અનરાધાર કૃપા – ચિરાગ પટેલ ડીસેમ્બર ૦૮, ૨૦૧૧
હે મા, હે પ્રભુ, હે ઈશ્વર!
તારી કૃપાનો પ્રસાદ વરસે મારા પર,
વાસંતી આગમન તેનું મારા જીવનમાં છે.
તારા હૈયાને મેં ઓળખ્યું નજીકથી,
હૂંફાળો વાસ તેનો મારા હ્રુદિયામાં છે.
તારા ચહેરા પર મુસ્કાન આવી હશે,
સ્વીકાર મારો તેના સમસ્ત અસ્તિત્વમાં છે.
તને પણ રાસ રચવાનું મન થયું હશે,
પ્રેમનાં ફૂલ અમારા એકાકારમાં ખીલ્યાં છે.
તારા બોલ પડઘાય છે મારા રોમેરોમ,
તેના નિરંતર સ્પર્શની સરવાણી વહે છે.
તારા આશિષ ઉમટે અનરાધાર અહી,
તેની અણકહી ઈચ્છાઓને સાકાર હું કરું છું.
તારી ભક્તિને પાત્ર બન્યો છું હવે,
હું તેની લાગણીઓમાં તરબોળ જ્યારે થયો છું.







ચિરાગ,
સુંદર કવિતા.
ખુબ ખુબ આભાર રાજેન્દ્રઅંકલ