ધૂન – ચિરાગ પટેલ એપ્રિલ 12, 2017
શ્વાસ ધૂને પ્રેમ સંગીત પ્રસરાવે,
અક્ષ સંગ્રહે પ્રેમ મૈત્રક પરોવે,
ઓષ્ઠ તરંગે પ્રેમ સંદેશો વિખેરે,
મુખ અરીસે પ્રેમ છાયા લજાવે,
કેશબીડે પ્રેમ આખેટ ખેલે,
કાયાવરણે પ્રેમ જીવન રક્ષે,
હૈયા સરવરે પ્રેમ નૌકા હંકારે,
મનોવિશ્વે પ્રેમ સ્વર્ગ સજાવે.
આવી રાધા સરીખી સખી,
કૃષ્ણ વિરહે મીઠી યાદે સુખી,
પિયુ મિલને વિયોગથી દુઃખી.
પાંચેય તત્વોની માયા જાણી,
ત્રણેય ગુણોની આભા માણી,
“રોશની” ‘મા’ની અમૂલ પામી!