જન્મોજન્મનો પ્રેમ – ચિરાગ પટેલ ફેબ્રુઆરી ૧૫, ૨૦૧૨
તારી ઘેરી આંખોમાં ઘૂઘવે છે -
મારા જન્મોજન્મના પ્રેમની તરસનો સાગર.
તારા બંધ હોઠોમાં છુપાયું છે -
મારા જન્મોજન્મના પ્રેમનું કાયમી સરનામું.
તારા પ્રકાશિત ભાલથી ચમકે છે -
મારા જન્મોજન્મના પ્રેમનું વિસ્ફારિત વિશ્વ.
તારા ગુલાબી ગાલથી શોભિત છે -
મારા જન્મોજન્મના પ્રેમની અનુપમ રંગોળી.
તારી લહેરાતી લટમાં વિસામો લે છે -
મારા જન્મોજન્મના પ્રેમનું લખ-ચોરાશી ધણ.
તારા ભીનાં હૃદયમાં પાંગરે છે -
મારા જન્મોજન્મના પ્રેમથી સુવાસિત પુષ્પ.
તારા અસ્તિત્વની રોશનીથી લિપ્ત છે -
મારા જન્મોજન્મના પ્રેમની પાવક જ્યોતિ.






સરસ
તારા ભીના હ્રદયમાં પાંગરે છે
મારા જ્ન્મોજ્ન્મના પ્રેમથી સુવાસિત પુષ્પ”