કમ્પ્યુટર હૅક થયું હોય તો કેવી રીતે શોધવું? – ચિરાગ પટેલ

કમ્પ્યુટર હૅક થયું હોય તો કેવી રીતે શોધવું? – ચિરાગ પટેલ 2020 મે 03 સપ્તર્ષિ 8696 વૈશાખ શુક્લ એકાદશી

C:\Windows\System32\drivers\etc માં વિન્ડોઝ ફાઈલ એક્સપ્લોરરથી જાઓ. એમાં રહેલી hosts નામની ફાઈલ નોટપેડ વડે ઉઘાડો. એમાં જો કોઈ પણ લાઈનમાં પહેલો અક્ષર ‘#’ ના હોય તો ફાઈલ ડીલીટ કરી નાખો. જેમ કે,

#      102.54.94.97     rhino.acme.com          # source server

#       38.25.63.10     x.acme.com              # x client host

75.32.4.2 

અહીં પહેલી બે લાઈનમાં પહેલો અક્ષર ‘#’ છે એનો વાંધો નહિ પણ પછી ની લાઈનમાં નથી. એટલે, આ ફાઈલ ડીલીટ કરો.

આ જ વાત networks નામની ફાઈલને પણ લાગુ પડે છે. એમાં જો નીચેની લાઈન ‘#’ વગરની હોય તો વાંધો નહિ. એ સિવાય બીજું કાંઈ ના હોવું જોઈએ.

loopback                 127

હવે, lmhosts.sam ફાઈલ જુઓ અને જો એક પણ લાઈન ‘#’ વગરની હોય તો તરત ડીલીટ કરો.

જયારે પણ કોઈ ઇન્ટરનેટ સાઈટ ખોલો તો અડ્રેસ બારમા http અથવા https હોવું જોઈએ. કોઈ પણ સાઈટ કે જેમાં પાસવર્ડ નાંખવો પડે એ https જ હોવી જોઈએ. જો તમે ગૂગલ ક્રોમ વાપરતાં હોવ તો એમાં નીચે પ્રમાણેના વિકલ્પ રાખો:

settings -> privacy and  security ->More

1. Safe Browsing ને ઑન રાખો.

2. Send  “Do Not Track …” ઑન રાખો.

ક્યારેય ઇમેલમાં આવેલી લિંક પર ક્લિક ના કરો.

ઘરનું રાઉટર પણ હૅક થઇ શકે છે. બની શકે તો cisco કે d-link ના રાઉટર વાપરો. અથવા https://openwrt.org/toh/start પર દર્શાવેલ કોઈ પણ રાઉટર વાપરી શકો.

જો તમે એન્ડ્રોઇડ ફોન વાપરતાં હોવ તો સેમસંગ કે એલજીનો ફોન વાપરો. એમાં પણ શંકા હોય તો, એની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલની મૂળ સિસ્ટમ વડે બદલી નાંખો. થોડું કડાકૂટ વાળું કામ છે જે અહીં દર્શાવેલું છે – https://androidaplus.com/how-to-reinstall-android-os-on-phone/

Print Friendly, PDF & Email

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.