ચિરાગ

ચિરાગ – બંસીધર પટેલ                ઑગસ્ટ 29, 1992

પૂજ્યા પત્થર, કર્યા દીવા, નમન વળી સહુ દેવને;
માનતાઓ ફળી સહુ, આવ્યો ઉજાશ જીવન મહી.
જનમ થયો ચિરંજીવનો, હૈયે આનન્દ થયો અદીઠ,
જાણતર જોષીડે ભાખ્યા જોષ, થશે કુળદીપક તમ્હારો.

શૈશવ આવ્યું અરે ગયુ, બન્યો કિશોર હાલનો,
રમતગમત થકી આવ્યો એક અણસાર અહી,
ધ્યાન ભલે હોય અવરમાં, મન માંહ્યે એક,
શાળાએ જતા સહુ, આ બાળક અદ્વિતિય ભાસે.

અતિ હોંશે ભણ્યો-ગણ્યો, થયો જુવાન ફાંકડો,
સુશીલ, સંસ્કારી, સાદો વળી, ચપળ અતિ સોહામણો.
પુરી હોંશ મા-બાપની, કુદરત તણો ચાહનાર બન્યો,
નથી કશી ફરિયાદ એને, જીવન વહે છે મદહોશથી.

કર્મઠ બની ઉભો રહ્યો સંસારને ઘમરોળતો,
બન્યો ચાહક, લાડકો, થઈ વાહવાહ ચોદિશથી,
ફળ્યું પુણ્ય પેઢીતણું, પરભવનો યોગી હશે,
માન્યો પહાડ અમે પ્રભુ, મળજો પુત્ર સહુને એવા.

This entry was posted in કાવ્ય, બંસીધર પટેલ. Bookmark the permalink.

2 Responses to ચિરાગ

  1. Chirag says:

    આભાર પપ્પા.

  2. જગત says:

    અદભૂત રચના ! ચિરાગભાઈ, આપનાં વ્યક્તિત્વ નાં ઉમદા ગુણો નો પરિચય મળ્યો ! આવા “અદ્વિતીય બાળક” ને વંદન અને અભિનંદન સહ,
    - જગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>