અક્ષના સમુદ્રે – ચિરાગ પટેલ March 09, 2016

અક્ષના સમુદ્રે – ચિરાગ પટેલ March 09, 2016

અક્ષના સમુદ્રે યાદોના ઝંઝાવાત ફુંકાયા
તમારી વણકહી વાતોના વાદળ ઉમટ્યાં

પ્રેમના હલેસે માંડ તરતી જીવન નૈયા
સમયના પાલવે બંધન જોડતી માયા

હૈયાની હલચલમાં પ્રાણનો તરફડાટ
શ્વાસોના દાવપેચમાં આપણો તલસાટ

મનમાન્યું કરવા ધારે અધરના ઉમંગ
ઇતિહાસમાં લખ્યાં અનોખા અનંગરંગ

મનના તરંગે વાસ્તવિકતાનું અતિક્રમણ
સ્થિતપ્રજ્ઞ જીવ પર માનસિક આક્રમણ

ભલે નદીના કિનારા રહે એક અંતરે
સમુદ્રે જઈ ભળે એકમેવમાં આખરે

વિખેરાતું અસ્તિત્વ અઢળક કણમાં
“દીપ” અને “રોશની” એક હરપળમાં

One comment on “અક્ષના સમુદ્રે – ચિરાગ પટેલ March 09, 2016

  1. નદી સાગરસે મિલતી હૈ , નહિ મિલતી કીનારોસે.—અત્યંત સુંદર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *