આંધળાને દ્રષ્ટિ જડે – ચિરાગ પટેલ જાન્યુઆરી ૨૦, ૨૦૧૨
‘ઇ’ ‘ઈ’ થી આંખો ફાંગી કરી, ‘ઉ’ ‘ઊ’થી કાન આગળ પાછળ કરી,
મુખમાંથી ‘શ”ષ”સ’રકાવી,
આંધળો હૈયું કૂટે.
જે બાપુએ મત્તું માર્યું,
ઘોડાની આંખે ડાબલા ચઢાવી,
આંખ, નાક, કાન બંધ રાખી,
ઘાણીનો બળદ અડદિયા પીલે.
સંસ્કૃતની થઇ પ્રાકૃત,
પ્રાકૃતની અગણિત આકૃત,
પણ આંધળો બહેરો થતો જાય.
ના સુણે કોઈનું ‘ને ના માન રાખે કોઈનું,
એક્ચીલે ગધ્ધાવૈતરું કર્યે જાય.
જનસામાન્ય મ્હો ભલે ફેરવતો,
ગુજરાતી ભલે ગુજરતી,
ભૂલકાં ભલે ભૂલતા ગુજરાતી,
એ તો એક જ આંખે જોતો.
ના કોઈ ચર્ચા, ના કોઈ તર્ક,
માત્ર ગાળાગાળી ને આભડછેટ,
એ તો ચાલે આંખો ખુલ્લી રાખી.
છે આંધળો એ તો…





