ગીતાંજલી – રવિન્દ્રનાથ ઠાકુર

ગુજરાતી ભાવાનુવાદ: ચિરાગ પટેલ     ઑગસ્ટ 14, 2010 (ભારતમાં ઑગસ્ટ 15)

જ્યાં ચિત્ત ભયશૂન્ય હોય
જ્યાં આપણે ગર્વથી મસ્તક ઉંચું રાખી પ્રગતિ કરી શકીએ
જ્યાં જ્ઞાન મુક્ત હોય
જ્યાં દિન-રાત વિશાળ વસુધાને ખંડોમાં વિભાજીત કરી
નાના-નાના આંગણાં ના બનાવાતા હોય.

જ્યાં હરેક વાક્ય હ્રદયના ઉંડાણમાંથી આવતું હોય
જ્યાં દરેક દિશામાંથી કર્મની અખૂટ નદીઓના સ્તોત્ર ફૂટતા હોય
અને નિરંતર અબાધિત વહેતા હોય,
જ્યાં વિચારોની સરિતા
તુચ્છ આચારોની મરુભૂમિ પર ખોવાતી ના હોય
જ્યાં પુરુષાર્થ સેંકડો ટૂકડાઓમાં વહેંચાતો ના હોય
જ્યાં સર્વ કર્મ, ભાવનાઓ, આનન્દાનુભૂતિઓ સર્વને મળતી હોય.

હે પિતા, તમારા હાથો વડે નિર્દયતાથી પ્રહાર કરીને
એ જ સ્વાતંત્ર્ય સ્વર્ગમાં સૂતેલા ભારતને જગાડો.

(from http://kalchiron.blogspot.com/2010/08/chitto-jetha-bhayashunyo-where-mind-is.html)

One of the charismatic poem by Gurudev Rabindranath Thakur from his Geetanjali. On the eve of 64th independence day of India, I convey my regards and wishes to fellow Indians.

Original Bengali version:

চিত্ত যেথা ভয়শূন্য উচ্চ যেথা শির,
জ্ঞান যেথা মুক্ত, যেথা গৃহের প্রাচীর
আপন প্রাংগণতলে দিবস-শর্বরী
বসুধারে রাখে নাই খণড ক্ষুদ্র করি,

যেথা বাক্য হৃদযের উতসমুখ হতে
উচ্ছসিয়যা উঠে, যেথা নির্বারিত স্রোতে,
দেশে দেশে দিশে দিশে কর্মধারা ধায়
অজস্র সহস্রবিধ চরিতার্থতায়,

যেথা তুচ্ছ আচারের মরু-বালু-রাশি
বিচারের স্রোতঃপথ ফেলে নাই গ্রাসি -
পৌরুষেরে করেনি শতধা, নিত্য যেথা
তুমি সর্ব কর্ম-চিংতা-আনংদের নেতা,

নিজ হস্তে নির্দয় আঘাত করি পিতঃ,
ভারতেরে সেই স্বর্গে করো জাগরিত ||

Devanaagari transliteration

चित्त जेथा भयशून्य ,उच्च जेथा शिर ,
ज्ञान जेथा मुक्त जेथा गृहेर प्राचीर
आपन प्रांगणतले दिवसशर्वरी
बसुधारे राखे नाइ खण्ड खण्ड क्षुद्रकरि,

जेथा वाकय हृदयेर उत् समुखहते
उच्छ्वसिया उठे , जेथा निर्वारित स्रोते
दशे देशे दिशे दिशे कर्मधारा धाय
अजस्र सहसबिध चरितार्थताय-

जेथा तुच्छ आचारेर मरुबालुराशि
बिचारेर स्रोतःपथे फेले नाइ ग्रासि,
पौरुषेरे करे नि शतधा-नित्य जेथा
तुमि सर्व कर्म चिन्ता आनंदेर नेता-

निज हस्ते निर्दय आधात करि पितः,
भारतेर सेइ स्वर्गे करो जागरित।

Hindi Translation - कवी शिवमंगल सिंह “सुमन” द्वारा

जहां चित्‍त भय से शून्‍य हो
जहां हम गर्व से माथा ऊंचा करके चल सकें
जहां ज्ञान मुक्‍त हो
जहां दिन रात विशाल वसुधा को खंडों में विभाजित कर
छोटे और छोटे आंगन न बनाए जाते हों

जहां हर वाक्‍य ह्रदय की गहराई से निकलता हो
जहां हर दिशा में कर्म के अजस्‍त्र नदी के स्रोत फूटते हों
और निरंतर अबाधित बहते हों
जहां विचारों की सरिता
तुच्‍छ आचारों की मरू भूमि में न खोती हो
जहां पुरूषार्थ सौ सौ टुकड़ों में बंटा हुआ न हो
जहां पर सभी कर्म, भावनाएं, आनंदानुभुतियाँ तुम्‍हारे अनुगत हों

हे पिता, अपने हाथों से निर्दयता पूर्ण प्रहार कर
उसी स्‍वातंत्र्य स्‍वर्ग में इस सोते हुए भारत को जगाओ

English Translation

Where the mind is without fear
and the head is held high;
Where knowledge is free;
Where the world has not been
broken up into fragments by the tireless efforts of men;

Where words come out from
the depth of truth;
Where the currents of tireless striving originate
and flow without hindrance all over;

Where the clear stream of reason and thoughts has not lost its way into the dreary
desert sand of lowly habits and deeds;
Where the valour is not divided in 100 different streams;
Where all the deeds, emotions are blissfully given by you

My father, strike the sleeping India without mercy,
so that she may awaken into such a heaven.

