ઋતમંડળ / RutMandal http://rutmandal.info શાશ્વત નિયમોનો સમૂહ / Collection of Universal Laws Mon, 20 Jan 2020 18:35:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.3.2 ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૧ http://rutmandal.info/samaveda21/ http://rutmandal.info/samaveda21/#respond Mon, 20 Jan 2020 18:35:16 +0000 http://rutmandal.info/?p=1038 अतिरिक्त Read More]]>

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૨૧ – ચિરાગ પટેલ

#samaveda #સામવેદ

उ. ४.५.३ (८७१) रायः समुद्राँश्चतुरेस्मभ्यँसोम विश्वतः। आ पवस्व सहस्त्रिणः॥ (त्रित आप्त्य)

હે સોમ! અમારી હજારો ઇચ્છાઓની પૂર્તિ માટે ઐશ્વર્યથી ભરપૂર ચારેય સમુદ્ર વગેરે સાધનો અમને હસ્તગત કરાવો.

આ શ્લોકમાં “સહસ્ત્ર” શબ્દનો ઉલ્લેખ છે, જે ભારતમાં વેદિક કાળથી સુનિયોજિત ગાણિતિક વ્યવસ્થા વ્યવહારમાં હોવાનું સૂચવે છે. વળી, અહીં “ચાર સમુદ્ર”ની ઉપમા પ્રયોજાઇ છે. કોઈ વ્યક્તિને ચાર સમુદ્ર હોવા એવી ઉપમા અંગે કોઈ વ્યવસ્થિત સંદર્ભ મળતો નથી. પરંતુ, ચાર વેદ (રુક, સામ , યજુર, અથર્વ) કે ચાર આશ્રમ (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યસ્ત) અથવા ચાર વર્ણ (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર) કે ચાર પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ, મોક્ષ) કે પછી ચાર મૂળભૂત વૃત્તિઓ (આહાર , નિદ્રા, ભય, મૈથુન) વિષે વેદ-ઉપનિષદ-પુરાણમાં નિર્દેશ થયેલો છે. વળી, વ્યક્તિગત સાધના માટે ચાર વાણીઓ (પ્રાર્થના, સ્તુતિ, ઉપાસના, જપ) પણ પ્રચલિત રૂપે પ્રયોજાતી હતી. સમગ્ર શ્લોકનો મર્મ સમજીએ તો ચાર આશ્રમ કે ચાર વર્ણ અથવા ચાર વાણી માટે આ ઉપમા પ્રયોજાયેલી હોઈ શકે.

उ. ४.५.६ (८७४) सहस्त्रधारः पवते समुद्रो वाचमीङ्ख्यः। सोमस्पती रयीणांसखेन्द्रस्य दिवेदिवे॥ (ययाति नाहुष)

વાણીનો પ્રેરક, ઇન્દ્રનો મિત્ર, જળ મિશ્રિત સોમ હજારો ધારાઓથી પ્રતિદિન કળશમાં પ્રાપ્ત થાય છે.

આ શ્લોકમાં “સહસ્ત્ર” શબ્દનો ઉલ્લેખ છે, જે ભારતમાં વેદિક કાળથી સુનિયોજિત ગાણિતિક વ્યવસ્થા વ્યવહારમાં હોવાનું સૂચવે છે. અહીં સોમને વાણીનો પ્રેરક અને ઇન્દ્રનો મિત્ર ગણાવ્યો છે જેની હજારો ધારાઓ સમુદ્રની જેમ પ્રતિદિન પ્રાપ્ત થાય છે. આ ઉપમાનું એક વિવરણ એવું કરી શકાય કે, વેદકાળના ઋષિઓ પ્રત્યેક દિન સોમરસનું પાન કરતાં હશે અથવા યજ્ઞમાં આહુતિ આપતાં હશે. વળી, વેદના મંત્રોથી સોમરસની આહુતિ આપવાની રીત પ્રચલિત હશે કે જેથી સોમને વાણીનો પ્રેરક ગણાવ્યો છે. આ વિશ્લેષણ પ્રમાણે ઇન્દ્રનો મિત્ર સોમ પણ બંધ બેસે છે. યજ્ઞમાં આહુતિથી મેઘ બનવાની પ્રક્રિયામાં ફાળો આપવાથી સોમ ઇન્દ્રનો મિત્ર બને છે. બીજા એક વિશ્લેષણ પ્રમાણે, ઇન્દ્ર એટલે મન અને ઇન્દ્રના મિત્ર સોમના મનમાં ઉઠતાં હજારો તરંગો વાણી બને છે.

उ. ४.५.७ (८७५) पवित्रं ते विततं ब्रह्मणस्पते प्रभुर्गात्राणि पर्येषि विश्वतः। अतप्ततनूर्न तदामो अश्नुते शृतास इद्वहन्तः सं तदाशत॥ (पवित्र आङ्गिरस)

હે મંત્રોના સ્વામી સોમ! આપનો શુદ્ધ ભાગ સર્વત્ર વ્યાપ્ત છે. સામર્થ્યવાન સાધકોને જ આપ ઉપલબ્ધ થાઓ છો. પરિપક્વ તેજસ્વી સાધક જ યજ્ઞ કરતા આપને પ્રાપ્ત કરે છે. શરીરને તપાવ્યા વિના કોઈ આપનુ સુખ મેળવી શકતું નથી.

આ શ્લોક સંપૂર્ણ પણે સૂક્ષ્મ કે આદ્યાત્મિક અર્થનો દ્યોતક છે. અહીં તપ કે સાધના દ્વારા ઋષિ સોમ એટલે કે આનંદ-રસની પ્રાપ્તિ કેવી રીતે થાય એ જણાવે છે. આ સોમરૂપી આનંદરસ સર્વત્ર વ્યાપ્ત છે અને તપસ્વી સાધકને જ પ્રાપ્ત થાય છે. એટલે, આ રસ અથવા સોમને ચૈતન્ય કે જીવનરસ માની શકાય જેની ઉત્પત્તિ મગજમાં થાય છે.

उ. ४.५.८ (८७६) तपोष्पवित्रं विततं दिवस्पदेऽर्चन्तो अस्य तन्तवो व्यस्थिरन्। अवन्त्यस्य पवितारमाशवो दिवः पृष्ठमधि रोहन्ति तेजसा॥ (पवित्र आङ्गिरस)

સોમના પવિત્ર અંગ શત્રુને સંતાપ આપવા દ્યુલોકમાં ફેલાય છે. એ ચમકતાં કિરણો દ્યુલોકના પૃષ્ઠ ભાગે વિશેષ સ્થિર થયાં છે. આ કિરણો યાજ્ઞિકોનું રક્ષણ કરે છે.

અહીં શ્લોકની શરૂઆતમાં સોમનો ભૌતિક અર્થ અભિપ્રેત છે. દ્યુલોક અર્થાત વાતાવરણમાં ઘણે ઉપર સુધી સોમવલ્લી ફેલાય છે , કારણ કે એ હિમાલયમાં થતી વેલ કે છોડ છે. પછી, શ્લોક આધ્યાત્મિક અર્થ તરફ વળાંક લે છે. દ્યુલોકનો પૃષ્ઠ ભાગ કયો હોઈ શકે? વાતાવરણનો પૃષ્ઠ ભાગ એટલે પૃથ્વી પરથી જે ઉપર તરફનો દ્રષ્ટિગોચર ન થતો ભાગ! સોમવલ્લી એટલી તો ઊંચી નથી કે એ આટલી ઊંચાઈ આંબી શકે. એવો કોઈ ઉલ્લેખ બીજા કોઈ શ્લોકમાં નથી! ઇન્દ્ર અને સોમ મિત્ર છે. દ્યુલોક એટલે મગજ કે જેના પૃષ્ઠ ભાગમાં સોમ વિશેષ સ્થિર થાય છે! વળી, સોમ વાણીનો પ્રેરક છે. શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ હાઇપોથેલેમસ વિવિધ રસાયણોના સ્ત્રાવ માટે ઉત્તરદેય છે, જે મગજના આંતરિક-પૃષ્ઠ ભાગમાં છે. વળી, નાનું મગજ કે સેરીબેલમ વિવિધ શારીરિક કાર્યવાહી સંભાળે છે, પરંતુ વાણીનું જનક સ્થાન મગજનો આગળનો ભાગ છે. આ પ્રમાણે પણ કોઈ ચોક્કસ નિષ્કર્ષ મળતો નથી. એટલે, આધ્યાત્મિક અર્થઘટન કરવું જ યોગ્ય રહે!

આદ્યાત્મિક અર્થ પ્રમાણે, પ્રાણનું આનંદ સ્વરૂપ સર્વત્ર વ્યાપ્ત છે જે દોષોનું દાહક છે. તેનો પોતાની અંદર વિસ્તાર કરનારા સાધક અર્ચના/સ્તુતિ દ્વારા અમૃત સ્થાનમાં સ્થિત થાય છે અને પુનઃ પરમાત્મ પ્રાપ્તિ કરે છે.

उ. ४.५.९ (८७७) अरुरुचदुषसः पृश्निरग्रिय उक्षा मिमेति भुवनेषु वाजयुः। मायाविनो ममिरे अस्य मायया नृचक्षसः पितरो गर्भमा दधुः॥ (पवित्र आङ्गिरस)

ગ્રહોમાં અગ્રણી સૂર્ય પ્રકાશિત બની સર્વે લોકમાં કિરણો ફેલાવે છે અને બધાંને અન્નાદિ આપે છે. બધાંને પ્રકાશિત કરતાં કિરણો ગર્ભની જેમ જળને ધારણ કરે છે.

ભારતીય જ્યોતિષવિજ્ઞાન મુજબ સૂર્ય એ મુખ્ય ગ્રહ ગણાય છે. સામવેદના કાળમાં જ્યોતિષ કે ખગોળ વિકસી ચૂક્યું હશે એમ આ શ્લોક પરથી માની શકાય! વળી, સૂર્ય વનસ્પતિના પોષણ માટે આવશ્યક છે એ તથ્ય પણ સામવેદ કાળના મનુષ્યો જાણી ચુક્યા હશે એમ અહીં જણાય છે. શ્લોકના ઉત્તરાર્ધમાં કિરણો જળને ગર્ભની જેમ ધારણ કરે છે એવી પ્રગલ્ભ ઉપમા પ્રયોજાઇ છે! કિરણો વિશાળ જળરાશી પર આઘાત કરી વરાળ જન્માવે છે અને વર્ષા ચક્રને સંચારિત કરે છે!

]]>
http://rutmandal.info/samaveda21/feed/ 0
Android thread priority http://rutmandal.info/android-thread-priority/ http://rutmandal.info/android-thread-priority/#respond Tue, 14 Jan 2020 20:30:10 +0000 http://rutmandal.info/?p=1033

Below is the mapping for thread in C++ and thread in Java.

]]>
http://rutmandal.info/android-thread-priority/feed/ 0
ખાલીપો – ચિરાગ પટેલ http://rutmandal.info/khalipo/ http://rutmandal.info/khalipo/#respond Thu, 09 Jan 2020 22:05:10 +0000 http://rutmandal.info/?p=1029 अतिरिक्त Read More]]>

ખાલીપો – ચિરાગ પટેલ 8596 પોષ શુક્લ ચતુર્દશી 2020 જાન્યુઆરી 09 ગુરુવાર

“દીપ”ની જ્યોતિના સૂનકારમાં,
લાગણીની રંગોળી પૂરતી “રોશની”!

હૃદયની ધડકનોના નિઃશબ્દ વિરામને,
પ્રેમગાને રણકાવી દેતી તું!

શ્વાસ-ઉચ્છવાસના મૃત અવકાશને,
પ્રાણશક્તિથી સંચારિત કરતી તું!

વિચારોના વમળમાં થંભેલી ક્ષણોને,
ચૈતન્યથી પ્રેરિત કરતી તું!

જીવનના કોલાહલમાં સ્તબ્ધ આયખાને,
માતૃત્વની હૂંફ આપતી તું!

સર્જન-વિનાશના ચક્રની સુષુપ્તિને,
ચાલક શક્તિ આપતી તું!

અણુ-પરમાણુનાં અતિરિક્ત સ્થાનને,
ધારક શક્તિથી સાંકળતી તું!

મારા સર્જેલા સર્વે મિથ્યા ખાલીપામાં,
પ્રગટાવતી નવું સત્ય સદૈવ તું!

]]>
http://rutmandal.info/khalipo/feed/ 0
Mathematics fun QA http://rutmandal.info/mathematics-fun-qa/ http://rutmandal.info/mathematics-fun-qa/#respond Thu, 02 Jan 2020 01:16:40 +0000 http://rutmandal.info/?p=1026 अतिरिक्त Read More]]>

#mathematics #MathFun

 1. Why was the fraction apprehensive about marrying the decimal?

Because he would have to convert.

 1. Why do plants hate math?

It gives them square roots.

 1. Why did the student get upset when his teacher called him average?

It was a mean thing to say!

 1. Why was the math book depressed?

It had a lot of problems.

 1. Why is the obtuse triangle always so frustrated?

Because it is never right.

 1. Why can you never trust a math teacher holding graphing paper?

They must be plotting something.

 1. Why was the equal sign so humble?

Because she knew she wasn’t greater than or less than anyone else.

 1. What do you call the number 7 and the number 3 when they go out on a date?

The odd couple (but 7 is in her prime).

 1. What do you call a number that can’t stay in one place?

A Roamin’ numeral.

 1. Did you hear the one about the statistician?

Probably.

 1. What do you call dudes who love math?

Algebros.

 1. I’ll do algebra, I’ll do trig. I’ll even do statistics.

But graphing is where I draw the line!

 1. Why should you never talk to Pi?

Because she’ll go on and on and on forever.

 1. Why are parallel lines so tragic if they have so much in common?

It’s a shame they’ll never meet.

 1. Are monsters good at math?

Not unless you Count Dracula.

 1. What’s the best way to flirt with a math teacher?

Use acute angle.

 1. Did you hear about the mathematician who is afraid of negative numbers?

They’d stop at nothing to avoid them.

 1. How do you stay warm in any room?

Just huddle in the corner, where it’s always 90 degrees.

 1. Why is six afraid of seven?

Because seven eight nine!

 1. Why DID seven eat nine?

Because you’re supposed to eat 3 squared meals a day!

 1. Why does nobody talk to circles?

Because there is no point.

 1. Dear Algebra, stop trying to find your X.

They’re never coming back — don’t ask Y.

 1. Teacher: Why are you doing your multiplication on the floor?

Student: You told me not to use tables.

 1. After a sheepdog gets all the sheep in the pen, he reports back to the farmer: “All 40 accounted for.”

“But I only have 36 sheep,” says the farmer.

“I know,” says the sheepdog. “But I rounded them up.”

 1. There are three kinds of people in the world:

Those who can count and those who can’t.

Intermediate

 1. Why should you never mention the number 288?

Because it’s “two” gross.

 1. What do you call a man who spent all summer at the beach?

A tangent. (A tan gent.)

 1. What do baby parabolas drink?

Quadratic formula.

 1. My girlfriend is the square root of –100.

She’s a perfect 10, but purely imaginary.

 1. What’s the best way to serve pi?

A la mode. Anything else is mean.

 1. Did you hear about the statistician who drowned crossing the river?

It was 3 feet deep, on average.

 1. How do you get from point A to point B?

Just take an x-y plane or a rhom’bus.

 1. The problem with math puns is that calculus jokes are all derivative, trigonometry jokes are too graphic, algebra jokes are usually formulaic, and arithmetic jokes are pretty basic.

But I guess the occasional statistics joke is an outlier.

 1. Why did the chicken cross the Mobius Strip?

A: To get to the same side.

 1. An engineer, a physicist, and a mathematician are staying in a hotel. The engineer wakes up and smells smoke. He goes out into the hallway and sees a fire, so he fills a trashcan from his room with water and douses the fire. He goes back to bed.

Later, the physicist wakes up and smells smoke. He opens his door and sees a fire in the hallway. He walks down the hall to a fire hose and after calculating the flame velocity, distance, water pressure, trajectory, etc., extinguishes the fire with the minimum amount of water and energy needed.

Later, the mathematician wakes up and smells smoke. He goes to the hall, sees the fire and then the fire hose. He thinks for a moment and then exclaims, “Ah, a solution exists!” and then goes back to bed.

 1. There are three people applying for the same job at a bank: a mathematician, a statistician, and an accountant.

The interviewing committee asks the mathematician one question: What is 500 plus 500? The mathematician answers “1,000” without hesitation, and they send him along. Next, they call in the statistician and ask the same question. He thinks for a moment and answers “1,000… I’m 95 percent confident.” When the accountant comes in, he is asked the same question: “What is 500 + 500?” He bows and replies, “What would you like it to be?”

They hire the accountant.

(forward email)

]]>
http://rutmandal.info/mathematics-fun-qa/feed/ 0
અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ જુલાઈ 21, 2013 http://rutmandal.info/geeta1/ http://rutmandal.info/geeta1/#respond Wed, 01 Jan 2020 19:14:31 +0000 http://rutmandal.info/?p=1023 अतिरिक्त Read More]]>

અર્જુનવિષાદયોગ – ચિરાગ પટેલ જુલાઈ 21, 2013

#ગીતા #gita #geeta #bhagavadgita

ગીતાના પ્રથમ અધ્યાય અર્જુનવિષાદયોગમાં કુલ 47 શ્લોક છે . નામ પરથી જ આપણે કહી શકીએ કે આ અધ્યાયમાં “મહાભારત”ના નાયક અર્જુનને થતાં વિષાદ કે પીડાની વાત હશે . આ અધ્યાયનું પઠન કરતા 5 મિનીટ જેવો સમય લાગે છે . આ અધ્યાયમાં કૃષ્ણ એક માત્ર શ્લોકમાં અર્જુનને યુદ્ધ માટે એકઠાં થયેલાં  શત્રુઓને સમજવા કહે છે!

બીજી આશ્ચર્યની વાત એ છે કે, ગીતાનો સહુથી પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે . ધૃતરાષ્ટ્ર અન્ધ હોવાથી “મહાભારત”ના કુરુક્ષેત્રમાં યોજાયેલા યુદ્ધમાં ભાગ લેતા નથી . પરન્તુ તેમનો સેવક સન્જય માટે કૃષ્ણ એવી વ્યવસ્થા કરે છે કે જેથી તે આંખે દેખ્યો અને કાને સામ્ભળ્યો અહેવાલ ધૃતરાષ્ટ્રને વર્ણવી શકે . ધૃતરાષ્ટ્રને યુદ્ધમાં શું થઇ રહ્યું છે એની તાલાવેલી હોય છે અને તેઓ સન્જયને પ્રશ્ન કરે છે કે, “ધર્મ ક્ષેત્ર રૂપ કુરુક્ષેત્રમાં  યુદ્ધ માટે ભેગાં થયેલાં મારા તથા પાન્ડુ નાં પુત્રોએ શું કર્યું?” 

સન્જય ના જવાબમાં બન્ને  પક્ષોનાં યોધ્ધાઓ વિષે આપણને જાણકારી મળે છે . સહુથી મોટો કૌરવ દુર્યોધન દરેક યોદ્ધાઓનો ઉલ્લેખ પોતાના પક્ષના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્યને કરે છે . પાન્ડવો ની સેના દ્રોણાચાર્યના શિષ્ય અને પાન્ડવો ના સાળા ધૃષ્ટ ધ્યુમ્ન  ની આગેવાની હેઠળ લઢી રહી હોય છે . અહી ધૃષ્ટ ધ્યુમ્ન બુધ્ધિમાન હોવાથી સેનાપતિ થયો છે એવો ઉલ્લેખ છે . પાન્ડવ સૈન્યમાં મુખ્ય શૂરવીરો આ પ્રમાણે જણાવ્યા છે – ભીમ, અર્જુન, યુયુધાન (સાત્યકિ), વિરાટ, દૃપદ, ધૃષ્ટ કેતુ, ચેકિતાન, કાશિરાજ , પુરુજિત (એક માત્ર નામ જે અર્ધ “ત”માં અન્ત પામે છે . બાકી તો, એ સમયના દરેક નામનો છેલ્લો અક્ષર પૂરો બોલવામાં આવે છે .), કુન્તિભોજ, શૈબ્ય, યુધામ ન્યુ , ઉત્તમૌજા , સૌભાદ્ર (સુભદ્રાપુત્ર અભિમન્યુ), દ્રૌપદેય (દ્રૌપદીપુત્ર ?). અહી દ્રૌપદેય તરીકે ઉલ્લેખ થયો છે તે દ્રૌપદીને પાંચેય પાન્ડવો થી થયેલ એક-એક એમ પાંચ  પુત્રો કરી શકાય . એક નામ વિક્રાન્ત પણ છે, પરન્તુ એ નામ કરતાં વિશેષણ વધુ લાગે છે . કૌરવ સૈન્યમાં દ્રોણાચાર્ય, ભીષ્મ, કર્ણ , કૃપ, અશ્વત્થામા, વિકર્ણ , સૌમદત્ત (સોમદત્તનો પુત્ર ભૂરિ શ્રવા ) નામના મહારથીઓ છે એવો ઉલ્લેખ થયો થયો છે . 

ઉપરોક્ત માહિતી પરથી કહી શકાય કે પાન્ડવો પક્ષે જાણીતાં યોદ્ધાઓ વધુ છે . એટલે કૌરવ સૈન્ય મોટું હોવા છતાં વધુ સન્ખ્યામાં જાણીતાં નામો ના હોવાથી યુદ્ધ જીતવા માટે કાચાં પડી શકે . કૃષ્ણનો મહારથી તરીકે ઉલ્લેખ નથી . એનું કારણ એટલું જ કે, તેઓ પોતે હથિયાર ધારણ કરી યુદ્ધ લડવાના નહોતા . વળી, મોટા ભાગના યોદ્ધાઓ ધનુષ્ય ને મુખ્ય શસ્ત્ર તરીકે રાખતાં હોય એવો નિર્દેશ મળે છે .

બીજું, દુર્યોધન એવો ઉલ્લેખ કરે છે કે, કૌરવ સેના ભીષ્મ વડે રક્ષાયેલી છે એટલે જીતવી શક્ય નથી, જ્યારે પાન્ડ વ સેનાની રક્ષા ભીમ કરે છે એટલે રક્ષ ણા ત્મક વ્યૂહમાં કાચી પડે છે . દુર્યોધન એવો વ્યૂહ સૂચવે છે કે દરેક મહારથી ભીષ્મનું રક્ષણ કરે . દુર્યોધન ભલે સેનાપતિ નથી, પરન્તુ તેનામાં સૈન્યનું વિશ્લેષણ અને વ્યૂહ વિષે ઉન્ડી સમજ હોય એમ લાગે છે .  એ પણ એટલી કે પોતાના સેનાપતિને પણ તે સૂચન કરી શકે છે .

યુદ્ધની શરૂઆત એ સમયે ઉપલબ્ધ સન્ગીત વાદ્યો દ્વારા થાય છે . સન્જયના અહેવાલ દ્વારા મુખ્ય મહારથીઓના શન્ખ નો અહી ઉલ્લેખ મળે છે . એ સમયે મહારથી યોદ્ધાઓ પોતાનો ખાસ શન્ખ રાખતાં હશે . અન્ય લડવૈયાઓ પણ શન્ખ , નગારાં , ઢોલ, મૃદન્ગ , રણ શીન્ગા  વગાડી અવાજ કરે છે . આ અવાજોનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધનો માહોલ જમાવી માનસિક રીતે તૈયાર થવા માટે હશે . શન્ખ વગાડવાની શરૂઆત ભીષ્મ કરે છે . બીજાં યુદ્ધો તેમનું અનુસરણ કરે છે . 

મહારથી અને તેનો શન્ખ : હૃષીકેશ (કૃષ્ણ) પાન્ચજન્ય , ધનન્જય (અર્જુન) દેવદત્ત, વૃકોદર (ભીમ) પૌન્ડ્ર , યુધિષ્ઠિર અનન્ત વિજય, નકુલ સુઘોષ, સહદેવ મણી પુષ્પક . 

ત્યારબાદ શન્ખનાં નામોલ્લેખ વગર શન્ખ વગાડનાર કાશિરાજ , શિખન્ડી , ધૃષ્ટ ધ્યુમ્ન , વિરાટ, સાત્યકિ , દ્રુપદ, દ્રૌપદેય , સૌભાદ્ર છે . એક ધ્યાનાકર્ષક બાબત એ છે કે, દુર્યોધન માટે યુધિષ્ઠિર , નકુલ, સહદેવ, શિખન્ડી મહારથીઓ નથી . અર્જુન એક સારા યોદ્ધા તરીકે યુદ્ધની તૈયારી રૂપે બન્ને પક્ષનાં યોદ્ધાઓને નિહાળવા માન્ગે  છે . એથી તે પોતાના સારથિ કૃષ્ણને રથ સામસામે ઉભેલી સેનાઓ વચ્ચે લઇ જવા કહે છે . હવે, કૃષ્ણ અર્જુનને પોતાના શત્રુઓને સમજવા કહે છે .
અર્જુન યુદ્ધને જીતવા માટે પોતાના શત્રુઓને જોવા ઈચ્છતો હોય છે, પરન્તુ એનું પરિણામ ઉલટું આવે છે . પ્રાકૃતિક રીતે આપણાં દરેકમાં રહેલ fight or  flight ની સ્વાભાવિક દેહધાર્મિક-માનસિક અસર અર્જુન ઉપર પણ થાય છે . તે પોતાનાં જ સગાં ઓને શત્રુ તરીકે જોઈ, fight નો mood જમાવવાને બદલે flight mood માં જતો રહે છે . શરીર પર flight ની અસર રૂપે અર્જુનનું શરીર ઢીલું પડી જાય છે, મ્હો સુકાય છે, શરીર ધ્રુજી ઉઠે છે, પોતાનું ધનુષ્ય ગાન્ડીવ સરકી પડે છે, ચામડી બળે છે, મગજ ભમે છે, ઉભું રહેવાતું નથી . જીનેટિક રીતે જોઈએ તો મનુષ્ય પોતાનો વન્શ વધે એ માટે પ્રયત્નશીલ હોય છે . એટલે, પોતાના જેવા જ ગુણ સુત્રો (genes) ધરાવતાં બીજાં મનુષ્યોને મારવાં કરતાં બચાવવું વધારે પસન્દ કરે છે . એ રીતે જોઈએ તો અર્જુનને fight ને બદલે flight ની અસર થાય એની શક્યતા વધારે જ હતી . 

પોતાને યુદ્ધ કરવું ના પડે એ માટે અર્જુન હવે બહાના શોધવા લાગે છે . અર્જુનનું મન તેને આવાં બહાના રજુ કરવા પ્રેરે છે, જેથી પોતે યુદ્ધ કરવું ના પડે . અર્જુનના બહાનાં : 1) મને તો અપશકુન થતાં હોય એમ લાગે છે . (આ બહાનુ તો આજે પણ પ્રસ્તુત છે .) 2) સગાંઓને મારીને કશું સારું નથી થવાનું . 3) મને તો હવે જીત કે રાજ્ય કે સુખની પણ ઈચ્છા નથી . 4) જેમના માટે હું રાજ્ય, સુખ કે ભોગો ઈચ્છું છું એ બધાં તો અહી મૃત્યુની પરવા વગર યુદ્ધ કરવાં ઉભાં  છે . 5) અહી ગુરુ, વડીલો, પુત્રો, દાદા, મામા, સસરા, પૌત્રો , સાળા વગેરે સમ્બન્ધિઓ છે . 6) આ બધાંને મારીને સ્વર્ગ મળતું હોય તો એ પણ મારે નથી જોઈતું, તો હસ્તિનાપુર જીતીને શું કરું? 7) આમને મારવામાં શું આનન્દ મળશે? 8) એમને મારવાથી પાપ લાગશે . 9) એમને મારીને અમે કેવી રીતે સુખી થઈએ? 10) એ લોકો ભ્રમને લીધે અમને મારવા ઈચ્છે છે અને એમાં કોઈ પાપ જોતાં નથી . પરન્તુ મને પાપની ખબર છે તો હું શા માટે એમને મારું? 11) અહી તો સમગ્ર વન્શ નાશ પામે એવું લાગે છે . એનાથી તો પાપ બહુ વધી જશે . અમારો વન્શ નહિ રહે . 12) અમારા વન્શની સ્ત્રીઓને જુદાં વન્શ નાં પુરુષો દ્વારા સન્તાન થશે . 13) આવા સન્તાનો અમારું પીન્ડ અને તર્પણ કેવી રીતે કરશે ? અમે તો નરક માં જઈશું . 14) હું તો એવું સામ્ભળું છું કે જેમનો વન્શ નાશ પામે એમને અનન્ત સમય સુધી નરકમાં રહેવું પડે છે . 15) હું બુદ્ધિમાન છતાં આવું પાપ કરવા તૈયાર થયો . એના કરતા હું શસ્ત્રો છોડી બેસી જાઉં અને ભલે કૌરવો મને મારી નાંખે . મારે માટે એ જ વધારે સારું રહેશે . આટલું કહી અર્જુન ધનુષ્ય છોડી દે છે અને રથમાં બેસી પડે છે .

અહી આપણે જોઈ શકીએ છીએ કે, અર્જુન જેવો મહારથી પણ સ્વજનો સામે flight નો રસ્તો અપનાવે છે . પ્રકૃતિના નિયમો જ એટલા અજીબોગરીબ છે કે અનુવન્શીય ગુણધર્મોના દોરવાયેલા આપણે અજાણપણે એવાં કાર્યો કરીએ છીએ જે પહેલી દ્રષ્ટીએ માની ના શકાય . ભલભલાં બુદ્ધિશાળી કે બળશાળી વ્યક્તિઓ અવિચારીપણે દોરવાઈ જાય છે . પ્રકૃતિના સકન્જામાંથી છૂટવું ભાગ્યે જ કોઈ માટે શક્ય બનતું હશે .

વળી, અહી અર્જુનનાં બહાનાઓની યાદી પરથી લાગે છે કે, એ સમયમાં સમાજમાં વન્શ સાચવવો, નર્કનો ભય, સ્વર્ગની અપેક્ષા, પીન્ડ, તર્પણ, મિશ્ર્જાતી પ્રત્યે સૂગ વગેરે ખ્યાલો બહુજ મજબૂત હશે જે હજુ સુધી ભારતીય માનસિકતામાંથી નીકળ્યા નથી .

]]>
http://rutmandal.info/geeta1/feed/ 0
હું ક્યાં? – ચિરાગ પટેલ http://rutmandal.info/hu-kya/ http://rutmandal.info/hu-kya/#respond Mon, 16 Dec 2019 02:11:35 +0000 http://rutmandal.info/?p=1019 अतिरिक्त Read More]]>

પ્રયુતિ કલ્પના (માઈક્રોફિક્શન) વાર્તા

હું ક્યાં? – ચિરાગ પટેલ 8696 માર્ગશીર્ષ કૃષ્ણ ચતુર્થી 2019 Dec 15 Sunday

જ્યારે કોઈ પડકાર ઝીલવાની નોબત આવે ત્યારે જ આપણને ખબર પડે કે કેટલી વીશી સો થાય.

મારા માટે આ નોબત દશમા ગ્રહ પર ઉતરાણ કરવા જતા આવી! બધાં જાણતાં હતાં કે, દશમો ગ્રહ એ કોઈ ગ્રહ નહિ પણ સૂક્ષ્મ કૃષ્ણ વિવર (બ્લૅક હોલ) છે! હું જાણતો હતો, પણ દુરાગ્રહી હોવાથી આ ગ્રહને છેડવાનો હઠાગ્રહ ગ્રહી લીધો.

પૃથ્વી છોડ્યે આ પાંચમો દિવસ અને દશમો વસમો પાડવાનો શરુ થઇ ગયો છે. મારા શરીરની બધી ક્રિયાઓ મારો આદેશ માનવાને બદલે દશમને વશમ થઇ ગઈ છે. હૃદયના ધક્કે રુધિરાભિસરણ તંત્ર પ્રતિસરણ તંત્ર બની મગજને ભરવાને બદલે ખાલી કરતું થઇ ગયું છે. પાચન તંત્ર સ્ફોટ તંત્રમાં ફેરવાઈ ગયું છે. શ્વસન તંત્રમાં શ્વાસ જ નથી રહ્યાં! દરેક શ્વાસે મહાપ્રાણ ધમનીઓ ફાડીને કોષે-કોષે વિદ્યુત ચમકારા કરતો હોય એવું લાગે છે. ચેતાતંત્ર મગજમાંથી તરંગો મોકલે એ અંગોમાં પહોંચે એ પહેલા જ દશમના ગુરુત્વ તરંગો એમને ગ્રસી લે છે. હે જગન્માતા, હે પરાશક્તિ, હવે તો તું જ મને જીવતો પાછો ધરા પર મોકલે તો ખરું! આવા દુરાગ્રહ કદી નહિ કરું! કેટલાં દશમે સો થાય એ ખબર પડી ગઈ બાપલીયા.

મારો આ સંદેશ પૃથ્વી પર પહોંચે તો સારું!.

જીવન ક્યાં?
પ્રાણ ક્યાં?
ચેતન ક્યાં?
હું ક્યાં?
માયા ક્યાં?
બ્રહ્મ ક્યાં?

અરે… અરે…
હું એ જ બ્રહ્મ!
આ તો માયાનો ભ્રમ માત્ર!
હું જ સર્વ!
હર કાંઈ હું જ!

દરેક પૃથ્વીવાસી જીવંત પ્રસારણમાં વિજ્ઞાનના મરજીવાને પળ-પળ વિખાતો જોઈ આંસુ સારતાં હતાં. સહુને એક મૂઠી ઉંચેરા માનવીનો ગરવ પણ હતો!

]]>
http://rutmandal.info/hu-kya/feed/ 0
Rajayoga – Chirag Patel 2019 Dec 8 Saptarshi 8696 margashirsh shukla dwadashi http://rutmandal.info/rajayoga-eng/ http://rutmandal.info/rajayoga-eng/#respond Mon, 09 Dec 2019 04:22:56 +0000 http://rutmandal.info/?p=1017 अतिरिक्त Read More]]>

#rajayoga

Rushi Patanjali has written ‘Yogasutra’ about 2500 years ago, in which, the principles of Rajayoga are described. There is also a subtle explanation of Samadhi, Kaivalyapada (ultimate liberation) etc in shvetasvatar Upanishad. Swami Vivekananda has discussed these principles in details in his book ‘Rajoyoga’. Here, bases on his book, I am trying to explain the concept of Rajyoga in simple words. I am writing this based on my own experiences.

Rajayoga is one of many tools to achieve the ultimate goal of both dvaita(duality) or advaita (non-duality). Many different paths like Bhakti (devotion), Sannyas (monkhood), Karma etc. eventually become one and the same. In the beginning, each road may look different, but strict adherence to one automatically leads to a common path.

Here are the eight steps of Rajayoga:

 1. yama (control):
  This includes 5 padas (steps)-
  satya (truth) – describe things/incidents as they are perceived/observed
  ahimsa (non-violence)- do not harm any object / creature
  asteya (no-stealing) – do not grab any thing belonging to others
  aparigraha (non-acceptance) – do not take any donation from anyone under any circumstances
  brahmacharya (celibacy) – restraint of all senses (not suppression)
  Much can be written about each step, but in the end, it depends on the discretion and social rules of the adherent. Here, being strong in it eliminates animosity.
  Being a believer in the satya (truth) yields the fruits of deeds without doing deeds.
  All the gems are attained by being steadfast in the fold (asteya – no-stealing).
  Being steadfast in brahmacharya (celibacy) offers power.
  Being steadfast in the aparigraha (non-acceptance) brings back memories of previous lives.
 2. niyama (rule):
  This includes 5 padas (steps) –
  tapa (penance) – self imposed bodily suffering
  swadhyay (practice) – continual literal / semi-literal / mental chanting
  shaucha (chastity) – external (physical) and internal (mental) chastity
  santosh (contentment) – acceptance of any results/situations/events
  ishvara praNidhan (devotion to God) – bhajan, kirtan, prayer, devotional singing/music etc.
  Again, it depends on the discretion of each adherent, social rules and country/time.
  With tapa (penance) the body and the senses harmonize.
  From shaucha (chastity) comes the purity of the mind, happiness, concentration of the senses and introspection.
  santosh (satisfaction) leads to the highest happiness.
  ishtadeva (God) is realized with swadhyaya(practice).
  samadhi (trance) is obtained from ishvara praNidhan (devotion).
 3. aasana (posture):
  Sitting for a long period of time in one posture, keeping the neck, head, spine firm and erect is called aasana. As body permits, Padmasan (lotus posture), Sukhasan (comfortable posture), Sidhdasan (posture of expert), Mulbandhanasan (root locking posture), Vajrasan (posture of thunder) etc. can be adapted as one of the postures. asana (posture) eliminates the effects of duality.
 4. praNayama (breathing control):
  We breathe through three nadis (pulses): ida (sun, left), pingala (moon, right), sushumna (middle). The respiratory process continues through each pulse simultaneously. purak (inhalation) is called process of breathing inward. rechak (exhalation) is the process of exhalation from the body. The process of blocking the breath within the body is called aantarik kumbhak (internal pause), and the process of blocking the outside of the body is called the baahya kumbhak.
  If pranayama is done with a mental mantra, it is called sagarbha pranayama; the pranayama without mantras is called agarbha pranayama.
  Before performing the pranayama as a routine practice, it is necessary to purify the nadi. With pranayama the mind becomes fit for perception.
 5. pratyahara (avoidance):
  The action of the senses to renounce their sensory activities and to divert them into the mind. This is the first step in the pursuit of meditation. It overcomes the senses becoming hurdles.
 6. dharaNa (assumptions):
  This is called perception if the mind is concentrated on one target for 12 seconds.
 7. dhyana (meditation):
  The concentration of the mind for up to 3 minutes is meditation.
 8. samadhi (trance):
  The concentration of the mind is fixed for up to 30 minutes. There are many types of samadhi.
]]>
http://rutmandal.info/rajayoga-eng/feed/ 0
સરળ રાજયોગ 2 Sep 09, 2007 http://rutmandal.info/rajayoga2/ http://rutmandal.info/rajayoga2/#respond Sun, 08 Dec 2019 17:49:49 +0000 http://rutmandal.info/?p=1013 अतिरिक्त Read More]]>

સરળ રાજયોગ 2 Sep 09, 2007

#rajayoga #રાજયોગ

આજે હું મારા અનુભવોની વાત કરીશ. આ અનુભવો જે મારા રાજયોગની સાધનાનું પરીણામ છે. અને તેની સચ્ચાઈની ખાતરી હું કરાવી શકું તેમ નથી, પરંતુ આપને જાતે જ પ્રયોગો કરીને અનુભવ મેળવવા કહી શકું. આપની સાધના અને વ્યક્તીત્વ મુજબ અનુભવોમાં થોડાં ફેરફાર હોઈ શકે છે.

સૌ પ્રથમ હું જે રોજ કરું છું તે જણાવું. મેં ઘણીબધી વાર વાંચ્યું છે કે, આધ્યાત્મીક અનુભવો પોતાના પુરતા સીમીત રાખવાં. પરંતુ, હું માનું છું કે કોઈ તે સ્વીકારે કે ના સ્વીકારે, તેને જાહેર કરવાં જ જોઈએ, તેમાં ગોપનીયતા જેવું કાંઇ છે જ નહીં. શું આપણે વૈજ્ઞાનીક પ્રયોગોનાં તારણો છુપાવીને રાખીએ છીએ? આ જ વાતનું સમર્થન સ્વામી વીવેકાનંદને વાંચતાં થયું, એટલે એ વીચારોને પુષ્ટી મળી, અને હવે તમારી સમક્ષ સઘળું ઠાલવી રહ્યો છું. મને તમારી ટીકાઓ અને ટીપ્પણીઓની આવશ્યક્તા રહેશે. મારી સાધના મારી પોતાની છે, તમે એમાં તમને યોગ્ય લાગે તે ફેરફાર કરીને પાલન કરી શકો છો, પરંતુ તમારા અંતરાત્માને પુછેને!

સતત ‘ૐ તત સત ૐ’ નો માનસીક જાપ હું કરતો જ રહું છું. ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અહર્નીશ; જ્યારે પણ મન નવરું પડે કે ‘ૐ તત સત ૐ’. કોઈ પણ ક્રીયા કરું, ગમે તેટલી સારી-નરસી, એ સર્વે ‘મા’ને અર્પણ કરીને જ કરું છું. અને સાથે ‘ૐ તત સત ૐ’ તો ખરું જ. કોઈ પણ પરીસ્થીતીને સ્વીકારીને ચાલવાં પ્રયત્ન કરું છું. ‘મા’ પ્રત્યે સંપુર્ણ સમર્પણ કરવાનો પ્રયત્ન કરું છું. પ્રાર્થના, ભજન, આરતી વગેરેનો આનંદ માણું છું.

દરેક યમો અને નીયમોનું પાલન કરવાં નીષ્ઠાપુર્વક પ્રયત્ન કરું છું.

દરરોજ સવારે સુર્યનમસ્કારનાં 5 ચક્રો કરું છું. આંખની કસરત નીયમીત કરું છું (જે મારા વ્યવસાય માટે ખુબ જ ઉપયોગી છે). ચહેરો હલાવ્યાં વગર આંખોને 5-5 વાર ડાબે-જમણે, ઉપર-નીચે, ડાબી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, જમણી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, ઘડીયાળના કાંટાની દીશામાં ચક્રાકારે, ઘડીયાળના કાંટાની વીરુધ્ધ દીશામાં ચક્રાકારે ફેરવવી. 5 વખત જોરથી ઉઘાડ-બંધ કરવી. 5 વખત ખુબ જ નજીકની વસ્તુને 5 સેકંડ માટે જોઈને તરત જ 20 ફુટ દુરની વસ્તુને 5 સેકંડ સુધી જોવી.

ન્હાતી વખતે એવી ભાવના કરું કે પાણી મારી અશુધ્ધીઓને દુર કરીને મને પવીત્ર કરી રહ્યું છે. એ પાણીમાં ગંગા/યમુના/સરસ્વતી/સીંધુ/નર્મદા/ગોદાવરીનો સંગમ થયો છે; એવી ભાવના કરું.

ન્હાયા બાદ, ઘરનાં મંદીર સમક્ષ પદ્માસનમાં બેસું. સૌપ્રથમ નાડી શુધ્ધી કરું. ‘ૐ તત સત ૐ’ જપતાં ખુબ જ ઉંડો શ્વાસ લઉં અને પછી ધીરે-ધીરે છોડું. એક શ્વાસોચ્છવાસમાં લગભગ 15 સેકંડ થાય એટલો સમય રાખું. આવાં 4 ઉંડાં શ્વાસ લઉં. ત્યારબાદ, પુરેપુરો શ્વાસ બહાર કાઢી, જમણા હાથના અંગુઠાથી જમણું નસકોરું બંધ કરી ઉંડો શ્વાસ ભરી લઉં, અને તરત જ અનામીકા અને તર્જની આંગળીઓ વડે ડાબું નસકોરું બંધ કરી પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વડે કાઢી નાંખું. તરત જ જમણાં નસકોરા વડે ઉંડો શ્વાસ લઈ, અંગુઠા વડે જમણું નસકોરું બંધ કરીને, ડાબા નસકોરાં વડે બહાર કાઢું. આ પ્રક્રીયા ચાર વખત કરું.

નાડીશુધ્ધી બાદ, આંતરીક કુંભક કરું. જમણું નસકોરું બંધ કરી ડાબાં નસકોરાં વડે ચાર વખત ૐ જપતાં ઉંડો શ્વાસ ભરાય તેવું કરું. પછી સોળ સેકંડ સુધી ૐ જપતાં શ્વાસને રોકી રાખું અને એવો ભાવ કરું કે મગજમાંથી શક્તી કરોડરજ્જુનાં મુળમાં આઘાત કરી રહી છે. ત્યાર બાદ આઠ વખત ૐ જપતાં પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વતી નીકળી જાય તેવું કરું. ફરી 4-16-4 નું ચક્ર જમણેથી પુરક, આંતરીક કુંભક, ડાબેથી રેચક કરું. આ આખું ચક્ર 4 વખત કરું.

બાદમાં બાહ્ય કુંભક કરું. 4 ૐ માં ડાબા નસકોરાં વતી પુરક, 8 ૐમાં જમણાં નસકોરેથી રેચક અને 16 ૐમાં બાહ્ય કુંભક. આ જ પ્રક્રીયા હવે જમણેથી પુરક, ડાબેથી રેચક અને બાહ્ય કુંભક. આ આખું ચક્ર 4 વખત કરું.

ત્યારબાદ ‘મા’ની પ્રાર્થના કરું અને તેની પાસેથી ‘શાશ્વત પ્રેમ, હંમેશનું તેનું સાન્નીધ્ય અને તેની અનન્ય ભક્તી’ માંગું. ગુરુજનોને વંદન કરું અને તેમની પાસેથી ‘મા’ની અનન્ય ભક્તે, અહર્નીશ સાન્નીધ્ય અને અનંત પ્રેમ માંગું.

ગાયત્રી મંત્ર ‘ૐ ભુર્ભુવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ૐ’ નો સસ્વર જાપ કરું. સાતેય ચક્રોમાં ૐનો માનસીક જાપ કરતો ફરી વળું. મુળાધાર (કરોડનો છેડો), સ્વાધીશ્ઠાન (પ્રજનન અવયવનો છેડો), મણીપુર (નાભી), અનાહત (મધ્ય હ્રદયે), વીશુધ્ધ (કંઠ મધ્યે), આજ્ઞા (બે ભ્રુકુટી વચ્ચે), સહસ્ત્રાર (મસ્તકની ટોચે, શીખામુળે) ૐનો આઘાત કરું.

મને પોતાને બ્રહ્માંડનું કેંદ્ર ધારી, ‘ૐ તત સત ૐ’ જપતાં મારી આગળની દીશાથી જમણી બાજુની દીશામાં (90 અંશ) ફરતાં ગોળાની કલ્પના કરી પ્રાર્થના કરું “સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેને સુખની પ્રાપ્તી થાઓ, સર્વેને શાંતી પ્રાપ્ત થાઓ, સર્વે નીરોગી રહો, સર્વેને માની ભક્તી પ્રાપ્ત થાઓ’. વળી 90 અંશ, મારી જમણી દીશામાંથી ફરતાં પાછળની દીશામાં ફરતાં ‘ૐ તત સત ૐ’ જપતાં ગોળાની કલ્પના કરી એ જ પ્રાર્થના કરું. આમ જ, પાછળની દીશામાંથી ડાબી બાજુની દીશામાં અને ડાબી બાજુની દીશામાંથી આગળની દીશામાં આવું અને બ્રહ્માંડને પુર્ણ કરું.

ત્યારબાદ, હ્રદયાકાશમાં રહેલ આત્મજ્યોતીની કલ્પના કરું અને તેની પણ મધ્યે રહેલાં પરમ જ્યોતી રુપ ‘મા’ની કલ્પના કરી પ્રાર્થના કરું કે, ‘મને તારું શાશ્વત સાન્નીધ્ય, અનંત પ્રેમ અને અનન્ય ભક્તી આપ’.

પછી, ધીરે-ધીરે ભ્રુકુટી મધ્યે (આજ્ઞાચક્રમાં) એકાગ્રતા મેળવી, કોઈ જ જાપ વગર અવલોકન કરું. મનમાં ઉઠતાં તરંગોને નીહાળવાં પ્રયત્ન કરું અને એમાં જોડાવાથી દુર રહું. જેટલો સમય રહી શકાય તેટલો રહું. બાદમાં આંખો ખોલીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરું.

ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વીચ્ચે ૐ ॥
ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ ॥
ૐ હ્રીં બલે મહાદેવી હ્રીં મહાબલે, ક્લીં ચતુર્વિધપુરુષાર્થ સિધ્ધિપ્રદે, તત સવિતુર્વરદાત્મિકે હ્રીં વરેણ્યં ભર્ગો દેવસ્ય વરદાત્મિકે, અતિબલે સર્વદયામૂર્તે બલે સર્વ ક્ષુદભ્રમોપનાશિનિ ધીમહિ, ધિયો યો નો જાતે પ્રચુર્યઃ યા પ્રચોદયાદાત્મિકે, પ્રણવશિરસ્કાત્મિકે હું ફટ સ્વાહા ૐ ॥ (બલાતિબલા મહામંત્ર) (આ મંત્રની ક્યારેક ચર્ચા કરીશું.)

પછી, કોઈ પણ ધાર્મીક પુસ્તકનાં ચાર પાનાંનું વાંચન કરું.

સાંજે કામેથી આવ્યાં બાદ પણ, નાડીશુધ્ધી, બાહ્ય કુંભક, આંતરીક કુંભક, પ્રાર્થના અને ધ્યાન કરું.

વર્ષ દરમ્યાન ક્યારેક માત્ર લીંબું નીચોવેલાં પાણી પર જ આખો દીવસ રહી ઉપવાસ કરું. એક સંપુર્ણ દીવસનાં મૌનવ્રતનું પાલન કરવું પણ હવે શરું કર્યું છે.

આ સાધનાથી મને થયેલો અનુભવો હવે જણાવું છું. ક્યાંય કશી પણ અતીશયોક્તી નથી કે મને મહત્વ આપવાની કોશીશ નથી કરી રહ્યો. પરંતુ જે થયું માત્ર અને માત્ર તેને જણાવવાના હેતુસર આ એક સન્નીષ્ઠ પ્રયાસ છે.

મને નાનપણથી વર્ષમાં 4-5 વાર શરદી, તાવ વગેરે આવતાં હતાં. હવે શરદી તો સંપુર્ણ ગાયબ થઈ ગઈ છે (અમેરીકા આવ્યાં પછી પણ મને 3 વર્ષ આ તકલીફ રહી છે, પરંતુ ઉપર જણાવેલ પધ્ધતીનું ચુસ્ત પાલન કરવાથી આ ફેરફાર થયો છે.). તાવ પણ ક્યારેક નામનો અને એ પણ વર્ષે એક વાર દેખા દે છે. શરીરમાં ઘણી ઘણી સ્ફુર્તી અનુભવું છું. શારીરીક રીતે વધારે ચપળ અને સુસજ્જ રહું છું. શરીરનું બંધારણ લગભગ જળવાઈ રહ્યું છે, ચરબી નામ પુરતી જ રહી છે. શરીર સુડોળ રહ્યું છે, અને માનસીક શાંતીનો સતત અનુભવ રહે છે.

ઊંઘ ખુબ જ ગાઢ થઈ ગઈ છે. સ્વપ્નો ક્યારેક જ આવે છે, અને એ પણ એવાં આવે છે કે જેમાં હું અજબ-અજબનાં સંસ્કૃત શ્લોકો બોલતો હોઉં છું. આ બધાં શ્લોકો જાગ્યાં પછી યાદ નથી રહેતાં. અને મેં ક્યારેય વાંચ્યાં હોય એવું પણ મારી જાણમાં નથી. ક્યાંક સાંભળ્યાં હોય તેવો પણ સંભવ નથી. મને સંસ્કૃત શબ્દોનો અર્થ લગભગ ખ્યાલમાં આવી જતો હોય છે, પરંતુ આ બધાં શ્લોકોમાંથી સમખાવાં પુરતું પણ મને કશું ખબર નથી પડતું.

જ્યારે જ્યારે મનમાં ઘણાં વીચારોનો ઉદ્ભવ થાય તે જ ઘટના થોડા દીવસ પછી ઘટી હોવાનો અનુભવ તો અનેકગણી વાર થયો છે (છતાં આ બાબતને હું ચર્ચાસ્પદ માનું છું.).

ધ્યાન વખતે મને શરુઆતમાં આજ્ઞાચક્રમાં જુદાં જુદાં રંગનાં વમળો દેખાતાં હતાં. પરંતું થોડાં અભ્યાસ પછી, હવે તો માત્ર નાનું શું ઘેરાં ભુરાં રંગનું વર્તુળ જ દેખાય છે, અને દરેક વીચારો તે વર્તુળમાં સમાઈ જતાં દેખાય છે. આ વર્તુળ મને ખુબ ખુબ ખુબ શાંતી અને આનંદનો અનુભવ કરાવે છે.

બે વખત મને શરીર અને મન અલગ અલગ હોવાનું અને મન કેવી રીતે શરીરનું સંચાલન કરે છે તેવો અનુભવ થયો છે. એક વાર, મને મૃત્યુ પછી આત્મા આ જગતને કેવું દેખે છે તેવો અનુભવ પણ થયો છે.

શરુઆતનાં અભ્યાસ પછી, ધ્યાનમાં બેસું ત્યારે નાનો સરખો પણ અવાજ મારાં મન પર ઘણ પડતો હોય અને મને હલબલાવી દે તેવો લાગતો. હવે, કોઈ પણ અવાજ અસર નથી કરી શકતો.

હવે, આગળ ઉપર શું થાય છે જોઈએ. પણ, મને મારું ધ્યેય તો લાધી જ ગયું છે: ‘મા’નો અનન્ય પ્રેમ, શાશ્વત સાન્નીધ્ય અને તેની ભક્તી! એ સીવાયનું બધું જ માત્ર અને માત્ર ધેય સુધી પહોંચવાનું સાધન છે.

