બ્રહ્મનો ભ્રમ? – બંસીધર પટેલ

બ્રહ્મનો ભ્રમ? – બંસીધર પટેલ જુલાઈ 1994

નીરખું હું આપને ફરી ફરી
કે શું આ એ જ આતમે?

કે પછી માનવસર્જિત નવું કોઈ નભ છે
કે પછી દુષિત જગતનું વરવું રૂપ છે
કે પછી અમીબા જેવા બદલાતા આકારનું આવરણ છે
કે પછી વસૂકી ગયેલી ગાયનું નરવું રૂપ છે
કે પછી વહી ગયેલી વાર્તાની જેમ ભૂતકાળ છે
કે પછી નવોઢાએ ઓઢેલી ચુંદડી છે
કે પછી આપ્તજનોના સરી પડેલા આયુઓનો ઉદધિ છે
કે પછી મારા મનમાં જન્મેલો કોઈ ભ્રમ છે

હા, એ જ તો બ્રહ્મનું એક રૂપ છે
વેદો જેને નેતિ નેતિ કહી સમ્બોધે છે

One comment on “બ્રહ્મનો ભ્રમ? – બંસીધર પટેલ

  1. ‘ભ્રમ’માં પણ સત્યનાં દર્શન કરતાં રહીને જીવન વીતાવી દેવાનું, મોટે ભાગે તો થતું હોય છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *