ભક્તિરસ

દૈનિક વન્દના – ચિરાગ પટેલ ઑક્ટોબર 10, 2016 (શારદીય નવરાત્રી નોમ)

દૈનિક વન્દના – ચિરાગ પટેલ ઑક્ટોબર 10, 2016 (શારદીય નવરાત્રી નોમ)

હે મા, ભુવનેશ્વરી, ભવતારિણી, નારાયણી!
તને સ્નાન માટે આસન આપું.
શંખમાં સર્વપ્રથમ ગાયનું દૂધ લઇ, એમાં ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું.
શંખમાં ગાયનું દૂધ, દહીં, ઘી, ગૉળ, મધનું પંચગવ્ય લઇ, એમાં ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું.
અંતે, શંખમાં ગન્ગા અને નર્મદાનું જળ લઇ, ગુલાબની પાંખડીઓ, તુલસીપત્ર, કેસર, રક્તચન્દન ઉમેરી તને સ્નાન કરાવું.
લાલ સુતરાઉ વસ્ત્ર વડે તને કોરી કરું.
તને લાલ રેશમી વસ્ત્રો જેને સોનેરી કોર છે અને સુવર્ણ તાર જડેલાં છે એ પહેરવું.
તારા વાળ સમારી આપું.
તારા ભાલપ્રદેશ પર તિલક કરું.
તારી આંખોમાં કાજળ આંજુ.
તારી આઠ હથેળીઓ પર કંકુથી શુભ ચિહ્નો દોરું.
તારા બંને પગની પાનીઓ પર કંકુથી શુભ ચિહ્નો દોરું.
તારા સેંથામાં રત્નજડિત સુવર્ણ સેર સજાવું.
તારા કાનમાં હીરા-મોતી જડિત કુંડળ પહેરાવું.
તારા ગળામાં હીરા-મોતી જડિત સુવર્ણમાળાઓ, પુષ્પમાળાઓ પહેરાવું.
તારા મસ્તક પર હીરા-મોતી જડિત સુવર્ણ મુગટ પહેરાવું.
તને દરેક હાથ પર સુવર્ણ બાજુબંધ પહેરાવું.
તને દરેક હાથમાં મોતીજડિત સુવર્ણ કંકણ પહેરાવું.
તારા દરેક હાથ અને પગની આંગળીઓમાં હીરાજડિત મુદ્રા પહેરાવું.
તને જમણા હાથોમાં ચક્ર, કટાર, તલવાર અને ધનુષ-બાણ આપું.
તને ડાબા હાથોમાં શંખ, ગદા, ઢાલ અને ત્રિશૂળ આપું.
તારા કટિપ્રદેશ પર હીરા-મોતી જડિત સુવર્ણ કટિબંધ પહેરાવું.
તારા પગમાં રૂપાની ઝાંઝરી પહેરાવું.
તને મખમલની ચાખડીઓ પહેરાવું.
તારું રત્નોજડિત સુવર્ણ સિંહાસન પર સ્થાપન કરું.
તારા વાહન સિંહ, વાઘ અને ગાયને તિલક કરી સ્થાન આપું.

તારા પર સુગંધિત દ્રવ્યોનો છંટકાવ કરું.
તારા મસ્તક પર કમળ, ગુલાબ, ચમેલી, ચંપો, મોગરો, જાસુદ, કરેણ વગેરે પુષ્પો અર્પણ કરું.
તારા મસ્તક પર તુલસી, આંબો, અશોક, પીપળો વગેરે પત્રો અર્પણ કરું.
તને કેળાં, કેરી, દ્રાક્ષ, ચીકુ, બોર, સફરજન, શેરડી વગેરે ફળ ગુલાબની પાંખડીઓ અને તુલસીપત્ર સહીત અર્પણ કરું.
તને વિવિધ શાક, પુરી, કચુંબર, દાળ, ભાત , ખીરનું નૈવેદ્યં ગુલાબની પાંખડીઓ અને તુલસીપત્ર સહીત સુવર્ણપાત્રમાં ધરાવું.
તને રૂપાની ઝારીમાં ગંગા અને નર્મદાનું જળ ગુલાબની પાંખડીઓ અને તુલસીપત્ર સહીત ધરાવું.
તને પાનનું લવિંગસહીત બીડું ધરાવું.

તારા માટે ગાયના ઘીનો દીવો, ગુલાબ વગેરેના સુગંધિત મસાલાવાળી ધૂપસળીઓ, કપૂર-ગૂગળનો ધૂપ કરું
તારી આરતી ઉતારું.

અમારું સર્વસ્વ તને અર્પણ કરું.
અમે સર્વે, અમારું સમગ્ર અસ્તિત્વ તારા ચરણોમાં અર્પણ કરું.
હે મા, ભુવનેશ્વરી, ભવતારિણી, નારાયણી!

