બંસીધર પટેલ

ઉનાળો – બંસીધર પટેલ

ઉનાળો – બંસીધર પટેલ

ધોમ ધખતા તાપમાં મૃગજળ પણ વિલાઈ ગયું
મીઠા પાણીની વીરડી ભૂલીને રાહ કશેક અટવાઈ ગઈ
બળબળતા બપોરમાં જીવતો એક મરણતોલ ખેડૂત
ધરતીનો સપુત, બની કપૂત, શોધે વિશ્રામ એક નજરે
પાંદડા વિનાની લતાઓ, પનઘટ વિનાની નાર સમ ભાસે
ઉજ્જડ વેરાન ધીંગી ધરા દુર ક્ષિતિજ વરસે અગન ગોળા
ન ભાસે કોઈ અવરજવર, ચારેકોર નિસ્તબ્ધતા વેરાણી

દિલમાં ઉતાપ, અંતર વરસે અનરાધાર, ઉચાટ મનનો
સુરજ કહે હું જ બળીયો, ન મમ સમ કોઈ અવાર કો જબરું
વર્તાય કેર કાળો કુદરત તણો , બળિયા સમીપ સહુ લાચાર
ઉભા છે નિશબ્દ દિશા ગણો, પ્રલયનું ભયંકર રૂપ ભાસે
ધૂળ રજની રજકણો પણ લપાઈ ગઈ ધરા મહી
જળ ગયું રિસાઈ,દૂર ઉડી છુપાવા ભાગતું
નયન બીડાઈ ગયા, લોચનીએ અંધારા ઉગતા

અધમુઓ જીવ હાંફે, મરવાના વાકે હાડપિંજર ફરતું
જીવજંતુ પણ ખુબ પિસાતા, પ્રાણીજગત નામશેષ
જીવો જીવસ્ય ભોજનમ, પ્રમુખ મંત્ર ચર-અચર તણો
ભૂલે ભટકે પણ ના દે કોઈને, કુદરત કદીક કોપિત થઈને

More from બંસીધર પટેલ

બ્રહ્મનો ભ્રમ? – બંસીધર પટેલ

બ્રહ્મનો ભ્રમ? – બંસીધર પટેલ જુલાઈ 1994 નીરખું હું આપને ફરી ફરી કે શું આ એ જ આતમે? કે પછી માનવસર્જિત નવું કોઈ નભ છે કે પછી દુષિત જગતનું વરવું રૂપ છે કે પછી અમીબા જેવા બદલાતા આકારનું આવરણ છે … read more

આરાધના – બંસીધર પટેલ

આરાધના – બંસીધર પટેલ  ફેબ્રુઆરી 05, 1992 આરાધું હું શક્તિ તુજને, દેજે વર સહુ જગતને. લળી લળીને લાગું પાય, ભાગી સઘળી મનની જાળ. ધરતી, આકાશ અને પાતાળ, ત્રિજગતમાં ન લાગે મન. અંતમાં અનંત તું, વળી અસારનો પણ સાર તું. ધન્ય … read more

माई – बंसीधर पटेल

माई – बंसीधर पटेल    सप्टेम्बर ०५, १९९१ उमडके आया है माई तेरे नयनोमे प्यार बेसुमार | भरभर आई है माई तेरे भक्तोकी अखियाँ बेसुमार | बहुत तडपाया तुमने, हमने करी न कोई फ़रियाद | आना पडेगा आज, नहीं चलेगी कोई … read more

કમળ રોળાયું – બંસીધર પટેલ

કમળ રોળાયું – બંસીધર પટેલ  સપ્ટેમ્બર 05, 2001 ખેતરેથી વળતાં પાછા, ગામ નજીક સરોવર એક, ઝાંક્યું તેમાં ડોકીયું કરી, મળ્યો નહિ કોઈ તાગ. નાના હતા ત્યારે અમો ત્યાં, નિત ન્હાવા સહુ જાય, ડૂબ્યો એક દિન લાડકવાયો, છ બહેનોનો ભ્રાત. માલમિલ્કત … read more

નવોઢા – બંસીધર પટેલ

નવોઢા – બંસીધર પટેલ       એપ્રિલ 05, 2002 નવલી નવોઢા શું પરણીને આવી આજ મંગલ ગવાય. અરમાનો તણી ઓઢી ચાદર, લામ્બો ઘૂંઘટ પટ ખેંચાય. સાજન તણા ખોરડાં દીપાવવા વધૂને સહુ આમંત્રાય. તરગાળા વગાડે ખેંચી ખેંચીને ઢોલ વધામણાં દેવાય. સૌભાગ્ય રાત્રી સજી … read more

રક્ત – બંસીધર પટેલ

રક્ત – બંસીધર પટેલ      સપ્ટેમ્બર 5, 1992 વહે છે રક્ત આ કોનું, લાલ એનો રંગ છે. નથી વરતાતું ભાન એમાં નાત જાતના ભેદનું. લડે છે કોઈ કોઈની સાથમાં બનીને દુશ્મન રણમેદાનમાં. નથી ભાન લગીરે મનમાં, ભુલી વિવેક તારા ગાનને. … read more

दुआ हमारी – बंसीधर पटेल

दुआ हमारी – बंसीधर पटेल हम कितने बदनसीब थे, न मिला तुम्हारा प्यार, आरजू सब रह गई, न जाने कोई मन की बात | तुम्हे क्या फर्क पडेगा, तुम तो बेफिक्र हो शमा, हमारा दिल चिर दिया, पुराने वस्त्र की … read more

દીવડી – બંસીધર પટેલ

દીવડી – બંસીધર પટેલ  સપ્ટેમ્બર 03, 1992 હસતી ખેલતી ફૂલની કળી શી આ નિર્દોષ બાળા, ચંદ્રવદની, શિતળ નયની, પુતળી સમ સુગમ્ય ભાસે, કરી લીધી બંધ પલકો, સમાવવા નિર્દોષ સૌંદર્યને, અલપ ઝલપ કરી ગઈ દુર-સુદુર ઓજલ અલપ થઈ.       ચિત્રીત થયુ જીવન … read more

અણસાર – બંસીધર પટેલ

અણસાર – બંસીધર પટેલ  સપ્ટેમ્બર 03, 1992 પ્રસરી રહી છે સૌરભ પુષ્પની બેસુમાર અહીંતહીં, ધરણી બની નવોઢા, ઉદધિ મારે હિલોળા ઉચ્છ્રુંખલ બની. આસમાન પણ અધીરું ભાસે, તારલાના આભલા સમુ અનંત દીસે બ્રહ્માંડ દૂર સુદુર સૂરજ મુગુટ સોહાય વ્યાપી રહ્યું છે, … read more