ઝળહળતી રોશની – ચિરાગ પટેલ ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૨
રોશની મારી ઝળહળતી સમગ્ર વિશ્વમાં,
અખંડ અવિચળ શાશ્વત પ્રેમની જ્યોતિ.
પ્રગટ્યું ચૈતન્ય કણ-કણ વણદીઠા તત્વે,
પ્રાણ ધબકાવી સંચરે અવિરત રોશની.
દેહ ઘડ્યો પંચભૂતોના સંમિશ્રણ થકી,
આકાર આપે અવનવા સુંદર રોશની.
ઊંચા આકાશમાં વિસ્તર્યું બ્રહ્માંડ નિરંતર,
પરિમાણ આપી નવા સમેટતી રોશની.
સુંદર ચિત્રપટ ઉમટ્યું પૃથ્વીના ફલક પર,
સુગંધીનો દરિયો ઠાલવે અમૃતનો રોશની.
પળમાં ઉગી, પળમાં જીવી, પળમાં આથમી સૃષ્ટિ,
બોધ સર્વે સાક્ષી ભાવે જોઈ રહેતી રોશની.
લાગણીનાં ચઢાવ ઉતાર આવ્યા જીવનમાં,
પ્રેમની હુંફ આપતી રહે હરહંમેશ રોશની.







લાગણીનાં ચઢાવ ઉતાર આવ્યા જીવનમાં
પ્રેમની હુંફ આપતી રહે હરહંમેશ રોશની”
રોશની વગર જીવન નિરર્થક
સુંદર સત્ય