એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017

એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017

જે જગમાં એ જ ભીતરે પ્રગટે;
કાયાવરણ એને નોખું ચીતરે.

સમસ્ત જગ વ્યાપ્ત, વળી અલિપ્ત;
દૂર તે, ન ચાલતો, વળી સમિપ તત.

એક શ્લોકમાં આખું ઉપનિષદ;
સમજાયું, અનુભવ્યું, ઈશ વ્યાપક.

અનેકમાં રહેતો એ જ એક અનન્ય;
વળી એક પણ નહિ ‘ને તે શૂન્ય.

માટીનો ઘડો, ઘડે જગ આખું વહી;
ઘટ મહીં જળ રહે, અખંડ જગ મહી.

ના મારુ, ના તારું, ના કશું કોઈનું;
ઠાલો દર્પ, ઠાલો દંભ, બધું છે એનું.

દીપની પ્રગટે ‘રોશની’ કરે તર્પણ;
‘મા’ તારું બધું, કરું તને અર્પણ.

One comment on “એકાત્મ – ચિરાગ પટેલ જાન્યુઆરી 18, 2017

  1. સરસ વાત છે. આ અનુભવોનું સાતત્ય આગળ જતાં જીવનમાર્ગ બદલી શકે છે……ગાંધીજીએ ટ્રસ્ટીશીપ જે કહી છે તેમાં બધું જ ઈશ્વરનું છે અને આપણે ભાગે જે આવેલું છે તેના ટ્રસ્ટી બની રહેવાથી ઉપનીષદને જીવી શકાય છે…….પણ આ સૌથી અઘરી બાબતોમાંની એક છે………તમને અભીનંદન….આ અનુભવકાવ્યને હું સાઈટ માટે લઈશ…ઓકે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *