ઉનાળો – બંસીધર પટેલ

ઉનાળો – બંસીધર પટેલ

ધોમ ધખતા તાપમાં મૃગજળ પણ વિલાઈ ગયું
મીઠા પાણીની વીરડી ભૂલીને રાહ કશેક અટવાઈ ગઈ
બળબળતા બપોરમાં જીવતો એક મરણતોલ ખેડૂત
ધરતીનો સપુત, બની કપૂત, શોધે વિશ્રામ એક નજરે
પાંદડા વિનાની લતાઓ, પનઘટ વિનાની નાર સમ ભાસે
ઉજ્જડ વેરાન ધીંગી ધરા દુર ક્ષિતિજ વરસે અગન ગોળા
ન ભાસે કોઈ અવરજવર, ચારેકોર નિસ્તબ્ધતા વેરાણી

દિલમાં ઉતાપ, અંતર વરસે અનરાધાર, ઉચાટ મનનો
સુરજ કહે હું જ બળીયો, ન મમ સમ કોઈ અવાર કો જબરું
વર્તાય કેર કાળો કુદરત તણો , બળિયા સમીપ સહુ લાચાર
ઉભા છે નિશબ્દ દિશા ગણો, પ્રલયનું ભયંકર રૂપ ભાસે
ધૂળ રજની રજકણો પણ લપાઈ ગઈ ધરા મહી
જળ ગયું રિસાઈ,દૂર ઉડી છુપાવા ભાગતું
નયન બીડાઈ ગયા, લોચનીએ અંધારા ઉગતા

અધમુઓ જીવ હાંફે, મરવાના વાકે હાડપિંજર ફરતું
જીવજંતુ પણ ખુબ પિસાતા, પ્રાણીજગત નામશેષ
જીવો જીવસ્ય ભોજનમ, પ્રમુખ મંત્ર ચર-અચર તણો
ભૂલે ભટકે પણ ના દે કોઈને, કુદરત કદીક કોપિત થઈને

One comment on “ઉનાળો – બંસીધર પટેલ

  1. ખુબ સરસ ચિરાગ! શ્રદ્ધાંજલિ આપવાની તારી રીત ગમી. અને ટાટા પપ્પા ના કાવ્યો ખુબ સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *