પ્રાણાગ્નિહોત્ર વિધિ

પ્રાણાગ્નિહોત્ર વિધિ – સંપાદન ચિરાગ પટેલ ફેબ્રુઆરી 06, 2010

ધારણા:
હ્રદયકમળ – અરણીકાષ્ઠ
મન – અગ્નિ મથવાનો દંડ
વાયુરુપી દોરી વડે અગ્નિમંથન
મુખ – આહવનીય અગ્નિ
હૃદય – ગાર્હપત્ય અગ્નિ
નાભિ – દક્ષિણાગ્નિ
સ્વાધિષ્ઠાન – સભ્યાગ્નિ
મૂલાધાર – આવસથ્યાગ્નિ
વાણી – હોતા
પ્રાણ – ઉદગાતા
ચક્ષુ – અધ્વર્યુ
મન – બ્રહ્મા
શ્રોત્ર – આગ્નીધ્ર
અહંકાર – પશુ
પ્રણવ – દૂધ
ગૃહસ્થાશ્રમી મનુષ્ય જેને અધીન બુદ્ધિ – પત્ની
વક્ષ:સ્થળ – વેદી
રુંવાટા – દર્ભ
બંને હાથ – સ્ત્રુચ અને સ્ત્રુવ

પ્રાણાહુતિ:
આહુતિ – તર્જની, મધ્યમા, અંગૂઠો
ઋષિ – સુવર્ણ સમાન કાંતિવાળા ક્ષુધાગ્નિ ઋષિ
દેવતા – આદિત્ય
છંદ – ગાયત્રી

મંત્ર – ॐ प्राणाय स्वाहा ॥ इदमादित्यदेवाय न मम ॥

અપાનાહુતિ:
આહુતિ – મધ્યમા, અનામિકા, અંગૂઠો
ઋષિ – ધોળી આકૃતિવાળા શ્વેતાગ્નિ ઋષિ
દેવતા – સોમ
છંદ – ઉષ્ણીહ

મંત્ર – ॐ अपानाय स्वाहा ॥ इदं सोमाय न मम ॥

વ્યાનાહુતિ:
આહુતિ – અનામિકા, કનિષ્ઠિકા, અંગૂઠો
ઋષિ – કમળ જેવા રંગના હુતાશન ઋષિ
દેવતા – અગ્નિ
છંદ – અનુષ્ટુપ

મંત્ર – ॐ व्यानाय स्वाहा ॥ इदमग्नये न मम ॥

ઉદાનાહુતિ:
આહુતિ – કનિષ્ઠિકા, તર્જની, અંગૂઠો
ઋષિ – ઇન્દ્રગોપ (અળસિયું) જેવા રંગના અગ્નિ ઋષિ
દેવતા – વાયુ
છંદ – બૃહતી

મંત્ર – ॐ उदानाय स्वाहा ॥ इदं वायवे न मम ॥

સમાનાહુતિ:
આહુતિ – સર્વ આંગળીયો
ઋષિ – વીજળી સમાન રંગના વિરૂપક ઋષિ
દેવતા – પર્જન્ય
છંદ – પંક્તિ

મંત્ર – ॐ समानाय स्वाहा ॥ इदं पर्जन्याय न मम ॥

છઠ્ઠી આહુતિ:
આહુતિ – સર્વ આંગળીયો
ઋષિ – વૈશ્વાનર મહાન અગ્નિ ઋષિ
દેવતા – પરમાત્મા
છંદ – ગાયત્રી

મંત્ર – ॐ ब्रह्मणे स्वाहा ॥ इदं परमात्मने न मम ॥

આ વિધિ કરનાર બ્રહ્મરૂપ થવાને સમર્થ થાય છે.

(શ્રીદેવીભાગવત મહાપુરાણ એકાદશ સ્કંધ અધ્યાય ૨૨ મંત્ર ૨૫ થી ૪૧ પર આધારિત)

(ઈંગ્લીશ રુપાંતરણ @ http://rutmandal.info/blossoms/2010/02/06/pranagnihotra/)

5 comments on “પ્રાણાગ્નિહોત્ર વિધિ

 1. ઘણા દીવસે તારા બ્લોગની મુલાકાત લીધી – અને બઘુ (મોટા ભાગે ઉપર-ઉપરથી) વાંચવાની મજા આવી. પ્રાચીન ભારતીય સંસ્ક્રુતી વીશેનુ તારુ ગ્નાન તલસ્પર્શી છે… Keep up the good work!

 2. પ્રીય ચીરાગ,

  દરેક પંક્તી બાબત તારો ખુલાસો હોય તો કહેવાનું કે એ દરેક પંક્તી કોઈ શ્લોકની નથી !! એ તો એક વીધી વખતનું હોતાનું ઉચ્ચારણ માત્ર છે જેમાં ઘી કે એ પદાર્થ અગ્નીને આપીને યજમાન કહે છે કે આ જે મેં હોમ્યું તે જે તે દેવતાનું મારું નહીં. આમ કહેવા પાછળનો આશય એ હોય છે કે ચુલે ચુકેય જે અર્પણ થયું તે યજમાનને ન મળી જાય ! આ તો જેનું છે એને જ અર્પણ હોય. ન મમ.

  આ દરેક પંક્તી કોઈ શ્લોકનો ભાગ નથી.

 3. અધ્વર્યુ:
  અધ્યારુ; યજ્ઞમાં આહુતિ માટે વરાયેલો યજુર્વેદ જાણનારો ઋત્વિજ બ્રાહ્મણ; યજ્ઞક્રિયા કરાવનાર યજુર્વેદ જાણનારો બ્રાહ્મણ; યજ્ઞ કરાવનારો મુખ્ય બ્રાહ્મણ. અધ્વર્યનું કામ જમીન માપવાનું, વેદી બાંધવાનું, યજ્ઞમાં વાસણ તૈયાર કરવાનું, અગ્નિ તથા સમધિ લાવવનું, તે સળગાવવાનું, વધ માટે નક્કી કરેલા પશુને લાવવાનું, તેનું બલિદાન આપવાનું અને આ બધા સમયે યજુર્વેદ બોલવાનું છે.

  ઉદગાતા:
  યજ્ઞના ચાર મુખ્ય ઋત્વિજોમાંનો એક; નિમંત્રેલા દેવતાને પ્રસન્ન કરવા માટે સામવેદના મંત્રોનું ગાન કરનાર ઋત્વિજ; સામવેદની ઋચા ગાવા માટે યજ્ઞમાં વરાયેલો બ્રાહ્મણ; સામપાઠી આચાર્ય. ઉદ્ગીત સ્વરને એટલે સામવેદના ઊંચે અવાજે ગવાતા ગીતને ગાનાર

  હોતા:
  ચાર માંહેનો એક વર્ગનો ઋત્વિજ; યજ્ઞમાં મંત્ર ભણી આહુતિ હોમનાર બ્રાહ્મણ; ઋગ્વેદના અનુસાર કર્મ કરાવનાર ઋત્વિજ. તે યજ્ઞ વખતે ઋગ્વેદની ઋચાઓ બોલે છે., યજ્ઞમાં તે મંત્ર ભણી બલિદાન હોમાવે છે ઋત્વિજના ચાર વર્ગ છે: હોતા, અધ્વર્યુ, ઉદ્ગતા અને બ્રહ્મા

  બ્રહ્મા:
  ચાર વેદો જાણનાર અને બધા કામનું નિરીક્ષણ કરનાર ઋત્વિજ; મુખ્ય ચાર માંહેનો એક ઋત્વિજ

  આગ્નિધ્ર:
  હોમનું ઠેકાણું

  અરણિકાષ્ઠ:
  યજ્ઞનો અગ્નિ ઉત્પન્ન કરવાનું લાકડું. શમીના ઝાડનું લાકડું.

  પ્રાણને ગાર્હપત્યરૂપ, અપાનને આહવનીયરોપ, વ્યાનને દક્ષિણાગ્નિરૂપ, અપાનને આવસથ્યાગ્નિરૂપ અને ઉદાનને સભ્યાગ્નિરૂપ માનવો.

  ગાર્હપત્ય:
  ગૃહસ્થના ઘરનો અગ્નિ; અગ્નિહોત્ર લેનાર પોતાના ઘરમાં હમેશ બળતો રાખે છે તે અગ્નિ; યજમાનરૂપ ગૃહપતિ સાથે સંયુક્ત એવો એક અગ્નિ; જે અગ્નિથી યજ્ઞયાગાદિક ક્રિયા કરવામાં આવે છે તે; ગૃહમેધને પાલન કરવા પડતા ત્રણ માંહેનો એક અગ્નિ; હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે ગૃહસ્થે રાખવાના ત્રણમાંનો એક અગ્નિ; સ્વાહા અને અગ્નિનો પુત્ર. દેવતાઓનાં બાર વર્ષ સુધી ગર્ભ ધારણ કરીને સ્વાહાને અનુક્રમથી દક્ષિણાગ્નિ, ગાર્હપત્ય અને આહ્વનીય નામના ત્રણ પુત્ર થયા.

