શણગાર

શણગાર – ચિરાગ પટેલ    ઑગસ્ટ 06, 2010

(છન્દ: વસંતતિલકા, ગાગા લગા લલલ ગાલ લગાલ ગાગા, અક્ષરમેળ)

શબ્દો વછોડું ઉદગાર રહે અધૂરા,
લાવણ્ય એવું શણગાર તદ્રૂપ ભાસે.

જાસૂદ રક્તિમ લજાતું રસાળ ઓષ્ઠે,
ભીનો મદાન્ધ તલ કામણ રાગ છેડે.

આંખો જડી પલક છીપ થઈ સમાતી,
હૈયે સમન્દર ઉછ્રુંખલ પાન પાતી.

આ રેશમી કલરવે ઉડતાં કલાપ,
વેણી સજી મખમલી લટકા અમાપ.

ભર્યા પયોધર કરે રસદાન સંગે,
વાસ્યા કમાડ ઉઘડે રમતાં કુચાગ્રે.

તીખા વળાંક સમ કેડ કમાન તાણી,
આખેટતી મનુજ અંગ અભાન નાભિ.

વાણી વિલાસ તરસી કવિતા જગાડે,
કલ્લોલતી ઝરણ શોર સમી વધાવે.

કાળોતરો વિરહ થાય હવે પરોણો,
લૈ ઘેન જાગરણ પોંખતુ પારિજાતે.

This entry was posted in કાવ્ય, ચિરાગ પટેલ. Bookmark the permalink.

3 Responses to શણગાર

  1. Neela says:

    બહુ સરસ રચના છે.

  2. rachana says:

    ખુબ જ સરસ, ચિરાગ. છંદમાં તમારી કવિતા ખુબ જ નિખરી છે.

    રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>