(દેવી ભાગવતનો એક અંશ જેમાં નિશુમ્ભાસુર મા અંબાને ઉદ્દેશીને જે સંવાદ કહે છે એ )
હે કમનીય નેત્રોવાળી સુન્દરી, કામ વીહ્વળ થયેલો હું તારા ગુલાબની પંખુડી સમાન રસીલા અધરોને ચુમવા આતુર છું.
હે સુન્દર મધ્યભાગવાળી, તારા પુષ્ટ સ્તનયુગ્મ પોતાના ભારથી જ લચી પડેલાં છે.
હે સુન્દર નીતમ્બવાળી સ્ત્રી, હું તારી કંચુકીની ઈર્ષ્યા કરું છું, કે જે મારો તારા સ્તનોને ચુમવાનો અધીકાર છીનવી રહી છે.
હે આકર્ષક નાભીપ્રદેશ ધરાવતી સુન્દરી, હું તારા કટીવસ્ત્રને મારો શત્રુ માનું છું. કેમ કે એ તારી કમળસમાન યોની પર શોભીત ભ્રમર સમાન તલબીન્દુને મારાથી છુપાવી રાખે છે.
હે હાથીની સુંઢ સમાન સુન્દર સાથળવાળી સ્ત્રી, હું તારા આશ્લેષને ઝંખું છું.
હે મૈથુનને પ્રીય માનનારી, હું તને કામક્રીડામાં જીતીને સુખશૈયામાં થાકેલી કરી દઈશ. તને હું નખથી લાલ શરીરવાળી, દાંતથી ખંડીત નીચલા હોઠવાળી, પરસેવાથી પલળેલી અને ઢીલા શરીરવાળી કરી દઈશ. તારા પાદપ્રહારથી આસોપાલવ જેવા મને નવપલ્લવીત કરી દે. બોલસરી વૃક્ષ જેવા મને તારા મુખથી મદીરાનો છંટકાવ કરીને આનન્દીત કર.