]]>
http://rutmandal.info/rajayoga2/feed/ 0
સરળ રાજયોગ 1 – ચીરાગ પટેલ Sep 08, 2007 http://rutmandal.info/rajayoga1/ http://rutmandal.info/rajayoga1/#respond Sun, 08 Dec 2019 17:46:20 +0000 http://rutmandal.info/?p=1010 अतिरिक्त Read More]]>

સરળ રાજયોગ 1 – ચીરાગ પટેલ Sep 08, 2007

#rajayoga #રાજયોગ

ઘણાં વખતથી મારે રાજયોગ વીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.

ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ‘યોગસુત્ર’ લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. શ્વેતાશ્વતર ઉપનીષદમાં પણ સમાધી, કૈવલ્યપદ વગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં ‘રાજયોગ’ પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.

રાજયોગ દ્વૈત અથવા અદ્વૈત બન્નેનાં અંતીમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. ભક્તી, સંન્યાસ, કર્મ વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.

રાજયોગનાં આઠ પગથીયાં:

 1. યમ:
  જેમાં સત્ય – હકીકત જેવી છે તેવી જણાવવી, અહીંસા – કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, અસ્તેય – કોઇની વસ્તુ પડાવી ના લેવી, અપરીગ્રહ – ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, બ્રહ્મચર્ય – ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.
 2. નીયમ:
  જેમાં તપ – શારીરીક કષ્ટ સહન કરવાં, સ્વાધ્યાય – સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક જપ, શૌચ – બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, સંતોષ – હકીકત જેવી છે તેવી સ્વીકારવી, ઇશ્વર પ્રણીધાન – ભજન, કીર્તન, પ્રાર્થના, પુજા, અર્ચના; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.
 3. આસન:
  ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.
 4. પ્રાણાયામ:
  આપણે ત્રણ નાડીઓ દ્વારા શ્વાસ લઇએ છીએ: ઇડા (સુર્ય, ડાબી), પીંગળા (ચંદ્ર, જમણી), સુશુમ્ણા (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને પુરક કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને રેચક કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક કુંભક કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને ‘સગર્ભ’ પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને ‘અગર્ભ’ પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને ‘સગર્ભ’ પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.
 5. પ્રત્યાહાર:
  ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની સાધનામાં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.
 6. ધારણા:
  12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.
 7. ધ્યાન:
  3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.
 8. સમાધી:
  30 મીનીટ સુધીની મનની એકાગ્રતા સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.

ચુંટેલા વાક્યો: —————————————

 • ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.
 • યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું – એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.
 • સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.
 • રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.

ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.

 • બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.
 • મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.
 • જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.
 • પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.
 • કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.
 • અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.
 • ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.
 • નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.
 • યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.
 • તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને ‘ક્રીયાયોગ’ કહે છે.
 • ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને ‘સંયમ’ કહે છે.

ધ્યાનના પ્રકારો: ————————————-

 • ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં
 • હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો
 • મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન
 • હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો
 • કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો

જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: —————————-

 1. સોડ્મ
 2. ૐ તત સત ૐ
 3. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ
]]>
http://rutmandal.info/rajayoga1/feed/ 0
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 20 – ચિરાગ પટેલ – 2019 નવેમ્બર 19 http://rutmandal.info/samveda20/ http://rutmandal.info/samveda20/#respond Sat, 23 Nov 2019 22:07:36 +0000 http://rutmandal.info/?p=996 अतिरिक्त Read More]]>

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 20 – ચિરાગ પટેલ – 2019 નવેમ્બર 19

उ. ४.२.९ (८५१) आदह स्वधामनु पुनर्गर्भत्वमेरिरे। दधाना नाम यज्ञियम्॥ (मधुच्छन्दा वैश्वामित्र)
એ પૂજય નામ ધારણ કરવા સમર્થ મરુત, ત્વરિત અન્નાદિને લક્ષ્ય બનાવી, ફરીથી ગર્ભને પ્રાપ્ત કરી ગ્રહણ કરે છે.

આ શ્લોકમાં બે અર્થ અભિપ્રેત છે. પ્રથમ તો, પ્રકૃતિનું જે ઓક્સિજન-કાર્બન ડાયોક્સાઇડ ચક્ર છે, એનો ઉલ્લેખ અહીં છે. દરેક જૈવિક પદાર્થ ઉપયોગિતા પૂર્ણ થયા પછી, વિખંડિત થાય છે. વિખંડનની પ્રક્રિયામાં વિવિધ વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાયુ વાતાવરણમાં ભળે છે. આ વાયુ પાછો નવા પદાર્થના જન્મ માટે કારણરૂપ બને છે.

બીજા અર્થમાં પ્રાણીઓના જન્મ અંગેની પૌરાણિક માન્યતાનું મૂળ અહીં જણાય છે. નામ ધારણ કરવામાં સમર્થ મરૂત એટલે શરીર ધારણ કરી શકે એવો આત્મા જે વાયુરૂપ છે. આ આત્મા અન્ન પૂરું પાડતી વનસ્પતિને પોતાનું લક્ષ્ય બનાવે છે, એટલે કે અન્નકણોમાં એ સમાઈ જાય છે. જયારે, પ્રાણી એ અન્ન ગ્રહણ કરે છે ત્યારે પ્રાકૃતિક ચક્ર અનુસાર એ ગર્ભરૂપે નવો જન્મ ધારણ કરે છે.

उ. ४.४.१ (८६२) यदयाव इन्द्र ते शतँशतं भूमीरुत स्युः। न त्वा वज्रिन्त्सहस्त्रँ सूर्या अनु न जातमष्ट रोदसी॥ (पुरुहन्मा आञ्गिरस)
ઇન્દ્ર, સેંકડો દેવલોકો, સેંકડો ભૂમિઓ તથા હજારો સૂર્યો પણ જો ઉત્પન્ન થાય તો પણ આપની સરખામણી નહિ કરી શકે. આપની સરખામણીનું કોઈ નથી. દેવલોકથી પૃથ્વીલોક સુધી સરખામણીવાળું કોઈ નથી.

આ શ્લોકમાં શત અને સહસ્ત્ર જેવા ગાણિતીય શબ્દોનો ઉપયોગ થયો છે. સંખ્યા ગણતરી અને ગણિતના જનક તરીકે ભારતનું સ્થાન સર્વવિદિત છે. આ શ્લોક એના સમર્થનમાં આપણે ચોક્કસ ટાંકી શકીએ! વળી, સો અને હજાર સુધીની સંખ્યાની ગણતરી સામવેદના રચનાકાળમાં તો ચોક્કસ હતી એમ કહી શકીએ.

उ. ४.५.१. (८६९) तिस्त्रो वाच उदीरते गावो मिमन्ति धेनवः। हरिरेति कनिक्रदत्॥ (त्रित आप्त्य)
યાજ્ઞિકો દ્વારા ત્રણ વાણીઓનું ઉચ્ચારણ કરવાથી લીલી આભાવાળો સોમ દૂધાળી ગાયોના ભાંભરવા જેવો શબ્દનાદ કરતો ઝરે છે.

આ શ્લોકમાં વેદ ત્રણ હોવાનો ઉલ્લેખ છે. ઋક, યજુ અને સામ એ ત્રણ વેદ ગણાય છે અને અથર્વ વેદ નથી ગણાતો. વળી, લીલી આભાવાળા સોમરસને પાત્રમાં એવી રીતે રેડવામાં આવે છે કે જેથી એ મોટો ધ્વનિ નીપજાવી શકે. આ શ્લોકનો ગૂઢાર્થ જોઈએ તો એવું કહી શકાય કે, ત્રણે વેદોનું ઉચ્ચારણ વ્યક્તિના મનમાં વિશેષ શક્તિનું સંચરણ કરે છે.

]]>
http://rutmandal.info/samveda20/feed/ 0