સચ્ચિદાનન્દ – ચિરાગ પટેલ મે ૧૦, ૨૦૧૫

સચ્ચિદાનન્દ – ચિરાગ પટેલ મે ૧૦, ૨૦૧૫

શાન્તિ… પ્રેમ… આનન્દ…

સત જ્યારે પ્રગટે કોલાહલમા,
સુન્દર મૂર્તિ ભાસે સદાશિવમા.
મૃત્યુનો ભલે મચે હાહાકાર,
શાન્તિનો શીતળ સાક્ષાત્કાર.

શાન્તિ… પ્રેમ… આનન્દ…

આકાર વિકાર વમળો અનેક,
ચિત્તના વિલાસ ખિલે ક્યારેક.
તલસાટ અધૂરપનો ધૂન્ધવાય,
પ્રેમનો મધુર પ્રવાહ રેલાય.

શાન્તિ… પ્રેમ… આનન્દ…

અનન્ત શક્યતા જ્યા વિરમે,
આ ક્ષણ અનિવાર્ય ત્યા રમે .
સ્થિતિને આવકારી જે જાણે,
આનન્દને યથાર્થ તે માણે.

શાન્તિ… પ્રેમ… આનન્દ…

“રોશની” જાગે “દીપ” મધ્યે,
સચ્ચિદાનન્દ રહે પરમ અર્ધ્યે.

શાન્તિ… પ્રેમ… આનન્દ…

One comment on “સચ્ચિદાનન્દ – ચિરાગ પટેલ મે ૧૦, ૨૦૧૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *