પ્રેમની સાખે – ચિરાગ પટેલ

પ્રેમની સાખે – ચિરાગ પટેલ ડીસેમ્બર ૧૯, ૨૦૧૧

સમયની ધારા અફાટ, અસ્ખલિત વિસ્તરતી રહેતી,
‘ને અમે એક ખોબો ભરી પીવા તલસતા રહેતા.
માંડ એક ઘુંટડો પીધો ના પીધો,
‘ને ખોબો આતંકિત થઇ ફેલાઈ જતો.

પ્રકાશ તારો ખૂણેખાચરે પહોચી વળતો,
‘ને એક કિરણ માટે અમે વલખા મારતા.
માંડ એક અજવાળું અમને આવી મળતું,
‘ને અમે ક્ષોભિત થઇ સંતાઈ જતા.

વર્ષા ભીંજવતી ધોધમાર ચહુદીશ,
‘ને અમે ઝરમરિયા ઝીલવા તત્પર રહેતા.
માંડ એક ધાર અમને નવડાવતી,
‘ને અમે વીજળીના ચમકારે ખોવાઈ જતા.

તારીને મારી જીવની છે અનંત વિસ્તૃત,
‘ને એક પલ આપણી મેળવવા તડપતા રહેતા.

વિશ્વાસ છે અખૂટ અને કૃપા છે ભરપૂર એની,
મિલનની એક ક્ષણમાં ફરિયાદો પીગળી જતી.

This entry was posted in કાવ્ય, ચિરાગ પટેલ. Bookmark the permalink.

3 Responses to પ્રેમની સાખે – ચિરાગ પટેલ

  1. સરસ સુફી ટોન ધરાવતું કાવ્ય ગમ્યું.
    માંડ એક ધાર અમને નવડાવતી,
    ‘ને અમે વીજળીના ચમકારે ખોવાઈ જતા…….સરસ વ્યંજના.

  2. sneha says:

    બહુ જ સરસ …પહેલી વાર જ આપનો બ્લોગ જોયો . બહુ ગમ્યો..શુભકામનાઓ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>