હું

IMG_1577
સૌપ્રથમ મારો પરિચય ટૂંકમાં આપી દઉં.

ડાકોર પાસેના હેરંજ ગામનાં વતની એવા બંસીભાઈ અને રોહિણીબેન મારા પિતા અને માતા. ત્રણ ભાઈ-બહેન – ચિરાગ, પાયલ, કુણાલ – માં હું સહુથી મોટો. પારૂલ જેવી સાથીદાર, વૃંદ જેવો પ્રેમાળ પુત્ર અને સ્વરા જેવી લાગણીસભર પુત્રી પામી; ‘મા’નો કૃપાપાત્ર થયો. મારો જન્મ વડોદરામાં અને ઉછેર વડોદરા, ગોધરા, તથા વાંસદામાં થયો છે. 2000ની સાલથી અમેરિકામાં રહું છું, હાલ ક્લિવલેન્ડ મુકામે. વ્યવસાયે સીનીયર ઈમ્બેડેડ એંજીનીયર તરીકે કામ કરું છું. સુપર કમ્પ્યુટર બનાવતી કમ્પનીઓને ખપ પડે તેવાં સુપર સ્પીડ નેટવર્ક પ્રોડક્ટ બનાવવાની કામગીરી કરું છું. મને દિગંતરૂપી ભાઈથી પણ વિશેષ મિત્ર અને મિત્રસમ હિના ભાભીરૂપે મળ્યાં એ મારું સૌભાગ્ય.

મારા પિતાજીના વારસારૂપે મળેલ સાહિત્ય લેખનને આગળ ધપાવવાનું કામ પહેલાં કાગળ પર કરતો હતો. 2006 જુનમાં મૃગેશ શાહની વેબસાઈટ રીડગુજરાતી.કોમ દ્વારા આઈએમઈ ગુજરાતી ટાઈપીંગ વિશે પહેલવહેલો ખ્યાલ આવ્યો અને મિત્ર – અભિજીતની ટકોરે બ્લૉગ ઉભો કરવાનો વિચાર જન્મ્યો. પ્રથમ તો ઈંગ્લીશમાં લખવાનો વિચાર આવ્યો. પણ મારા અને પપ્પાના લેખો/કાવ્યોને બ્લૉગ પર મુકવાનો વિચાર આવવાથી ગુજરાતી બ્લૉગ શરૂ કર્યો. આમ, બ્લૉગસ્પૉટ પર સ્વરાંજલિની શરૂઆત થઈ. વિવેકભાઈએ વર્ડપ્રેસ પર બ્લૉગ મુકવાની હિમાયત કરી એટલે સ્વરાંજલિને વર્ડપ્રેસ પર ખસેડી. ત્યારબાદ, વિજ્ઞાન અને અધ્યાત્મને સાંકળતી પરિમીતીનો જન્મ થયો. 3-4 મહિના બાદ મારા કમ્પ્યુટરના જ્ઞાનને વહેંચવા માટે વિજાંશની પણ રચના થઈ. આમ, મારી ત્રણ માનસપુત્રીઓ સ્વરાંજલિ, પરિમીતી અને વિજાંશનો જન્મ થયો અને તેઓને વાચકમિત્રોએ વધાવી લીધી. લગભગ જુલાઈ 2008થી ઋતમંડળ રૂપે ત્રણેય પુત્રીઓને કાયમી રહેઠાણ મળે એવી ગોઠવણ કરી.

સાચે જ, બ્લૉગ દ્વારા મને એક આધ્યાત્મિક અને આત્મિક સંતોષ મળે છે. મેં કદી વાચકો વધારવાની ખેવના કરી નથી. મને જે તે સમયે જે સાચુ લાગ્યું, યોગ્ય લાગ્યું એ રીતે જ અને એ જ પીરસ્યું છે. સૈધ્ધાંતિક રીતે જોડણીના સુધારાની તરફદારીને લીધે અસ્પૃશ્ય વહેવાર મનને કઠ્યો હતો, પરંતુ જ્યારે મેં વાચકોની પરવા જ નથી કરી, માત્ર અને માત્ર મારા પોતાના માટે જ લખ્યું છે, ત્યારે એ ખલેલ પણ મેં સ્વીકારી લીધી. જ્યારે પણ કોઈ વાચકમિત્ર મારા લેખ કે કાવ્ય દ્વારા કંઈક ભાવ કે જ્ઞાન પામે છે, ત્યારે લખ્યું વધુ સાર્થક થતું જણાય છે. બાકી તો હું મારી મસ્તીમાં મસ્ત છું. “મા” મને જે પ્રેરણા આપે છે તેનો દોરવાતો આગળ વધ્યે જાઉં છું.

મને લેખન, વાંચન, ક્રિકેટ, યોગ અને આધુનિક ભૌતિકવિજ્ઞાન શોખરૂપે વળગ્યા છે. કૃષ્ણ અને સ્વામી વિવેકાનન્દ મારા આરાધ્યપુરુષો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસ, શ્રીમા શારદામણિદેવી મારા પૂજ્ય અને આનન્દીમા મારા આધ્યાત્મિક ગુરુ.

આટલો સહન કરવા બદલ સહ્રદય પ્રણામ.
અસ્તુ.
– ચિરાગ (chipmap@gmail.com)

PS: Please, visit http://www.fotki.com/chipmap for my pics.

Check http://www.speakbindas.com/life-is-a-period-in-time-to-cherish-and-enjoy-chirag-patel/ my interview.
My facebook profile: Chirag Patel

Create Your Badge
My YouTube channel: http://www.youtube.com/chipmap
My Twitter page: http://www.twitter.com/chipmap

14 comments on “હું

 1. ઋતમંડળ પર ઘણું બધું કામ કરવા છતાં ; અહીં પહેલી જ વાર આવવા માટે ગુનાહિત લાગણી અનુભવું છું. ખેર… બેટર લેટ ધેન નેવર!
  —–
  અમે પણ ૨૦૦૦ માં જ અમેરિકા આવ્યા હતા – એ જોગાનુજોગ જ ને?

  • અરે દાદા, ઘણી વાર તમારી ટીપ્પણી ઋતમંડળને મળી છે.
   ૨૦૦૦ મીલેનીયમ વર્ષ હતું એટલે ઘણી બધી અસામાન્ય ઘટનાઓ ત્યારે જ ઘટી 🙂

 2. શ્રી ચિરાગ ભાઈ

  આપનો બ્લોગ બહુ સરસ અને માહિતી સભર છે, અમારા જેના બ્લોગ જગતના નવા નીશાળયા ને તમારાથી બહુ શીખવાનું છે.

  મળતા રહીશનું.

  મુસ્તફા

 3. તાજો તાજો જ બ્લોગ જગતમાં પ્રવેશ લીધો છે. રસના વિષયો નો પાર નથી, એટલે મળતા રહીશું.
  રાઓલજીના મૃત્યુ ની પોસ્ટ પરથી અહીં આવવાનું થયું.
  મૃત્યુ પછીનું જગત કે આત્માની વાતો ફક્ત વિજ્ઞાન સમજાવી શકશે નહી. (રેકી અને વિપશ્યના ના અનુભવથી જાણ્યુ છે.
  લીફે અફ્તેર લીફે (અંગ્રેજીમાં લખાયુ કે કેમ તે સમજાયુ નહી)
  લાઈફ આફ્ટર લાઈફ જોઈ જજો. મજા આવશે. ફરી ક્યારેક મળશું.
  જય શ્રી કૃષ્ણ !
  જગદીશ જોશી

 4. સરસ પરીચય છે. તમારું વ્યક્તીત્વ ઉભરે છે.

  ‘હું’ શીર્ષક આપીને પછી મને, મારું વગેરેથી વાતો મુકી છે તેને બદલે હુંને જ ચાલુ રાખ્યા હોત ?

 5. Pingback: ઋતમંડળનl ચિરાગ પટેલ « ગુજરાતી સાહિત્ય સંગમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *