મૅનેજમૅન્ટ

પ્રૉજેક્ટ મૅનેજર – – ચિરાગ પટેલ

પ્રૉજેક્ટ મૅનેજર – – ચિરાગ પટેલ

(originally published at: http://webgurjari.in/2017/04/21/project-manager/)

હૉટ ઍર બલૂનમાં એક સન્નારી હતી. તેણે નીચે રસ્તા પર જતા એક પુરુષને જોઈ બૂમો પાડી , “અરે ઓ, હું ક્યાં છું મને ખબર પડતી નથી. મને સમજાવ!”

પેલા પુરુષે જવાબમાં કહ્યું, “તમે હૉટ ઍર બલૂનમાં છો જે સમુદ્રની સપાટીથી લગભગ 100 ફૂટની ઉંચાઈ પર છે, અને નર્મદા નદીના મુખથી 50 કિલોમીટર ઉત્તર દિશામાં છે.”

પેલી સન્નારી આ સાંભળી બોલી, “તું મને સૉફ્ટવેર એન્જીનીયર લાગુ છું.”

પુરુષે આશ્ચર્યથી પૂછ્યું, “અરે, તમને કેવી રીતે ખબર પડી?” સન્નારીએ જવાબ આપ્યો, “તે મને જે માહિતી આપી એ મને સહેજે કામની નથી. હું ક્યાં છું એ હજુ સુધી મને ખબર નથી પડી. તું તો મને સહેજે કામ ના લાગ્યો!”

એ સાંભળી પુરુષ હસ્યો અને બોલ્યો, “મને તો તમે કોઈ પ્રૉજેક્ટ મૅનેજર લાગો છો!”

હવે આશ્ચર્ય પામવાનો વારો સન્નારીનો હતો.

તેણે પેલા પુરુષને પૂછ્યું, “હવે, તું જ સમજાવ કે તને હું કોણ છું એ કેવી રીતે ખબર પડી.”

પુરુષે હવે ખડખડાટ હસતા કહ્યું, “તમે ક્યાં જઈ રહ્યા છો એની તમને કોઈ ગતાગમ નથી. કેવી રીતે તમે આ જગ્યાએ પહોંચ્યા એનું ભાન નથી. મેં તમને જે માહિતી આપી એ સચોટ હોવા છતાં તમને કશી ખબર ના પડી. તમે વાયુની ગરમીથી અહીં સુધી આવી પહોંચ્યા છો અને હવે મારી પાસે ઉકેલ શોધો છો! વળી, છેવટે, ભૂલ તો આમાં મારી જ ગણાઈ !”

*******************************************************

આ પ્રસંગમાં પ્રૉજેક્ટ મૅનેજર પર કટાક્ષ કરવામાં આવ્યો છે. પરંતુ કટાક્ષમય એ છેલ્લાં વાક્યમાં પ્ર્જેક્ટ મૅનેજેરની કામગીરીનું મહત્ત્વ સમાવી લેવાયું છે. આપણે એનું મહત્વ આજે સમજીએ.

પ્રૉજેક્ટ મૅનેજરનું મુખ્ય કામ જે-તે પ્રૉજેક્ટના મુખ્ય ધ્યેય સુધી આખી ટીમને લઇ જવાનું છે. એ માટે ટીમને નેતૃત્વ પૂરું પાડવાનું છે. પ્રૉજેક્ટ મૅનેજર પ્રૉગ્રામ કે પોર્ટફોલિયો મેનેજરને જવાબદેય હોય છે. વળી, તે વ્યાપાર વિશ્લેષક (બિઝનેસ ઍનૅલિસ્ટ ) , ગુણવત્તા નિષ્ણાત અને જે-તે વિષયના નિષ્ણાત વગેરે સાથે મળીને કામ કરે છે.

પ્રૉજેક્ટ મૅનેજર માટે જરૂરી ગુણ :

1. નેતૃત્વ

2. ટીમ સંવર્ધન

3. પ્રેરણા

4. માહિતી આપ-લે

5. અસરકર્તા

6. નિર્ણય ક્ષમતા

7. રાજકીય અને સાંસ્કૃતિક સભાનતા

8. વાટાઘાટ

9. વિશ્વસનીયતા

10. વિવિધ સંઘર્ષ સામે સક્ષમતા

11. તાલીમ

અસરકારક પ્રૉજેક્ટ મૅનેજમેન્ટ માટે મૅનેજરમાં પોતાની કામગીરી વિશેનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. વળી, તે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે એ પણ જરૂરી છે. વ્યક્તિગત અસરકારક અભિગમ કે ચરિત્ર પણ આ પ્રકારના નેતૃત્વ માટે જરૂરી ગુણો છે.

આ એક એવું ક્ષેત્ર છે જેને “થૅન્કલેસ જૉબ” કહી શકાય. એક્ઝિક્યુટિવ કક્ષાએ બેઠેલાં લોકોની અપેક્ષા સંતોષવામાં અને સાથે જે-તે વિષયના નિષ્ણાતોના અહંને જાળવી કામગીરી લેવી સાચે જ દાદ માંગી લેતું કામ છે. એજાઈલ પદ્ધતિએ પ્રૉજેક્ટ સાંભળવો કામને થોડું સહેલું કરી આપે છે. આપણે એ પદ્ધતિ વિષે અગાઉ વાત કરી છે.

More from મૅનેજમૅન્ટ

પ્રૉજેક્ટ, પ્રોગ્રામ અને પોર્ટફોલિયો – સંસ્થાકિય વ્યવસ્થાપન – ચિરાગ પટેલ Feb 17, 2017

(originally published at: http://webgurjari.in/2017/02/17/project-program-portfolio/) પ્રૉજેક્ટ, પ્રોગ્રામ અને પોર્ટફોલિયો – સંસ્થાકિય વ્યવસ્થાપન – ચિરાગ પટેલ Feb 17, 2017 વર્ગમાં આજે સહુથી પહેલો તાસ ઈંગ્લિશનો હતો. શિક્ષકે મનિયાને ઉભો કર્યો અને પૂછ્યું, “બોલ મનિયા, વસંતે મને મુક્કો માર્યો – એનું ઈંગ્લીશ કર.” … read more

માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ

માનસિક શાંતિ માટે મૅનેજમેન્ટ – ચિરાગ પટેલ december 26, 2016 (originally published at: http://webgurjari.in/2016/12/30/mind-peace-management/) ભૂરો શાકભાજી નો પથારો કરીને બાજુમાં આરામ થી સૂતો તો..બાજુમાંથી એક શેઠ નીકળ્યા. શેઠ : ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો આગળ નઇ વધે. … read more

લાગણીનું મૅનેજમૅન્ટ – ચિરાગ પટેલ

(Original published at: http://webgurjari.in/2016/09/30/emotions-managamenet/) લાગણીનું મૅનેજમૅન્ટ September 30, 2016 – ચિરાગ પટેલ 70 વર્ષના એક વૃદ્ધ કાયમ પોતાની પત્નીને “વ્હાલી”, “સ્વીટી”, “ડાર્લિંગ” વગેરે જેવા લાગણીભીનાં સંબોધનો જ કરતાં। એ જોઈ એક યુવાને એ વૃદ્ધને વંદન કરતા કહ્યું કે, “વડીલ, તમારી ઉંમરે પણ … read more

સમયનું આયોજન June 17, 2016 – ચિરાગ પટેલ

Original article published at http://webgurjari.in/2016/06/17/time-management/ આપણે શાળાએ જઈએ ત્યાર થી લઈને મૃત્યુ પર્યંત એક યા બીજી સમય સારણી (time table) આપણી સાથે જોડાઈ ગયેલી હોય છે. આજે આપણે કોઈ પણ પ્રોજેક્ટને પાર પાડવા કેવી રીતે સમયનું આયોજન કરવામાં આવે છે … read more

સામાજિક માધ્યમો / Social Media

(originally published at http://webgurjari.in/2015/12/18/social-media/) સામાજિક માધ્યમો / Social Media December 18, 2015 ચિરાગ પટેલ આધુનિક સમયની કોઈ પણ સંસ્થા કે પ્રસંગોના આયોજન માટે સોશ્યલ મિડીયા એક અનિવાર્ય સાધન બની ચુક્યુ છે. આપણે સહુ આ શબ્દ પ્રયોગને સમજીએ છીએ. મુખ્યત્વે ગુગલ, … read more

મૅનેજમૅન્ટ – સામાજિક પ્રદાન – ચિરાગ પટેલ

(originally published at http://webgurjari.in/2015/07/03/managing-corporate-social-responsibilty/) એક વાર મહાગુરુને રાત્રે સ્વપ્ન આવ્યું જેમાં તે પોતે એક યંત્ર બની ગયા હતા. સવારે સ્વપ્નમાંથી જાગ્યા તો મહાગુરુને પ્રશ્ન થયો, “હું યંત્ર છું અને મનુષ્ય હોવાનું સ્વપ્ન જોઉં છું કે હું મનુષ્ય છું અને યંત્ર … read more

CEO \ મુખ્ય સંચાલન અધિકારી April 24, 2015 – ચિરાગ પટેલ

originally published at http://webgurjari.in/2015/04/24/ceo/ CEO \ મુખ્ય સંચાલન અધિકારી April 24, 2015 – ચિરાગ પટેલ એક ખેડૂતની વાડીમાં એક ઘોડો અને એક બકરી હતાં. ઘોડો એક વાર માંદો પડ્યો. ખેડૂતે ડોક્ટરને બોલાવ્યા. ડોકટરે ઘોડાને દવા આપી. બે દિવસ રહીને ડોક્ટર … read more

સુપરિવર્તન (કૈઝૅન / Kaizen)

(originally published at: http://webgurjari.in/2014/11/21/kaizen/) – ચિરાગ પટેલ એક મેનેજર પ્રોગ્રામગુરુ પાસે જરૂરી નોંધ લઈને ગયા. મેનેજરે ગુરુને પૂછ્યું કે, “આપણી આ જરૂરિયાત પ્રમાણે સોફ્ટવેર બનતાં કેટલો સમય થશે ?” ગુરુએ જવાબ આપ્યો, “એક વર્ષ.” એ સાંભળી મેનેજરે પૂછ્યું, “મારે તો … read more

કર્મચારીઓની ગુણવત્તા – Chirag Patel

(originally published at: http://webgurjari.in/2014/07/25/effective-energized-self-motivated-employees/)   ગુરુ જ્યારે કામ હાથ પર લે છે ત્યારે કોઈનું તેમના પર ધ્યાન નથી જતું. ગુરુ પછીનો જે આગેવાન હોય તેને લોકો પ્રેમથી અનુસરે છે. એ પછીના આગેવાનને લોકો ભયથી અનુસરે છે. ગુરુ કદી કોઈને હુકમ નથી … read more