More from ભક્તિરસ

સચ્ચિદાનન્દ – ચિરાગ પટેલ મે ૧૦, ૨૦૧૫

સચ્ચિદાનન્દ – ચિરાગ પટેલ મે ૧૦, ૨૦૧૫ શાન્તિ… પ્રેમ… આનન્દ… સત જ્યારે પ્રગટે કોલાહલમા, સુન્દર મૂર્તિ ભાસે સદાશિવમા. મૃત્યુનો ભલે મચે હાહાકાર, શાન્તિનો શીતળ સાક્ષાત્કાર. શાન્તિ… પ્રેમ… આનન્દ… આકાર વિકાર વમળો અનેક, ચિત્તના વિલાસ ખિલે ક્યારેક. તલસાટ અધૂરપનો ધૂન્ધવાય, પ્રેમનો … read more

બ્રહ્મનો ભ્રમ? – બંસીધર પટેલ

બ્રહ્મનો ભ્રમ? – બંસીધર પટેલ જુલાઈ 1994 નીરખું હું આપને ફરી ફરી કે શું આ એ જ આતમે? કે પછી માનવસર્જિત નવું કોઈ નભ છે કે પછી દુષિત જગતનું વરવું રૂપ છે કે પછી અમીબા જેવા બદલાતા આકારનું આવરણ છે … read more

અંતરપ્રવાસ – ચિરાગ પટેલ

અંતરપ્રવાસ – ચિરાગ પટેલ ડીસેમ્બર ૨૮, ૨૦૧૧ હૃદયના કોઈ કોણે વિચારોને અંકુરિત કરી, ક્યારેક હું નીકળી પડ્યો એકલતા ઓઢી. આ ધરતી, આ નદી, આ પહાડ, આ વનરાજી, આ આકાશ, આ અલ્લડ પવન; પ્રશ્નો પૂછે મને. હું નથી મારામાં અને નથી … read more

આરાધના – બંસીધર પટેલ

આરાધના – બંસીધર પટેલ  ફેબ્રુઆરી 05, 1992 આરાધું હું શક્તિ તુજને, દેજે વર સહુ જગતને. લળી લળીને લાગું પાય, ભાગી સઘળી મનની જાળ. ધરતી, આકાશ અને પાતાળ, ત્રિજગતમાં ન લાગે મન. અંતમાં અનંત તું, વળી અસારનો પણ સાર તું. ધન્ય … read more

माई – बंसीधर पटेल

माई – बंसीधर पटेल    सप्टेम्बर ०५, १९९१ उमडके आया है माई तेरे नयनोमे प्यार बेसुमार | भरभर आई है माई तेरे भक्तोकी अखियाँ बेसुमार | बहुत तडपाया तुमने, हमने करी न कोई फ़रियाद | आना पडेगा आज, नहीं चलेगी कोई … read more

ગગનવિહાર – બંસીધર પટેલ

ગગનવિહાર – બંસીધર પટેલ   ફેબ્રુઆરી 15, 2000 વિસ્મયભરી નિગાહે નિરખી રહ્યો ગગનમાં, ઉંચે આભલે વિહરતું વિહગગણ શ્વેત આરસનું. ઊઠી ઉર્મિ હૃદયાકાશે, મન બન્યું નિઃસ્પંદ નિરવ, જાય દૂર અતિદૂર, મિલનની હોંશ ઉર્મિલ એક સરખી. કલરવ સરિતા તણો, નિતરતો મધુ બની, ભાવનિર્ઝર … read more

જન્મ

જન્મ – ચિરાગ પટેલ  સપ્ટેમ્બર ૨૨, ૨૦૧૦ અંધારું ઘુટાતું જતું સદીઓનું ઘટ મહી, સપના ઉગે ઘનઘોર અડાબીડ મહી. મનોતરંગ ઘુંટાય ‘ને વ્હાલમ સાકાર, વેણુ નાદે તલ્લીન મહામાયા રાધાકાર. રાધેશ્યામ રાગે રચે સચ્ચિદાનંદ રાસ, પ્રેમાતુર ભાવે ઉઠે નવ જગતની આશ. અંડ … read more

સમ્વાદ

સમ્વાદ – ચીરાગ પટેલ ઑગસ્ટ 10, 2009 (ઈન્દ્રવજ્રા: ગાગા લગાગા લલગા લગાગા, અક્ષરમેળ છન્દ) ————————————————– પ્રસ્તાવના: ઑગસ્ટ 10 થી શરુ કરેલું આ કાવ્ય આજે 14મી ઑગસ્ટ અને જન્માષ્ટમીએ પુરું કરું છું. કૃષ્ણ વૃન્દાવન છોડ્યા પછી કદી પાછા ફરતાં નથી અથવા … read more

दुर्गा प्रार्थना

दुर्गा प्रार्थना – चिराग पटेल जून ०२, २००९ दुर्गा दुर्गतिनाशिनी भवतारिणी क्षमादायिनी मुक्तिदायिनी जिववाहिनी| क्षमस्व मे, रक्षन्तु मे, मुक्तिन देही मे. तव चरनार्विंदे अर्पयामी सर्वस्व|| read more