This entry was posted in કાવ્ય, ચિરાગ પટેલ. Bookmark the permalink.

8 Responses to ગીતાંજલી – રવિન્દ્રનાથ ઠાકુર

  1. મને બહુ જ પ્રિય કવિતા – અમારે 11મા ધોરણમાં – અમારા જમાનાના એસ.એસ.સી. માં – ભણવામાં આવતી હતી.
    પણ ક્યાં છે એ સ્વતંત્રતા? ક્યાં ? ક્યારે?
    તમે જુવાન લોકો એ વિશ્વ જોઈ શકો, એમાં રહી શકો , શ્વસી શકો એ આરજૂ ..અમે તો હવે આ ગુલામીમાં જ જવાના . જો ને, એક જોડણીની ગુલામી પણ છોડી શકતા નથી!! .
    પણ કોણ જાણે કેમ ભવિષ્ય કાળું ધબ કેમ દેખાય છે?

    • foram says:

      આ વાત તો સાચી જ છે

    • Jagdish Pandya says:

      સુરેશભાઈ,
      “ગીતાંજલિ” તો મારી પણ પ્રિય કવિતા હતી અને આજે પણ છે. પણ તે કવિતા તે સમયમાં
      કવિની તે સમયના સમાજની પરિસ્થિતિ અંગેની માનસિક અનુભૂતિનો અવશ્કાર છે. આજના
      પ્રશ્નો અને તે અંગેના પરિબળો તદ્દન જુદા છે. અને તેથી આપણાં ઉકેલો પણ જુદા હોવા જોઈએ
      અને છે. આઝાદીના ૬૩ વર્ષોમાં દેશ ૭૦૦ વર્ષોની ગુલામીમાંથી પસાર થયા છતાંયે વીશ્વમાં
      અગ્રગણ્ય દેશોની ગણતરીમાં આવી ઉભો છે. પ્રશ્નો તો બધાયે સમાજમાં હોવાના. અમેરિકા પણ
      કઠીન સમયમાંથી પસાર થઇ રહ્યું છે. આપણો દેશ આજે અંધકારમાં નથી. આજે એ ઉત્થાનના
      માર્ગે ગર્વભેર પગલાં ઉઠાવી રહ્યો છે ત્યારે નિરાશાના સુર ન ગાશો. મારી એક કવિતાની બે પંક્તિઓ હું તમને અહી રજુ કરી આપું.. ” તુમ કદમ ઉઠાતે ચાલો ઉન શીખારોકી ચોત્તીકી ઔર, મય
      પરચમ લેહેરતા જાઉંગા મેરે દોસ્તકી કામાંયાબીકા.” આપણા ગણા બધા નાવજવાનોએ વિકસેલ દેશોની બરાબરીમાં સિધ્ધિઓ મેળવી છે. આવો આપણે તે વિશેની કવિતાઓ/ગીતો બનાવીએ
      અને માથું ઉચું રાખીને વિશ્વ સાંભળે તેવા સૂરમાં ગાઈએ. જયહિન્દ.

  2. pragnaju says:

    હે પિતા, તમારા હાથો વડે નિર્દયતાથી પ્રહાર કરીને
    એ જ સ્વાતંત્ર્ય સ્વર્ગમાં સૂતેલા ભારતને જગાડો.
    নিজ হস্তে নির্দয় আঘাত করি পিতঃ,
    ভারতেরে সেই স্বর্গে করো জাগরিত ||

    The last two lines of original Bengali version are harsher. They state:

    “Lord Father, strike {the sleeping} Bharat (India) without mercy,
    so that it may awaken into such a heaven.

    While Tagore was not a politician,

    his poem has continued to inspire Indians to create a free-thinking,

    united and dynamic nation.

    The poem is also very popular among the liberals in Bangladesh.

  3. foram says:

    વાહ ખુબ જ સુંદર .

  4. મુંબઇમાં ૨૬/૧૧ ની ઘટનાથી ભારત પાકિસ્તાનની બોર્ડર મુંબઇમાં જ લાગતી હતી. આતંકનું રાજ હતું. એ નંગો નાચ લાચારી અને શરમજનક રીતે આખો દેશ અને વિશ્વ જોઇ રહ્યુ હતુ.
    એવી જ ઘટના ભારતીય સંસદ ભવન પરનો હુમલો અને ગાંધીનગર અક્ષરધામ મંદિર પરનો હુમલો, કાશ્મીરી પંડીતોની લાખોમાં હીજરત અને અનેક મોત, મુંબઇ સીરીયલ બ્લાસ્ટ, અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ, વગેરે વગેરે

    - પછી કેવી રીતે કહી શકાશે ?
    - કેવી રીતે કવીવર ટાગોરના આ સ્વપ્નને …. ?? !!

    ‘‘જ્યાં ચિત્ત ભયશૂન્ય હોય
    જ્યાં આપણે ગર્વથી મસ્તક ઉંચું રાખી પ્રગતિ કરી શકીએ’’

    બોફોર્સ કાંડ, હર્ષદ મહેતા શેર બજાર કાંડ, તેલગીનું સ્ટેમ્પ કાંડ, લાલુ પ્રસાદનો કહેવાતો અને બેફામ ચર્ચાતો ચારાકાંડ, સીક્યોરીટી સ્કેમ, અને હવે તો, રાજા – જાણ કે ભ્રષ્ટ્રાચારનો રાજા જોઇ લો, કોઇ શરમ જ નહીં,
    - તો પછી કેવી રીતે કહી શકાશે કે ,

    ‘‘તુચ્છ આચારોની મરુભૂમિ પર ખોવાતી ના હોય
    જ્યાં પુરુષાર્થ સેંકડો ટૂકડાઓમાં વહેંચાતો ના હોય
    જ્યાં સર્વ કર્મ, ભાવનાઓ, આનન્દાનુભૂતિઓ સર્વને મળતી હોય.

    હે પિતા, તમારા હાથો વડે નિર્દયતાથી પ્રહાર કરીને
    એ જ સ્વાતંત્ર્ય સ્વર્ગમાં સૂતેલા ભારતને જગાડો’’
    મારી વ્યથાના શબ્દો મને કહે છે…

    <a href=""દિશા લગીરે સૂઝતી નથી.=""
    –પી. યુ. ઠક્કર

    સીરીયલ બ્લાસ્ટના લીસ્ટમાં,
    સામેલ શહેરોનો મારો આ દેશ, ક્યાં છે,
    અત્યાચારની સીમા ? ક્યાં છે આ દેશની સીમા ?
    આ જવાનો તૈનાત કેમ, ગેઇટ વે ઓફ ઇન્ડિયા પર ?
    અમદાવાદની ગલીઓમાં ઘૂમતી, સશસ્ત્ર આ ફોજ ?
    શરમનું કે બહાદુરીનું, શાનું આ પ્રદર્શન ?
    ‘અક્ષરધામ’ !! તે મંદિર કે સમારાંગણ ?
    ક્યાં છે સીમા, આ તે કેવી ઉલઝન ?

    બળતરા ને ચચરાટ આ હૃદયે,
    શૂળ ભોંકાય છે હૃદયે,
    દિશા લગીરે સૂઝતી નથી.

    જૂના ઘાની કળ વળી ના વળી,
    તો ય એ ઘાની પરવા નથી, નિત નવા ઘા ઝીંકાય છે,
    નવો ને ઉંડો આ ઘા, અસહ્ય જણાય છે,
    આહ, આ વેદના,
    તો ય એ સારો છે !! કારણ ?
    એ જૂનાને સારો કહાવે છે,
    ૬૪ કરોડના બોફોર્સથી પ્રગતિ પામી,
    ઘાસચારા, સ્ટેમ્પ અને સીક્યોરીટી
    એવા કઇંક સ્કેમ થકી વિસ્તરી,
    ૧.૭૭ લાખ કરોડના ભ્રષ્ટ્રાચારનો આ દેશ ?
    રાજા રહ્યા કે રાજા ના રહ્યા,
    તો ય ગરીબ મારો દેશ બિચારો…!

    બળતરા ને ચચરાટ આ હૃદયે,
    શૂળ ભોંકાય છે હૃદયે,
    દિશા લગીરે સૂઝતી નથી.

    ધારો, કવીવર ટાગોર હયાત હોત,
    આ હિન્દુસ્તાનના ગીત કેવા લખ્યા હોત ??
    સ્વપ્નાઓ ચકનાચૂર થયાં હોત, ને –
    શું તેઓ ભાંગી પડ્યા ના હોત ??
    વ્યથિત એ થયા હોત, એ શોધતા હોત,
    કઇ કલમે એ લખાયું હતું ?
    ક્યાં ગઇ એ કલમ, ક્યાં ગયા એ સ્વપ્ન?

    ‘‘જ્યાં ચિત્ત ભયશૂન્ય હોય
    જ્યાં આપણે ગર્વથી મસ્તક ઉંચું રાખી પ્રગતિ કરી શકીએ’’

    બળતરા ને ચચરાટ આ હૃદયે,
    શૂળ ભોંકાય છે હૃદયે,
    દિશા લગીરે સૂઝતી નથી.
    — પી. યુ. ઠક્કર

    • Chirag says:

      સાચી વાત પ્રવીણભાઈ, આપણે સંવેદનશીલતા ગુમાવી ચુકેલી, ખમીર ગુમાવી ચુકેલી, સ્વાભિમાન ગુમાવી ચુકેલી પ્રજા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>