સ્વપ્નિલ નીતરે લાગણી – ચિરાગ પટેલ મે 16, 2016

સ્વપ્નિલ નીતરે લાગણી – ચિરાગ પટેલ મે 16, 2016

અકળ અકથ્ય સમ્વેદનો,
વર્ષોથી ધોધમાર વરસવા આતુર,
આજે સાકાર થયું એક શમણું,
જયારે સ્વપ્નિલ નીતરે લાગણી.

ભીતરે ઉર્મિઓના અનહદ સ્ફોટ,
આંગણે પ્યારાં બે પુષ્પ મ્હોરે,
પ્રેમના વૃન્દ અર્પે સ્વરોથી અંજલિ.

સાથી સંગાથી અનેરી તું ઝળહળે,
ભીના ઝરમર સ્વપ્નની પોષક,
જીવનના સંતાપથી બની રક્ષક,
પ્રેમ પુષ્પોની ક્યારી સાચવતી,
“દીપ”ના પ્રેમની પાવક રોશની!

અંજલિ એકમેવ અર્પું મા,
તારું સર્વે તને જ અર્પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *