લાગણીનું મૅનેજમૅન્ટ – ચિરાગ પટેલ

(Original published at: http://webgurjari.in/2016/09/30/emotions-managamenet/)

લાગણીનું મૅનેજમૅન્ટ

September 30, 2016 – ચિરાગ પટેલ

70 વર્ષના એક વૃદ્ધ કાયમ પોતાની પત્નીને “વ્હાલી”, “સ્વીટી”, “ડાર્લિંગ” વગેરે જેવા લાગણીભીનાં સંબોધનો જ કરતાં। એ જોઈ એક યુવાને એ વૃદ્ધને વંદન કરતા કહ્યું કે, “વડીલ, તમારી ઉંમરે પણ હું મારી પત્નીને તમારા જેટલો પ્રેમ કરીને બોલાવતો રહું એનો કોઈ ગુરુમંત્ર આપો!” વડીલ ખંધું હસ્યા અને કહે, “બેટા , તારી પત્નીનું નામ પણ તને યાદ નહિ રહે ત્યારે તું એને મારી જેમ જ બોલાવતો થઇ જઈશ!”

EI_chart

આ છે લાગણીનું મૅનેજમૅન્ટ। આપણને કોઈ વ્યક્તિનું નામ ભુલાઈ ગયું હોય પણ એ મળે ત્યારે જે ઉમળકાથી એને મળીએ એ આપણાં સ્વભાવમાં રહેલી વિવિધ લાગણીઓને જરૂર માત્રામાં અભિવ્યક્ત કરી સામી વ્યક્તિની હકારાત્મક લાગણીઓને બહાર લાવીએ એનું ઉત્તમ ઉદાહરણ છે.વ્યાવસાયિક ક્ષેત્રમાં અનેક પરિસ્થિતિઓમાં આપણે લાગણીનું મૅનેજમૅન્ટ કરવાની જરૂર પડે છે.

જાણ્યે-અજાણ્યે આપણી ઘરની પરિસ્થિતિ કે કામના સ્થળ પર આજુબાજુ બનતી ઘટનાઓની અસર આપણા મન પર થતી હોય છે. મોટેભાગે આપણે એ અસરોને અવગણી શકીએ છીએ કે એને દૂર કરી શકીએ છીએ. પરંતુ બૉમ્બ ધડાકો કે સ્વજનના મૃત્યુ જેવા પ્રસંગોએ આપણી કામગીરી સ્વાભાવિક રીતે અસર પામે છે. કોર્પોરેટમાં દરેક પગથિયે રહેલા કર્મચારીને આવા પ્રસંગોએ મુખ્ય કામગીરીને ઓછામાં ઓછી અસર પહોંચે એ માટે આવડત હોવી જરૂરી છે.

mood-clip-art-of-a-digital-collage-of-black-and-white-people-faces-of-ypwFxf-clipart

પોતાની કારકિર્દી શરુ કરી રહેલા કર્મચારીઓ પોતાના જીવનની પણ એક નવી શરૂઆત કરી રહ્યાં હોય છે. તેમના જીવનના અનુભવો પણ મર્યાદિત હોય છે. એ તબક્કે તેમના ઉપરી કર્મચારીની અંગત કાળજી ખુબ જ હકારાત્મક અસરો ઉત્પન્ન કરવામાં સહાયક બને છે.

અમુક વ્યાવસાયિક ક્ષેત્રો જેમ કે, અભિનય, મોડેલિંગ, જાહેર જીવન – વગેરેમાં લાગણીનું મૅનેજમૅન્ટ પ્રાધાન્ય ધરાવે છે. Show must go on – એ બહુ જાણીતું વિધાન છે. અલ્લામા ઇકબાલની એક જાણીતી પંક્તિ છે- જહાંમેં અહલ-એ-ખુરશીદ(સૂર્ય) જીતે હૈં, ઈધર ડૂબે, ઉધર નિકલે , ઉધર ડૂબે, ઈધર નિકલે। બહુ વર્ષો પહેલાં મેં બહેરામજી બાવા દસ્તુરની કલમમાં વાંચેલા શબ્દપ્રયોગ મુજબ – આત્મવિશ્વાસના ઇન્જેક્શન ક્યાંય મળતાં નથી. આપણે જાતે જ આપણી લાગણીઓના વમળમાંથી નીકળી સાચો માર્ગ શોધવાનો હોય છે.

વ્હૉટ્સ ઍપ પર ઘણીવાર આપણે વિડિઓ જોઈએ છીએ જેમાં અમુક કંપની પોતાના કર્મચારીઓ માટે યોગ, જિમ, વ્યવસાયિક વ્યાખ્યાનકારો, પર્યટન, સમૂહ ઉજવણીઓ જેવા જરૂરી પ્રોત્સાહક કાર્યક્રમો યોજાતી હોય છે. કોઈ કંપનીના વિડીઓમાં દરેક કર્મચારીઓ પોતાના સ્થાને ઉભા થઇ સંગીતના તાલે શરમ સંકોચ વગર નૃત્ય કરતા હોય છે. ઘણી વાર સામાજિક કાર્યક્રમોમાં કર્મચારીઓ સામુહિક ભાગ લેતા હોય છે કે મેરેથોન સ્પર્ધાઓમાં દોડતાં હોય છે.

આવી બધી પ્રવૃત્તિઓ કર્મચારીઓ વચ્ચે વિશ્વાસ, હૂંફની હકારાત્મક લાગણીઓ જન્માવે છે અને સ્પર્ધા, ઈર્ષ્યા, અભિમાન જેવી પરસ્પર નકારાત્મક લાગણીઓની આડઅસરો ઓછી કરવાનું કામ કરે છે.

મૅનૅજમૅન્ટનાં આ પ્રયોગો કૌટુંબિક, સામાજિક વ્યવહારોને પણ લાગુ પડે છે. તો, આજથી જ આપણી લાગણીઓનું મૅનેજમૅન્ટ કરી, નકારાત્મક લાગણીઓનું ઉર્ધ્વીકરણ શરુ કરીશું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *