ્ન આન્જે “રોશની”; પીડાના અવકાશે લાગણીની રન્ગોળી પૂરે “રોશની”. નિરાશાના વમળમાં જીવન નૈયા સાચવે “રોશની”; દુઃખની ગર્તામાં આશાની નિસરણી ગોઠવે “રોશની”. અડચણોના કાંટા વચ્ચે હૂંફના ફૂલ ખીલવે “રોશની”; ઘવાયેલા અશાન્ત હૈયે … read more

આહુતિ – ચિરાગ પટેલ નવેમ્બર 28, 2015

આહુતિ – ચિરાગ પટેલ નવેમ્બર 28, 2015 દેવદર્શન પ્રેમદર્શન, અધોદર્શન અતિદર્શન; દશે દિશાના સઘળાં સુંદર એવાં મનોદર્શન. જયારે પ્રગટે પરમની પાવક પ્રેમજવાળા, આહુતિ સ્વની પ્રેમે વધાવે કૃષ્ણ કાળા. મનોભૂમિ તપોભૂમિ, પાપભૂમી પુણ્યભૂમિ; સર્વે ગુણોની અધિષ્ઠાત્રી એવી માયા ભૂમિ. જયારે ફૂટે … read more