મૅનેજમૅન્ટ – સામાજિક પ્રદાન – ચિરાગ પટેલ

(originally published at http://webgurjari.in/2015/07/03/managing-corporate-social-responsibilty/)

એક વાર મહાગુરુને રાત્રે સ્વપ્ન આવ્યું જેમાં તે પોતે એક યંત્ર બની ગયા હતા. સવારે સ્વપ્નમાંથી જાગ્યા તો મહાગુરુને પ્રશ્ન થયો, “હું યંત્ર છું અને મનુષ્ય હોવાનું સ્વપ્ન જોઉં છું કે હું મનુષ્ય છું અને યંત્ર હોવાનું સ્વપ્ન જોયું? મને કશી ખબર નથી પડતી.”

clip_image001

મહાગુરુને જે પ્રશ્ન થયો એ ઘણી કંપનીઓને થતો હોય છે, જો કે થોડા જુદા પરિપ્રેક્ષ્યમાં. ઉદ્યોગ- ધંધાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક ઉપાર્જન હોય છે. એ માટે જરુરી સાધન- સંપત્તિ એકઠાં કરવામાં સમાજની સંપદાનો મોટો ભાગ વપરાઈ જતો હોય છે. એનાથી સમાજનો ઘણો ભાગ સાધન-સુખ વગેરેથી વંચિત રહી જતો હોય છે. વળી, અમુક ઉદ્યોગો પર્યાવરણને નુકશાન પહોંચાડે એવું ઉત્પાદન કરતા હોય છે. એટલે, ઘણાં ઉદ્યોગપતિઓ વિચારતા હોય છે કે, સંસ્થા સમાજ માટે છે કે સમાજ સંસ્થા માટે છે!

આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે, દરેક જાણીતી કંપનીઓ કે ઉદ્યોગપતિઓ કે વ્યાપાર શ્રેષ્ઠીઓ અમુક રકમનાં દાન કરતા હોય છે. ઘણી વાર અમુક સામા જિક રીતે પછાત લોકોના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓ શરુ કરીને પણ ઘણી કંપનીઓ પોતાનો સામા જિક ફાળો નોંધાવતી હોય છે. બિલ ગૅટ્સ કે વૉરેન બફેટ જેવા જાણીતા ખર્વપતિઓ પોતાની મોટા ભાગની સંપત્તિ અમુક રોગોને હઠાવવા ચાલતા સંશોધનો પાછળ ખર્ચતા હોય છે. અમુક સખાવતીઓ પોતાના નાણાં સરકારી જાહેર કાર્યોમાં આપતા હોય છે. રિલાયન્સ જેવી અમુક સંસ્થાઓ પોતાના કર્મચારીઓને ઓછા ખર્ચે સુવિધાઓ મળી રહે કે વૃક્ષો રોપી પર્યાવરણ સુધારામાં પોતાનો ફાળો આપતી હોય છે. કુદરતી આપત્તિ સમયે પણ ધનવાનો કે કમ્પનીઓ પોતાનો આર્થિક ફાળો આપતી હોય છે.

જો કે, કમ્પનીની સામા જિક જવાબદારીમાં માત્ર આર્થિક સહાય કે વૃક્ષારોપણ નથી. સામાજિક જવાબદારી એક બહુ મોટો શાસ્ત્રીય વિષય છે. આ એક લેખમાં તો આપણે આ વિષયનું વિહંગાવલોકન જ કરી શકીશું. દુનિયાભરમાં Corporate Social Responsibility (CSR) એટલે કે સંસ્થાકીય સામાજીક જતન વિશે ઘણું લખાયું છે. આ વિષય પર બહુ જ ઉત્કૃષ્ટ ચર્ચા-વિચારણાઓ થઇ છે, ઇન્ટરનેટ પર પણ પુષ્કળ માહિતી ઉપલબધ છે.

clip_image002

અમેરિકામાં ઘણી વાર જે-તે કંપનીને એના ગુણાંક આપી એની નોંધ લેવાય છે. આપણે આ ગુણાંક માટે કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે અને એની અસર કમ્પનીના નફા કે કામગીરી પર કેવી હોય છે એ સમજીએ. (નીચેના મુદ્દા માટે વૉશિંગ્ટન યુનિવર્સીટીના લેખનો મેં ઉપયોગ કર્યો છે.)

૧) સસ્થાગત માળખું – પારદર્શક વહીવટ, સરકારી નિયમોનું પાલન, ચોખ્ખો નાણાંકીય વહીવટ, ભ્રષ્ટાચારમુક્ત

૨) માનવ સંશાધન – અભ્યાસ અને વ્યાવસાયિક તાલીમ, સુરક્ષિત કાર્યકારી પરિસ્થિતિ, વંશિય/લિંગ વિવિધતા, વંશિય/લિંગ-ભેદ મુક્ત વાતાવરણ, આરોગ્ય સુવિધાઓ, યોગ્ય વળતર, બરતરફીની યોગ્ય નીતિ

૩) આધુનિક વિકાસ – વિશ્વવિદ્યાલયો સાથે સંલગ્નતા, નૈતિકપણે શુદ્ધ સંશોધન, ઉત્પાદનમાં પુરતી સલામતી, કાચી પેદાશોનો યોગ્ય ઉપયોગ, રીસાયકલિંગ

૪) યાન્ત્રિક સંશાધન – લાંચ/બાળમજૂરી વગેરે મુક્ત કામગીરી, ખેતી/પશુ-પક્ષી/વનસ્પતિ વગેરેને બિનજરુરી નુકશાન પહોંચાડ્યા વગરની કામગીરી, પ્રાકૃતિક સંપદાનો યથોચિત ઉપયોગ

૫) માલસામાનની હેરફેર – ટ્રાફિક, પ્રદુષણ, પ્રદુષકોનો યથોચિત નિકાલ વગેરે, ઉત્પાદનનુ યોગ્ય પૅકેજિંગ

૬) ઉત્પાદન પ્રક્રિયા – પ્રદુષકો અને કચરાનો યથાયોગ્ય નિકાલ, જૈવિક અને પર્યાવરણ પર આડઅસરોનુ નિયમન, ઉર્જા અને પાણીનો યોગ્ય વપરાશ, કર્મચારીની સલામતી

૭) વેચાણ પ્રક્રિયા – જાહેરખબરોમાં સચ્ચાઈ, ઉચિત/પારદર્શક કિંમત, ઉપભોક્તાને જરૂરી બધી માહિતી, ઉત્પાદનનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા, ખાનગી માહિતીનો યથોચિત ઉપયોગ

આંતરરાષ્ટ્રીય સ્તરનાં સ્ટાન્ડર્ડ્સ પ્રસ્થાપિત કરતી સંસ્થા, International Standards Organization (ISO)એ વ્યાપાર ઉદ્યોગને સામાજિક જવાબદાર નાગરિક તરીકે તેમની કાર્ય પધ્ધતિઓનાં સંચાલન માટે ISO 26000 : 2010 જેવી માર્ગદર્શિકા પણ બહાર પડી છે.

B Labs જેવી સંસ્થા $૫૦૦ જેવી ફી લઈને સભ્ય સંસ્થાને પ્રમાણપત્ર આપતી હોય છે. આ માટે સભ્ય સંસ્થાએ જરૂરી માપદંડ મુજબ પોતાનો વહીવટ કરવો પડે છે. GoodGuide જેવી સંસ્થા અમુક ઉત્પાદનોને પોતાના ગુણાંક આપે છે જેથી ઉપભોક્તાને માર્ગદર્શન મળી રહે.

clip_image003

આ વિષયમાં જેટલું કામ થયું છે તેની સરખામણીમાં ભારતમાં હજૂ પાશેરામાં માંડ પહેલી પૂણી કહી શકાય તેવી પ્રગતિ થઈ છે એમ કહી શકાય, અને તે પણ લાગૂ પડાયેલા કાયદાના પાલન તરફ વધારે ઝોક દર્શાવે છે. આવા સંજોગોમાં, કોઇક નાગરિક કે શાસના ધિકારીની જાગરુકતાને કારણે ‘મૅગી” જેવી ઘટના બને છે તે અપવાદો સુખદ આશ્ચર્ય પમાડીને રહે છે.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *