ઇતિહાસ

દિવાળી અને આધ્યાત્મિકતા

દિવાળી અને આધ્યાત્મિકતા – ચિરાગ પટેલ  નવેમ્બર ૦૫, ૨૦૧૦

આજના દિવાળીના શુભ દિને તમને સહુને ‘મા’ સત, ચિત અને આનંદના આશીર્વાદ આપે એવી પ્રાર્થના.

દિવાળીની ઉજવણી આમ તો રમા એકાદશીથી જ શરુ થઇ જતી હોય છે અને છેક લાભ પાંચમ સુધી ચાલતી હોય છે. અબાલ-વૃદ્ધ-ગરીબ-તવંગર-સ્ત્રી-પુરુષ સર્વે પોતપોતાની રીતે તહેવારોના રાજા કે રાણી દિવાળીની ઉજવણી કરતા હોય છે. નાનકડા છોકરાઓને સહુથી મોટું આકર્ષણ ફટાકડા ફોડવાનું, નવા પોષાકમાં સજ્જ થવાનું અને મીઠાઈઓ/ફરસાણ પર તૂટી પડવાનું હોય છે. દિવાળીના ઇતિહાસને તપાસતા આ ઉત્સવ રામ સાથે જોડાયેલો નજરે પડે છે. રામ જ્યારે રાવણનો વધ કરીને લંકાથી સીતા, લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, ભરત વગેરે સહીત અયોધ્યામાં અશ્વિન માસના કૃષ્ણ પક્ષની પંદરમી તિથીએ પાછા ફર્યા હતા. અયોધ્યાવાસીઓએ ઠેર ઠેર દીવડાઓ પ્રગટાવી રામનું સ્વાગત કર્યું હતું. ત્યારથી દીપોની હારમાળા સજી દીપાવલી કે દિવાળીનો ઉત્સવ શરુ થયો એમ મનાય છે. દિવાળી એ અસત પર સતના કે દુર્ગુણ પર સદગુણના વિજયની ગાથા છે. આજે દિવાળીને આધ્યાત્મિકતાના સંદર્ભમાં જોઈએ.

નવાર્ણ મંત્ર એટલેકે ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे મંત્રનો અર્થ દેવી ભાગવત મુજબ થાય છે ” હે મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી; તમે મને બ્રહ્મવિદ્યા આપો” અથવા “હે સચ્ચિદાનન્દ, મને બ્રહ્મનું જ્ઞાન આપો”. આ જ અર્થનો વિસ્તાર કરીએ.

ઐં બીજ એ મહાસરસ્વતીનું પ્રતિક છે જે “સત” રૂપી  છે. સરસ્વતી જ્ઞાન અને શાણપણ દેનારી છે. એટલે વાક્બારશ (અપભ્રંશ થઈને વાઘબારશ)ના દિવસે ઐંકારી સતરૂપીણી મહાસરસ્વતીના પૂજનનો મહિમા છે. આ તિથીએ સતનો સાક્ષાત્કાર થાય અને જીવનમાં સત્યની પ્રતિષ્ઠા થાય એ માટેનો પ્રયત્ન કરવાનો છે.

હ્રીં બીજ એ મહાલક્ષ્મીનું પ્રતિક છે. મહાલક્ષ્મી એ “ચિત” રૂપી છે અને પાલન-પોષણ દેનારી છે. એટલે ધનતેરશના દિવસે લક્ષ્મીપૂજનનો મહિમા છે. આપણે બધા એ દિવસે ધન ધોવાની વિધિ કરીએ છીએ. પણ નીતિના માર્ગે ચાલીને મહેનતનું, દૂધે ધોયેલું ધન પામવાની ઈચ્છા નથી રાખતા. બાકી, બીલ ગેટ્સ કે વોરેન બફેટ ક્યાં ધન ધોવા ગયા છે?

ક્લીં બીજના પ્રતિક રૂપ મહાકાલી એ “આનંદ”રૂપ છે. કાળી ચૌદશે આપણે ઉગ્ર દેવોની ઉપાસના કરીએ છીએ. વળી, આ દિવસે અશુભ કામ થતું જોતા કે કુંડાળામાં પગ ના પડી જાય એની ખાતરી રાખતા થઈએ છીએ. જે આનંદ આપનારી છે એ વળી ક્યાંથી અશુભ, અઘોર, તાંત્રિક કર્મોની અધિષ્ઠાત્રી થઇ ગઈ? આ દિવસે તો સમગ્રપણે આપણે સદગુણો જગાવી આનંદની પ્રાપ્તિ માટે પૂજન કરવાનું હોય છે.

આમ, જો બારશ, તેરશ અને ચૌદશના દિવસે સત, ચિત અને આનંદની ઉપાસના કરીએ તો દિવાળીના દિવસે ચામુંડા બ્રહ્મવિદ્યા અવશ્ય પ્રદાન કરે છે એમ કહી શકાય. બ્રહ્મવિદ્યા એટલે સર્વે મનુષ્યો એકસમાન છે અને દરેકમાં એ પરમકૃપાળુનો અંશ રહેલો છે એમ માનવુ અને વ્યવહારમાં અમલમાં મૂકવું. સાચી રીતે દિવાળી ઉજવવાથી સમાજ પ્રગતિ કરે એમ અવશ્ય માની શકાય. તો આ દિવાળીએ દરેકને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થાય એ માટે શુભેચ્છા.

More from ઇતિહાસ

રાજયોગ અંગ ૩ – આસન

રાજયોગ અંગ ૩ – આસન – ચિરાગ પટેલ  જુલાઈ ૨૩, ૨૦૧૦ રાજયોગના ત્રીજા અંગ આસનનો અર્થ સામાન્ય રીતે બેસવું કે કોઈ એક સ્થિતિમાં શરીરને રાખવું એવો થાય છે. આસન એટલે શરીરની કસરત એવો પણ અર્થ કરી શકાય. મૂળભૂત ચોર્યાસી આસનો … read more

આધુનિક ભારતનું વૈજ્ઞાનિક પ્રદાન

આધુનિક ભારતનું વૈજ્ઞાનિક પ્રદાન – ચિરાગ પટેલ        જુલાઈ ૧૭, ૨૦૧૦ મને ઘણી બધી વાર પ્રશ્ન ઉઠ્યો છે કે આધુનિક સમયમાં ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન, ગણિત અને ખગોળ ક્ષેત્રે પાછળ કેમ પડી ગઈ છે? જે પ્રાચીન સંસ્કૃતિ દરેક ક્ષેત્રે વિશ્વને નવી … read more

માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત

માર્કંડેય ઋષિ અને સૃષ્ટિનો અંત – ચિરાગ પટેલ      મે ૨૫, ૨૦૧૦ માર્કંડેય ઋષિ પૃથ્વી પરના સહુથી દીર્ઘાયુષી પ્રાણી છે. હજુ પણ તેઓ જીવિત છે અને ઘણા લોકોએ તેમને જોયા છે એવી કિંવદન્તીઓ પ્રચલિત છે. તેમના જેવા બીજા ચિરંજીવીઓ આ … read more

પ્રાણાગ્નિહોત્ર વિધિ

પ્રાણાગ્નિહોત્ર વિધિ – સંપાદન ચિરાગ પટેલ ફેબ્રુઆરી 06, 2010 ધારણા: હ્રદયકમળ – અરણીકાષ્ઠ મન – અગ્નિ મથવાનો દંડ વાયુરુપી દોરી વડે અગ્નિમંથન મુખ – આહવનીય અગ્નિ હૃદય – ગાર્હપત્ય અગ્નિ નાભિ – દક્ષિણાગ્નિ સ્વાધિષ્ઠાન – સભ્યાગ્નિ મૂલાધાર – આવસથ્યાગ્નિ વાણી … read more

નાતાલનો તારો

નાતાલનો તારો – ચિરાગ પટેલ     ડિસેમ્બર 23, 2009 ઈશુખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલિ અનેક વાયકાઓમાંનિ એક એવિ છે કે તેમના જન્મ સમયે પુર્વમાંથી ત્રણ જ્ઞાનિ પુરુષો (મેજાઇ) આવ્યાં હતાં. તેઓ પુર્વાકાશે પરોઢમાં દેખાતા એક તેજસ્વિ તારાને જોઇને આવ્યાં હતાં. એ … read more

પુરાણવિવેચન

પુરાણવિવેચન – મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી) [સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના “સિધ્ધાંતસાર” ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.] પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે … read more

પુરાણોનું પુરાણ

પુરાણોનું પુરાણ – ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008 દેવીભાગવતના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાય મુજબ પુરાણો વિશેનું વિવરણ જોઇએ. મુખ્ય પુરાણો: 18. એમાં “મ”કારાદિ 2, “ભ”કારાદિ 2, “બ્ર”કારાદિ 3, “વ”કારાદિ 4, “અ”કારાદિ 1, “ના”કારાદિ 1, “પ”કારાદિ 1, “લિં”કારાદિ 1, “ગ”કારાદિ 1, … read more

વ્યાસ ઈતીહાસ

વ્યાસ ઈતીહાસ – ચીરાગ પટેલ ડીસેમ્બર 25, 2008 આપણે બધાં જ “વ્યાસ”થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની … read more

વૈદીક સંસ્કૃતી

વૈદીક સંસ્કૃતી – ચીરાગ પટેલ જુલાઈ 25, 2008 વૈદીક કે વેદીક સંસ્કૃતી (Vedic culture) આપણા રગે-રગમાં રક્ત બનીને સદીઓથી પુષ્ટ થતી આવી છે. જે સંસ્કૃતી પર આપણને ગર્વ છે એ આર્યો દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે, આ આર્યો 3500 વર્ષ … read more