  આહવનીય:
  હોમના ત્રણમાંનો એ નામનો અગ્નિ; અગ્નિહોત્રીના પૂર્વ બાજુનો અગ્નિ; ગાર્હપત્ય અગ્નિમાંથી લઈ મંત્રથી યજ્ઞ મંડપમાં પૂર્વ તરફ સ્થાપેલ અગ્નિ

  દક્ષિણાગ્નિ:
  યજ્ઞમાં ગાર્હપત્યાગ્નિથી દક્ષિણ તરફ સ્થાપવામાં આવતો અગ્નિ. તેનો કુંડ દક્ષિણ દિશામાં હોય છે. અગ્નિહોત્રાદિના કામ માટે જે અગ્નિ હોય છે તેને દક્ષિણાગ્નિ કહે છે. પુરુષ જ્યારે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે જે અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે છે તેનું વેદવિધિથી સ્થાપન કરી જિંદગી સુધી તેનું રક્ષણ કરવાનું છે. આ અગ્નિનું નિત્ય અગ્નિહોત્રાદિમાં પૂજન કરવાનું હોય છે.

  આવસથ્યાગ્નિ:
  અગ્નિહોત્રનો અગ્નિ (ઘરમાં રહેનારનો અગ્નિ/દેવતા)

  દર્ભ:
  એક જાતનું ધારવાળું પાનઠોનું ઘાસ; કુશ; દરભ; દાભ; ડાભ. આ ઘાસ પવિત્ર ગણાય છે. જેથી સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. તેનાં પાનની બેઉ કોર હાથ કે પગમાં વાગે એવી તીક્ષ્ણ હોય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ અને કાસ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે. જે સ્થળે આ રુવાંટાં ખર્યાં તે બર્હિષ્મતી નામના તીર્થથી પ્રસિદ્ધ છે. બીજું ઘાસ ન મળે ત્યારે જ આ ઘાસ ઢોર ખાય છે. વળી એમાંથી દોરી, દોરડાં, આસનિયાં વગેરે બને છે. તેનાં મૂળ ઔષધમાં કામ આવે છે. ગ્રહણ વખતે ખાદ્ય પદાર્થો અભડાય નહિ એવી માન્યતાને લીધે દરેક વસ્તુની અંદર દર્ભની સળી મૂકવાનો ચાલ છે.

  કુશાસન.

  પ્રાણ:
  શ્વાસ; શ્વાસનો વાયુ

  અપાન:
  શરીરના નીચલા ભાગમાં રહેલો અને ગુદા વાટે બહાર જતો વાયુ

  વ્યાન:
  લોહીને ગતિ આપવાનું વ્યાનનું કાર્ય છે. તે આખા શરીરમાં વ્યાપેલ છે. આ વાયુ અન્નના સારભૂત રસને શરીરના સર્વ ભાગોમાં ગતિ આપ્યા કરે છે. પસીના તથા રુધિરનો સ્ત્રાવ કરે છે અને હાથપગ વગેરે અવયવોને પ્રસારણ, આકુંચન, નમન, ઉન્નમન તથા તિર્યગગમન એ પાંચ પ્રકારની ચેષ્ટાઓ આપે છે. આ વાયુ જો કુપિત થાય તો ઘણું કરીને સઘળા દેહમાં વ્યાપ્ત થનારા અતિસાર તથા રક્તપિત વગેરે રોગોને ઉત્પન્ન કરે છે. વ્યાનવાયુ ત્વચામાં સર્વ સ્થળે રહેલો છે. તેનો રંગ ઇંદ્રધનુષ જેવો છે અને તે સંકોચ અને વિસ્તારના શ્રમથી કુંભકના અભ્યાસથી જીતી શકાય છે.

  ઉદાન:
  માણસના શરીરમાંનો અન્નને ઊંચે લઈ જનાર, ઊંચી ગતિવાળો અને મરણ થતાં નીકળતો વાયુ. તેના સ્થાન કંઠથી ગળા તરફ ઊંચે ચડી તે માથામાં જાય છે. તે હોઠ અને મોઢાને ફરકાવે, ઓડકાર અને છીંક લાવે, મનુષ્યના શરીરના સાંધામાં પણ તે રહેતો હોવાથી ઊઠવા બેસવામાં મદદ રૂપ થાય છે.

  સમાન:
  અન્નરસ શરીરમાં એકસરખી રીતે પહોંચાડનાર વાયુ; દશ માંહેનો એક પ્રાણ. પ્રાણરૂપી મહા અગ્નિમાં હોમાયેલું જે અન્ન તેને આ પ્રાણ આખા યે શરીરમાં સમાન એટલે એકસરખી રીતે રસદ્વારા પહોંચાડતો હોવાથી તેને સમાન કહેવામાં આવે છે. એ સમાનને લીધે ઇંદ્રિયોમાં તેજ અને સામર્થ્ય રહે છે. તેનું સ્થાન નાભિમાં છે.

 4. દાદા, છન્દ કેવી રીતે મુક્યા છે એનું કારણ કોઈ વીદ્વાન મીત્ર સમજાવે તો જ ખબર પડે એવું છે!

 5. ગુજરાતી કરણ કર્યું એ ગમ્યું .

  દરેકમા છંદ અલગ અલગ કેમ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *