બંસીધર પટેલ

બંસીધર પટેલ – Bansidhar Patel

મારા આદરણીય અને વ્હાલા પપ્પા – બંસીભાઈ મગનભાઈ પટેલ મોસાળમાં, નડીયાદ પાસેના એક નાનકડાં ગામ ચુણેલમાં નવેમ્બર 16, 1951ના રોજ જન્મ્યાં હતાં. મારા દાદા – મગનભાઈ હેરંજ ગામનાં મુખી હતા અને પપ્પા ત્રણ ભાઈઓમાં સહુથી મોટા.

પપ્પાએ શાળા પુરી કર્યા બાદ ગામ છોડી દીધું હતું અને નડીયાદમાંથી વાણીજ્ય શાખામાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો. તેમણે ICWA પણ કર્યું હતું. ભારતીય સનદી સેવામાં લેખીતમાં એમનું નામ વેઈટીંગની યાદીમાં આવ્યા બાદ, તેમણે ગુજરાત ટ્રેક્ટર, વડોદરામાં નોકરી શરુ કરી. મારો જન્મ ત્યારે થયો હતો. બાદમાં પપ્પાએ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમમાં નોકરી શરુ કરી. નોકરીના ભાગરૂપે અમારે ગોધરા, વાંસદા અને વડોદરા એમ અલગ-અલગ ઠેકાણે રહેવાનું થયું. છેવટે, અમારા છોકરાઓના અભ્યાસ માટે વડોદરા સ્થાયી થયા. મારા મમ્મી રોહિણીબેન અને પપ્પાનું પ્રેમલગ્ન હતું.

પપ્પાને વાંચનનો અદભુત શોખ હતો. તેમણે ધર્મ, મંત્ર, તંત્ર, દર્શન વગેરે પર પુષ્કળ વાંચ્યું હતું. તેમની પાસે ઘણાં અપ્રાપ્ય પુસ્તકોનો ખજાનો હતો જેનો મને લાભ મળ્યો છે.

પપ્પા મા જગદમ્બા પ્રત્યે સમર્પીત હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા.

પપ્પાને પોતે જોયેલા જીવનને કાવ્યમાં ઢાળવાની ટેવ હતી. તેમણે અઢળક જીવનદર્શન અને ભક્તી કાવ્યો લખ્યાં છે. જીવનના છેલ્લા વર્ષોમાં સ્વાસ્થ્ય ખરાબ રહેવા છતા તેમણે પુષ્કળ લખ્યું છે. તેમને નીવૃત્તી બાદ કાવ્ય અને લેખોને વ્યવસ્થીત કરી પ્રસીધ્ધ કરવાની બહુ ઈચ્છા હતી. જાન્યુઆરી 11, 2006ના દીને તેમના દેહાંત બાદ એ કામ મેં હાથ પર લીધું છે. જો કે, પપ્પાના કાવ્યો/લેખોને સુધારવાને બદલે યથા-તથા સ્વરૂપે જ મેં મુકવાનું નક્કી કર્યું છે.

 

My beloved father – Bansibhai M Patel was born in a small village (Chunel) near Nadiad on November 16, 1951. He used to live in a nearby village – Heranj. He was the eldest son of Maganbhai Lallubhai Patel – MUKHI of the village.

Bansibhai left Heranj after schooling and did his Bachelor’s and Master’s in Commerce from a college in Nadiad. He also did ICWA. He appeared for the Indian Civis Services and cleared written exams. He couldn’t appear for the interview because of some government policy obstructed him. Then, he joined Gujarat Tactors at Vadodara. After 1.5 years working there, he joined Gujarat State Forest Development Corporation as junior accountant. He spent years in Godhara, Vansda (near Dang), and then Vadodara. He reached to the post of Deputy Finance Controller at GSFDC, Vanganga, Vadodara.

He liked to read very much. He studied religion, philosophy, mantra/tantra vignan very deeply. He was a devotee of MAA Jagadamba and a disciple of Sri Ramakrushna Paramahansa, Swami Vivekananda, Sri Maa Sharadamanidevi. He liked to write his emotions and to show his feelings thru’ poems. His peoms were his analysis of life and his devotion to MAA.

For last 13-14 years, he suffered from Diabetes, Asthma. Even with severe health conditions, he used to write and to continue his quest to be a true devotee of MAA. He died on January 11, 2006.

He always wanted to publish his poems and articles as a book. I (Chirag) have started digitizing his work and publish thru’ this blog.

5 comments on “બંસીધર પટેલ

 1. આજે તમારા હોમપેજને તપાસતાં આ જડી આવ્યું ને એમાંય તે દીપકભાઈની સુંદર નોંધ ! મોડા પડ્યાના સંકોચ સાથે તમારા પીતાજીને અને એમની શ્રદ્ધાને વંદન ! પીતૃતર્પણ કરવાની તમારી રીત ગમી.

  એ કાવ્યો મને ન મળ્યાં, કેમ ?

  • આદરણીય જુ.કાકા,

   જ્યારે સ્વરાંજલી વર્ડપ્રેસ પર હતી ત્યારે તમે પપ્પાના કાવ્યો વાંચ્યાં હશે. અહીં તમે વર્ગીકરણમાં બંસીધર પટેલ જોશો તો તેમના બધાં કાવ્યો જોવા મળશે. તમે મને એ કાવ્યો મઠારવા માટે મોકલવા પણ ઘણાં સમય પહેલાં જણાવ્યું હતું.

 2. शुचिनाम् श्रीमताम् गेहे योगभ्रष्टोऽभिजायते

  • દીપકભાઈ, પપ્પાના પાના પર એકમાત્ર તમે કોમેન્ટ આપી છે, અને એ પણ આવી સરસ. સાભાર સ્વીકાર.
   તમારા ઋગ્વેદ પરના ધારાવાહિક લેખોની આતુરતાપૂર્વક રાહ જોઉં છું.

 3. Pingback: ઋતમંડળનl ચિરાગ પટેલ « ગુજરાતી સાહિત્ય સંગમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *