ઓઢણી – ચિરાગ પટેલ

ઓઢણી – ચિરાગ પટેલ જાન્યુઆરી ૨૪, ૨૦૧૨

છંદ: મંદાક્રાન્તા ( ગા ગા ગા ગા લ લ લ લ લ ગા ગા લ ગા ગા લ ગા ગા )

ફેલાતી જાય, ફલક વળોટી ઉડે, “રોશની” જો,
તારા અંગો અધખુલું થયાં, ઓઢણી બેવફા છે.
આંખો બન્ને તરબતર, ભારે નશો પ્રેમનો જો,
શૈયા તૂટે, ધડકન હવે ચૂકતી, લાગણી છે.
ખોવાતો જાઉં હું, મલપતી ચાલનાં ફૂલડાં જો,
વિદ્રોહી સાગર ઉછળતો, ચાંદ રાગે રમે છે.
સ્વપ્નોનાં સુંદર અનુભવે જાગું, નિદ્રા સુખે જો,
માયા ખંખેરું ખુદ પરથી, વાસ્તવિકતા હસે છે.

ટીપે ટીપે વિરહ છલકે, રાત લાંબી સજા છે.
એકાંતે છેડું હું મિલન સંગીત, રેવા તટે જો,
તારી યાદો પલ પલ નવી લાગતી સંપદા છે.

તોડી સર્વે વિકટ શરતો, દોડતો આવું સંગે,
બાકી રહ્યું શું કંઈ હજુ, ‘મા’ની કૃપા છે અનંગે.
હૈયે લાગી લગન, સજની સાંભરે સુંદરી તું.

This entry was posted in કાવ્ય, ચિરાગ પટેલ. Bookmark the permalink.

One Response to ઓઢણી – ચિરાગ પટેલ

  1. Indu Shah says:

    સરસ કાવ્ય
    visit
    “શબ્દ સથવારે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>