એક તું – ચિરાગ પટેલ ડીસેમ્બર ૧૪, ૨૦૧૧
અડાબીડ અંધકાર મહી,
એક તસવીર
ઊર્મિલ ઝગમગતી.
જીવનની મિથ્યા દોડમાં,
એક છાંયડો
નવપલ્લવિત થતો.
મૃગજળના વીરડામાં,
એક અંકુર
અફાટ વિસ્તરતો.
હૈયાના આયનામાં,
એક ચહેરો
પ્રેમ રેલાવતો.
‘મા’ની ભક્તિમાં,
એક ફૂલ
શૃંગાર સજતું.
મારી વસંતમાં,
જાનુ તું,
સુગંધી વિખેરતી.





